’83’ Box Office Collection : રણવીર સિંહની ફિલ્મ વર્લ્ડવાઈડ કરી રહી છે સારૂ કલેક્શન, જાણો તેની કમાણી વિશે

|

Dec 31, 2021 | 2:07 PM

રણવીર સિંહની ફિલ્મ '83' દુનિયાભરમાં ખૂબ સારો બિઝનેસ કરી રહી છે. સાતમા દિવસે પણ આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 115 કરોડની કમાણી કરી છે.

’83’ Box Office Collection : રણવીર સિંહની ફિલ્મ વર્લ્ડવાઈડ કરી રહી છે સારૂ કલેક્શન, જાણો તેની કમાણી વિશે
’83’ Box Office Collection

Follow us on

’83’ Box Office Collection Day 7 :રણવીર સિંહની ફિલ્મ ’83’ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક હતી. આ ફિલ્મ ક્રિસમસ દરમિયાન (Christmas) રિલીઝ કરવામાં આવી હતી. રિલીઝ થયા બાદ ફિલ્મની શરૂઆત સારી થઈ હતી પરંતુ કોરોનાના વધતા જતા પ્રકોપને કારણે તેના કલેક્શન પર અસર થવાની સંભાવના હતી પરંતુ આ ફિલ્મ વિશ્વભરમાં ખૂબ સારો બિઝનેસ કરી રહી છે. સાતમા દિવસે આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ 115 કરોડની કમાણી કરી છે.

આ ફિલ્મે ભારતમાં  66.66 કરોડની કમાણી

1983ના વર્લ્ડ કપ પર આધારિત આ ફિલ્મથી દરેકને ઘણી આશાઓ હતી, પરંતુ આ ફિલ્મે અપેક્ષા મુજબનો બિઝનેસ કર્યો નથી, આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર લગભગ 66.66 કરોડનો બિઝનેસ કર્યો છે. ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ફિલ્મે પ્રથમ સપ્તાહમાં અનુક્રમે 12.64 કરોડ, 16.95 કરોડ અને 17.41 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ દ્વારા ભારતમાં 100 કરોડની કમાણીને મુશ્કેલ માનવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

આ ફિલ્મે વિશ્વભરમાં કરી આટલી કમાણી

ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલનના જણાવ્યા અનુસાર, રણવીરની ફિલ્મે વર્લ્ડવાઈડ વીક-ડેમાં પહેલા દિવસે 25.16 કરોડ, બીજા દિવસે 29.41 કરોડ અને ત્રીજા દિવસે 29.64 કરોડની કમાણી કરી છે. આ સાથે તે એક સપ્તાહમાં કુલ 115.17 કરોડની કમાણી કરીને સન્માનજનક આંકડા પર પહોંચી ગઈ છે. કોરોનાને કારણે આ ફિલ્મની કમાણી પર અસર પડી છે. આની સાથે તેને સાઉથની ફિલ્મ ‘પુષ્પા’ અને ‘સ્પાઈડરમેન’થી પણ નુકશાન થયુ છે.

 

આ પણ વાંચો : શું ફરીથી ખુલશે થિયેટર ? કરણ જોહરે દિલ્હી સરકારને કોરોના પ્રોટોકોલ હેઠળ થિયેટર ખોલવા કરી અપીલ

Next Article