UP Assembly Election 2022: વર્ચ્યુઅલ રેલીમાં લોકોની ભીડ એકઠી કરી, ચૂંટણી પંચે સપાને ફટકારી નોટિસ

|

Jan 15, 2022 | 10:17 PM

ચૂંટણી પંચે (Election Commission) આ મામલાની નોંધ લીધી છે અને પાર્ટી પાસેથી 24 કલાકમાં જવાબ માંગવામાં આવ્યો છે. આ વિવાદને કારણે સપાના 2500 કાર્યકરો સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

UP Assembly Election 2022: વર્ચ્યુઅલ રેલીમાં લોકોની ભીડ એકઠી કરી, ચૂંટણી પંચે સપાને ફટકારી નોટિસ
Samajwadi Party Virtual Rally Lucknow

Follow us on

UP Assembly Election 2022: કોરોના મહામારીને કારણે ચૂંટણીવાળા 5 રાજ્યોમાં હાલમાં રેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ સમાજવાદી પાર્ટી (Samajwadi Party) એ તેના લખનૌ (Lucknow) કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રેલી (Virtual Rally) ના નામે ભારે ભીડ એકઠી કરી હતી. હવે ચૂંટણી પંચે (Election Commission) આ મામલાની નોંધ લીધી છે અને પાર્ટી પાસેથી 24 કલાકમાં જવાબ માંગવામાં આવ્યો છે. આ વિવાદને કારણે સપાના 2500 કાર્યકરો સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

આપને જણાવી દઈએ કે, કોરોનાના વધતા જતા કેસોને કારણે અગાઉ ચૂંટણી પંચે 15 જાન્યુઆરી સુધી રેલીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે આજે તે પ્રતિબંધ 22મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. પરંતુ 14 જાન્યુઆરીએ એસપીએ જે કાર્યક્રમ કર્યો તેમાં કોરોના પ્રોટોકોલનો ભંગ કરવામાં આવ્યો. સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખવામાં આવ્યું ન હતું.

આ કારણોસર, પહેલા ડીએમએ તપાસના આદેશ આપ્યા હતા અને પછી સપા કાર્યકરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે ચૂંટણી પંચે પણ એસપીને નોટિસ ફટકારી છે. જો 24 કલાકમાં જવાબ નહીં આપવામાં આવે તો કડક કાર્યવાહી થઈ શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જો કે, જે રેલીને લઈને આટલો બધો હંગામો મચ્યો છે તે યુપી ચૂંટણીના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તે કાર્યક્રમ દ્વારા OBC સમાજના મોટા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય (Swamy Prasad Maurya) સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. તેમની સાથે ભાજપ (BJP) માંથી આવેલા અન્ય ઘણા ધારાસભ્યો-મંત્રીઓ પણ સપામાં જોડાયા હતા. આવી સ્થિતિમાં, ચૂંટણીની મોસમમાં પાર્ટી માટે નફો મોટો હતો, પરંતુ કોરોના પ્રોટોકોલ તૂટવાને કારણે મુશ્કેલી વધી ગઈ છે.

આયોગના સૂત્રોએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ ચૂંટણીમાં રાજકીય પક્ષો, નેતાઓ, કાર્યકરો કે જનતાની કોઈપણ મનસ્વીતાને સાંખી લેવામાં આવશે નહીં. પંચે શુક્રવારે મળેલી બેઠકમાં નિરીક્ષકોને પણ દરેક જગ્યાએ નજર રખવાનું જણાવ્યું છે. આ વખતે પંચે વિડીયો ગ્રાફર્સ અને માઇક્રો ઓબ્ઝર્વરની સંખ્યામાં પણ વધારો કર્યો છે. આ સાથે, સામાન્ય જાગૃત નાગરિકને Cvigil મોબાઇલ એપનું સાધન પણ આપવામાં આવ્યું છે જેથી દરેક ખૂણા પર દેખરેખ રહી શકે.

 

આ પણ વાંચો: UP Assembly Election: ભાજપે 107 ઉમેદવારોમાંથી 60% ઓબીસી-એસસીને આપી ટિકિટ, જાણો જાતિનું ગણિત

આ પણ વાંચો: UP Assembly Elections: અયોધ્યા નહીં આ જગ્યાએથી ચૂંટણી લડશે સીએમ યોગી, સિરાથુથી કેશવ પ્રસાદ પર લગાવ્યો ભાજપે દાવ

Next Article