West Bengal Elections 2021: પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતશે તો કોણ બનશે સીએમ, દિલીપ ધોષે આપ્યા આ સંકેત

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021 માટે બીજા તબક્કાનું મતદાન ગુરુવારે યોજાશે. આ અગાઉ ભારતીય જનતા પાર્ટી બંગાળના પ્રમુખ દિલીપ ઘોષે સંકેત આપ્યા છે કે રાજ્યમાં સરકાર બનાવવાની સ્થિતિમાં કોણ મુખ્યમંત્રી બનશે તે નિર્ણય પાર્ટી લેશે.

  • tv9 webdesk33
  • Published On - 14:37 PM, 31 Mar 2021
West Bengal Elections 2021: પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતશે તો કોણ બનશે સીએમ, દિલીપ ધોષે આપ્યા આ સંકેત
પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતશે તો કોણ બનશે સીએમ

West Bengal Elections 2021:  પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021 માટે બીજા તબક્કાનું મતદાન ગુરુવારે યોજાશે. આ અગાઉ ભારતીય જનતા પાર્ટી બંગાળના પ્રમુખ દિલીપ ઘોષે સંકેત આપ્યા છે કે રાજ્યમાં સરકાર બનાવવાની સ્થિતિમાં કોણ મુખ્યમંત્રી બનશે તે નિર્ણય પાર્ટી લેશે.

ભાજપના પક્ષમાં ‘મજબૂત લહેર’ હોવાનો દાવો

ભાજપના પક્ષમાં ‘મજબૂત લહેર’ હોવાનો દાવો કરતા, ઘોષે મંગળવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે West Bengal માં આગામી સરકાર તેમના પક્ષ દ્વારા બનાવવામાં આવશે, અને કહ્યું કે આ સ્થિતિમાં ફક્ત નવા ચૂંટાયેલા ધારાસભ્ય જ મુખ્યમંત્રી બને તે જરૂરી નથી. મેદિનીપુરના સાંસદ ઘોષે દાવો કર્યો હતો કે  West Bengal વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કા સુધી પક્ષની તરફેણમાં ઉભી થયેલી જોરદાર લહેર યથાવત્ રહેશે.

ભાજપને તેની જીત અંગે વિશ્વાસ છે
ઘોષે સમાચાર એન્જસીને કહ્યું કે “મતદાનના પ્રથમ તબક્કા પછી ભાજપને તેની જીતનો વિશ્વાસ છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસ અને તેના નેતાઓ ભયાવહ છે. જેમ જેમ ચૂંટણી આગળ વધશે તેમ તેમ ભાજપના પક્ષમાં વાતાવરણ વધુ મજબૂત બનશે અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો હારનો અનુભવ કરશે. ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો સહિત લોકસભાના ત્રણ સભ્યો અને રાજ્યસભાના એક સભ્ય સ્વપ્ના દાસગુપ્તાને વિધાનસભા ચુંટણીના મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપે દિલીપ ઘોષને ચુંટણી મેદાનમાં ઉતાર્યા નથી

જો કે ભાજપે દિલીપ ઘોષને ચુંટણી મેદાનમાં ઉતાર્યા નથી. જો પાર્ટી જીતે તો મુખ્યમંત્રી પદના ઘોષ એક મજબૂત દાવેદાર છે. ચૂંટણીમાં ભાજપને જીતવાની સ્થિતિમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી કોઈપણ મુખ્યમંત્રી બનશે તેવું પૂછતાં તેમણે કહ્યું કે, ‘પક્ષ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવશે, પરંતુ તે જરૂરી નથી કે નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ કોઈ મુખ્યમંત્રી બને. તેમણે કહ્યું કે મમતા બેનર્જી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તે ધારાસભ્ય નહોતા.

બંગાળ હવે હિંસા મુક્ત ભારત માટે લડશે

ઉલ્લેખનીય છે કે, ૧ એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન યોજાવવાનું છે. જયારે તે પૂર્વે મંગળવારે ભાજપ અને ટીએમસીમાં નંદીગ્રામમાં શકિત પ્રદર્શન કર્યું હતું. જો કે પૂર્વે ભાજપે પશ્ચિમ બંગાળ માં ભાજપના નેતા ગોપાલ મજુમદારના 85 વર્ષીય માતા શોભા મજુમદારને ઘરમાં ધુસીને માર મારવા બાદ મૃત્યુ થવાના લઇને ભાજપે મમતા બેનર્જી પર પ્રહાર કર્યા છે. જેમાં ભાજપના મોટા નેતાઓએ મમતા સરકાર પર નિશાન સાંધ્યું છે. તેમજ કહ્યું છે કે 2 મેના રોજ બંગાળ સંપૂર્ણ હિંસા મુક્ત બનશે..