UP Elections 2022: ભાજપ સાથે ‘બેવફાઈ’ મોંઘી પડી! સપામાં જોડાયેલા યોગી સરકારના ત્રણમાંથી બે મંત્રી પાછળ

|

Mar 10, 2022 | 12:10 PM

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. લગભગ 3 કલાક થવા જઈ રહ્યા છે. સૌથી મહત્વના એવા ત્રણ મોટા નેતાઓ છે જેઓ યુપીમાં યોગી આદિત્યનાથની સરકારમાં મંત્રી હતા. પરંતુ ચૂંટણી પહેલા જ ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

UP Elections 2022: ભાજપ સાથે બેવફાઈ મોંઘી પડી! સપામાં જોડાયેલા યોગી સરકારના ત્રણમાંથી બે મંત્રી પાછળ
ફાઈલ ફોટો

Follow us on

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 (UP Elections 2022)માં મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. લગભગ 3 કલાક થવા જઈ રહ્યા છે. પ્રારંભિક પરિણામોના આંકડાઓમાં ભાજપને બહુમતી મળી છે. 403 વિધાનસભા બેઠકો સાથે ઉત્તર પ્રદેશમાં ભાજપ 268, સમાજવાદી પાર્ટી 109, બહુજન સમાજ પાર્ટી 6 અને કોંગ્રેસ 4 બેઠકો પર આગળ છે. ઉત્તર પ્રદેશમાં મતગણતરીમાં અત્યાર સુધી ઘણી મહત્વની બાબતો જોવા મળી રહી છે. આમાં સૌથી મહત્વના એવા ત્રણ મોટા નેતાઓ છે જેઓ યુપીમાં યોગી આદિત્યનાથની સરકારમાં મંત્રી હતા. પરંતુ ચૂંટણી પહેલા જ ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. પરંતુ, અત્યાર સુધીના ટ્રેન્ડમાં આ ત્રણમાંથી બે નેતાઓ સતત પાછળ ચાલી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ સ્વામી પ્રસાદ મૌર્ય, દારા સિંહ ચૌહાણ અને ધરમ સિંહ સૈનીની.

સપામાં સામેલ થયેલા યોગીના મંત્રીઓ મત ગણતરીમાં સતત પાછળ રહી રહ્યા છે

ભાજપના આ ત્રણ મોટા નેતાઓ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી હતા પરંતુ ચૂંટણી પહેલા આ ત્રણેય નેતાઓ ભાજપ પર વિવિધ પ્રકારના આરોપ લગાવીને પાર્ટી છોડીને અખિલેશ યાદવ સાથે મુલાકાત કરીને સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ત્યારથી ત્રણમાંથી બે નેતાઓ સતત પાછળ ચાલી રહ્યા છે. હાલની તસ્વીર જોતા એવું લાગી રહ્યું છે કે, આ નેતાઓનો ભાજપ છોડીને સપામાં જોડાવાનો રસ્તો ઘણો મુશ્કેલ લાગી રહ્યો છે.

બીજેપીના ઉમેદવાર દારા સિંહ ચૌહાણ અને સ્વામી પ્રસાદ મૌર્ય પાછળ

જો આ બંને નેતાઓ ચૂંટણી હારી જશે તો તેમનું રાજકીય ભવિષ્ય શું હશે તે તો સમય જ કહેશે. પરંતુ સ્પષ્ટ છે કે, જો ચૂંટણી પરિણામો ભાજપની તરફેણમાં આવશે તો આ ત્રણેયને તેમના નિર્ણય પર માત્ર અને માત્ર પસ્તાવો કરવો પડી શકે છે. જણાવી દઈએ કે સ્વામી પ્રસાદ મૌર્ય કુશીનગર જિલ્લાના ફાઝિલનગરથી, દારા સિંહ ચૌહાણ મૌ જિલ્લાના ઘોસીથી અને ધરમ સિંહ સૈની નકુડ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ ત્રણ નેતાઓમાંથી ધરમસિંહ સૈની પોતાની સીટ પર ભાજપના ઉમેદવાર કરતા ઘણા આગળ ચાલી રહ્યા છે. જ્યારે સ્વામી પ્રસાદ મૌર્ય અને દારા સિંહ ચૌહાણ ભાજપ તરફથી સતત પાછળ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચોઃ સુરત પોલીસ અચાનક હરકતમાં આવી, પાંડેસરા વિસ્તારમાં એક સાથે 20 ટીમોએ કોમ્બિંગ કરીને 50થી વધુ લોકોની ધરપકડ કરી

આ પણ વાંચોઃ Jamnagar: કેન્દ્રીય મંત્રીમંડળે ભારતમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રડિશનલ મેડિસિનની સ્થાપનાને મંજૂરી આપી

Published On - 12:10 pm, Thu, 10 March 22

Next Article