Queen Elizabeth II અને રોયલ ફેમિલી પર બનેલી ફિલ્મો અને વેબ સીરીઝ, શું તમે જોઈ ?

|

Sep 09, 2022 | 12:04 PM

6 ફેબ્રુઆરી, 1952ના રોજ કિંગ જ્યોર્જ છઠ્ઠાના મૃત્યુના બાદ Queen Elizabeth II સતા સંભાળી, તેના જીવન સાથે કેટલીક ફિલ્મો જોડાયેલી છે ,જેના વિશે આજે ચર્ચા કરીશું.

Queen Elizabeth II અને રોયલ ફેમિલી પર બનેલી ફિલ્મો અને વેબ સીરીઝ, શું તમે જોઈ ?
Queen Elizabeth II

Follow us on

બ્રિટન (Britain)ની રાણી એલિઝાબેથની રાજકુમારીમાંથી રાણી(Queen Elizabeth II) બનવાની કહાની ખૂબ જ અનોખી છે. જ્યારે તેના પિતાનું અવસાન થયું અને તે રાણી બની, ત્યારે એલિઝાબેથ કેન્યાના જંગલોમાં તેના જીવનના શ્રેષ્ઠ સાહસથી ભરપૂર દિવસો પસાર કરી રહી હતી. તે સમયે તે ઝાડ ઉપરથી જંગલી પ્રાણીઓને જોઈ રહી હતી. 6 ફેબ્રુઆરી, 1952ના રોજ કિંગ જ્યોર્જ છઠ્ઠાના મૃત્યુના સમાચાર પુરા વિશ્વમાં ફેલાયા. રાજા રાત્રે નોર્ફોકમાં તેના સેન્ડ્રિંગહામ શાહી નિવાસસ્થાને ફેફસાના કેન્સરથી મૃત્યુ પામ્યા.

તેની 25 વર્ષની પુત્રી અને તેના ઉત્તરાધિકારીને તે દિવસે મોડેથી સમાચાર મળ્યા. તેણી તેના ઘરથી હજારો કિલોમીટર દૂર કેન્યાના એબરડેરેસના જંગલોમાં હતી. કેન્યા એ સમયે બ્રિટિશના સાશનમાં હતું. એલિઝાબેથના પ્રવાસમાં તે પહેલો સ્ટોપ હતો જેમાં તે તેના બીમાર પિતા સાથે નહીં પરંતુ તેના પતિ પ્રિન્સ ફિલિપ સાથે હતી. એલિઝાબેથના રાણી બનવાથી લઇને તેના જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો ફિલ્મો દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવી આજે અમે તમને આવી જ કેટલીક ફિલ્મો વિશે જણાવશું જે રાણી એલિઝાબેથ સાથે જોડાયેલી છે.

રાણી એલિઝાબેથ II ઘણા ટીવી શો અને ફિલ્મોનો ભાગ રહી ચુકી છે. ઘણી ફિલ્મોમાં તેમના જીવન સાથે જોડાયેલી વાતો શેર કરવામાં આવી હતી. જો કે, રાણી એલિઝાબેથ II પોતે આ પાત્રોમાં દેખાઈ ન હતી. હોલિવૂડ અભિનેત્રીએ મોટા પડદા પર તેનું પાત્ર ભજવ્યું હતું. તમને સોશિયલ મીડિયા પર ક્વીન એલિઝાબેથ દ્વિતીયની જીવન સફર પર ઘણી બધી ડોક્યુમેન્ટ્રી જોવા મળશે, પરંતુ આજે અમે તમને એવા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લોકપ્રિય બની હતી.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

“ધ ક્રાઉન (2016)”

‘ધ ક્રાઉન’ એ રોયલ ફેમિલી પર આધારિત વેબ સિરીઝ છે. જે નેટફ્લિક્સ પર છે. તેમાં વર્ષ 1947માં બીજા વિશ્વ યુદ્ધ પછીની વાર્તા બતાવવામાં આવી છે. જ્યારે રાણીના લગ્ન એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ ફિલિપ સાથે થયા હતા. આ શ્રેણીમાં રાણી એલિઝાબેથ દ્વિતીયના જીવન વિશેની બાબતોને ખૂબ જ વિગતવાર બતાવવામાં આવી છે.

“ધ ક્વીન (2006)”

આ ફિલ્મનું નિર્દેશન સ્ટીફન ફ્રિયર્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને પીટર મોર્ગન દ્વારા લખવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં હેલેન મિરેને રાણી એલિઝાબેથ દ્વિતીયની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં પ્રિન્સેસ ડાયનાના મૃત્યુ સાથે જોડાયેલી ઘટના બતાવવામાં આવી હતી. છેવટે, પ્રિન્સેસ ડાયનાના મૃત્યુ પછી શાહી પરિવારમાં શું બન્યું તે વિશેની વિગતો ફિલ્મમાં બતાવવામાં આવી હતી.

“જોની ઇંગ્લિસ રીબોર્ન (2011)”

આ ફિલ્મ એક બ્રિટિશ જાસૂસી કોમેડી ફિલ્મ હતી. આમાં રોવાન એટકિન્સન લીડ રોલમાં જોવા મળ્યો હતો. જોકે આ ફિલ્મ સંપૂર્ણપણે રાણી એલિઝાબેથ II ના જીવન પર આધારિત ન હતી, પરંતુ ફિલ્મના ક્લાઈમેક્સમાં રાણી દર્શાવવામાં આવી હતી.

83 (2021)

આ ફિલ્મ ક્રિકેટ પર આધારિત 83 ભારતીય ફિલ્મ છે. આમાં રણવીર સિંહના અન્ય સાત સ્ટાર્સ જોવા મળ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમની 1983ના વર્લ્ડ કપ જીત પર આધારિત આ ફિલ્મમાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયને દર્શાવવામાં આવી હતી. ફિલ્મમાં એક સીન હતો જ્યાં તે સત્તાવાર સમારોહ દરમિયાન તમામ ખેલાડીઓને મળી રહી હતી. જો કે, આ પાત્ર પણ હોલીવુડ અભિનેત્રીએ ભજવ્યું હતું.

‘એ રોયલ નાઇટ આઉટ (2015)’

સારાહ ગેડોને આ ફિલ્મમાં યંગ પ્રિન્સેસ એલિઝાબેથની ભૂમિકા ભજવી હતી. બેલ પાઉલીએ તેની બહેન પ્રિન્સેસ માર્ગારેટની ભૂમિકા ભજવી હતી. ફિલ્મની વાર્તા એકદમ સરળ હતી. બંને બહેનો બકિંગહામ પેલેસમાં સમારંભો અને કાર્યક્રમોને અવગણીને બહાર જવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. તે શાહી પરિવારના કોઈપણ બંધનો વિના રાત્રિનો આનંદ માણવા માંગતી હતી. તે એક કોમેડી ફિલ્મ હતી.

‘ધ રોયલ હાઉસ ઓફ વિન્ડસર (2017)’

તે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ હતી. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતું કે વિશ્વ યુદ્ધ 1 પછી શાહી પરિવાર કેવી રીતે બદલાયો. આ ડોક્યુમેન્ટરી વાસ્તવિક ફૂટેજની મદદથી બનાવવામાં આવી છે. યુકેના રોયલ ફેમિલી સાથે સંકળાયેલા લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં શાહી પરિવારના સભ્યોના જીવન વિશેની વાતો કહેવામાં આવી હતી. તેમાં રાણી એલિઝાબેથ દ્વિતીયના જીવન સાથે જોડાયેલી વાર્તાઓ પણ સામેલ હતી.

Next Article