UP Assembly Election 2022: ‘જાટ સમુદાય ભાજપથી નારાજ રહી શકે નહીં’, રાજનાથ સિંહે પૂર્વ PM ચૌધરી ચરણ સિંહને ગણાવ્યા આદર્શ
દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) આજે ગાઝિયાબાદ (Ghaziabad) માં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેણે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને પોતાના 'આદર્શ' ગણાવ્યા.
UP Assembly Election 2022: દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) આજે ગાઝિયાબાદ (Ghaziabad) માં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેણે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ (former Prime Minister Chaudhary Charan Singh) ને પોતાના ‘આદર્શ’ ગણાવ્યા. પૂર્વ પીએમને પોતાના આદર્શ ગણાવતા રાજનાથ સિંહે દાવો કર્યો કે જાટ સમુદાય (Jat community) ભાજપથી નારાજ રહી શકે નહીં. રક્ષા મંત્રીનું આ નિવેદન ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ના જાટ સમુદાયની વચ્ચે પહોંચ્યાના એક દિવસ બાદ સામે આવ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોદીનગર વિધાનસભા ક્ષેત્રમાં જાટ સમુદાયને લઈને આ નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં જાટ સમુદાયની હાજરી છે.
એક દિવસ પહેલા જ ગૃહમંત્રી અમિત શાહ પણ જાટ સમુદાયની વચ્ચે પહોંચ્યા હતા. આજે રક્ષા મંત્રીએ કહ્યું છે કે જાટ સમુદાય ભાજપથી નારાજ રહી શકે નહીં. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે જાટ નેતા અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ તેમના “આદર્શ” રહ્યા છે. મોદીનગર વિધાનસભા ક્ષેત્રમાં પહોંચેલા રાજનાથ સિંહે કહ્યું કે જ્યારે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની પાર્ટીએ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની પુણ્યતિથિને ‘ખેડૂત દિવસ’ તરીકે જાહેર કર્યો હતો.
उत्तर प्रदेश: रक्षा मंत्री राजनाथ सिंह ने आगामी उत्तर प्रदेश विधानसभा चुनाव के मद्देनज़र ग्रेटर नोएडा में घर-घर जाकर चुनाव प्रचार किया। pic.twitter.com/eh8UzPjljQ
— ANI_HindiNews (@AHindinews) January 27, 2022
તેમણે કહ્યું કે જાટ સમુદાય ભાજપથી નારાજ રહી શકે નહીં. તેમણે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી જાતિના રાજકારણમાં વિશ્વાસ નથી કરતી. ભાજપ માત્ર ન્યાય આધારિત રાજનીતિમાં માને છે. તાજેતરમાં જ ભાજપમાંથી સમાજવાદી પાર્ટીમાં જોડાયેલા સ્વામી પ્રસાદ મૌર્ય અંગેના પ્રશ્નના જવાબમાં રાજનાથે કહ્યું કે તેમની પાર્ટીને તેની કોઈ પરવા નથી.
‘યુપીમાં કાયદો અને વ્યવસ્થામાં સુધારો’
રક્ષા મંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની સરકારમાં યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો છે. તેમના સંબોધન પહેલા રક્ષા મંત્રી સિંકરી કાલા ગામમાં મહામાયા મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તે ઝાડની નજીક પણ ગયા હતા, જેના વિશે કહેવાય છે કે અંગ્રેજોના જમાનામાં લોકોને તેના પર લટકાવીને ફાંસી આપવામાં આવતી હતી.