UP Election 2022: વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમ, શિવપાલ યાદવે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

|

Dec 24, 2021 | 9:35 AM

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતી જોઈ કાકા-ભત્રીજા એટલે કે શિવપાલ યાદવની પ્રસપા અને અખિલેશ યાદવની સપા વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. જે બાદ યાદવ પરિવારે ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવાની તૈયારી શરૂ કરી દીધી છે.

UP Election 2022: વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમ, શિવપાલ યાદવે ભાજપ પર કર્યા આકરા પ્રહાર
Shivpal yadav (File Photo)

Follow us on

UP Election 2022:  ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના સૈફઈમાં પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (પ્રસપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવે (Shivpal Singh Yadav) કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ હતુ. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, સમાજમાં ઘણી એવી બાબતો છે, જેનો ખોટો ઢંઢેરો પીટવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે દેશના વડાપ્રધાન (PM Narendra Modi) જૂઠું બોલે છે અને ઉતર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી (CM Yogi Adityanath) જ જૂઠું બોલતા હોય તો દેશ ક્યાં જશે…? દેશમાં દેવુ વધી રહ્યુ છે અને માથાદીઠ આવક ઘટી રહી છે તો દેશ ક્યાંથી આગળ વધશે.

 શિવપાલ સિંહ યાદવે ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ

ઉલ્લેખનીય છે કે, શિવપાલ સિંહ યાદવ ગુરુવારે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહના (Chaudhary Charan Singh) જન્મદિવસે હંવરાની ડિગ્રી કોલેજમાં અખિલ ભારતીય કવિતા સંમેલનમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે સામાજિક પરિવર્તન યાત્રા કાઢી હતી, અમે જાણીએ છીએ કે ગરીબી વધી છે, બેરોજગારી વધી છે, દેશ જોખમમાં છે અને આપણું બંધારણ પણ ખતરામાં છે. હવે ન્યાયતંત્ર પર પણ આંગળી ચીંધવામાં આવી રહી છે. અપ્રમાણિકતા અને ભ્રષ્ટાચાર પર પણ આંગળીઓ ઉઠવા લાગી છે. ગરીબોને ન્યાય નથી મળતો અને લાંચ વગર કોઈ કામ થતું નથી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

યાદવ પરિવાર ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા તૈયાર

તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી (UP Assembley Election) નજીક આવતી જોઈ કાકા-ભત્રીજા એટલે કે શિવપાલ યાદવની પ્રસપા અને અખિલેશ યાદવની સપા વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. જે બાદ યાદવ પરિવારે ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવાની તૈયારી શરૂ કરી દીધી છે.

નેતાજીએ હંમેશા ખેડૂતો અને ગરીબોના હિતમાં કામ કર્યું

શિવપાલ સિંહ યાદવે કહ્યું હતુ કે આપણે ચૌધરી ચરણ સિંહના જન્મદિવસને ખેડૂત દિવસ તરીકે ઉજવીએ છીએ અને બધા જાણે છે કે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ખેડૂત તરીકે થયો હતો.આ કાર્યક્રમમાં પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયાના પદાધિકારીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

આ પણ વાંચો : IT raid UP: કાનપુરના સપા પ્રમુખ અખિલેશ યાદવના નજીકના પરફ્યુમના વેપારીના 10 સ્થળો પર ITના દરોડા, મશીનો દ્વારા આખીરાત નોટોની ગણતરી ચાલી

આ પણ વાંચો : Rahul Gandhi ઉત્તરાખંડની રાજકીય ઉથલપાથલને રોકવા કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે

Next Article