AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Assembly Election 2022 : લો બોલો.. માતા-પિતા મતદાન કરશે તો બાળકોને 10 માર્ક્સ મળશે વધારે, મતદાન વધારવા માટે અનોખો ફેંસલો

લખનૌની ક્રાઇસ્ટ ચર્ચ કોલેજના પ્રિન્સિપાલ રાકેશ કુમારે દાવો કર્યો હતો કે આ પગલાનો હેતુ મતદાન વધારવાની સાથે સાથે નબળા વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે. આ સાથે 100% મતદાનનો લક્ષ્યાંક હાંસલ કરી શકાશે.

UP Assembly Election 2022 : લો બોલો.. માતા-પિતા મતદાન કરશે તો બાળકોને 10 માર્ક્સ મળશે વધારે, મતદાન વધારવા માટે અનોખો ફેંસલો
Voting
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 8:08 AM
Share

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના (UP Assembly Election) ચોથા તબક્કા માટે આજે મતદાન થઇ રહ્યું છે. ચોથા તબક્કામાં મતદાનની ટકાવારી વધારવા માટે લખનૌની એક કોલેજના પ્રિન્સિપાલે એક અનોખો આઈડિયા લઈને આવ્યો છે. તેમણે વચન આપ્યું છે કે જે બાળકોના માતા-પિતા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 23 ફેબ્રુઆરીએ મતદાન કરશે અને આગામી તબક્કામાં પણ મતદાન કરશે તેમને 10 વધુ માર્કસ આપવામાં આવશે.

લખનૌની ક્રાઇસ્ટ ચર્ચ કોલેજના પ્રિન્સિપાલ રાકેશ કુમારે દાવો કર્યો હતો કે આ પગલાનો હેતુ મતદાનમાં વધારો કરવાનો હતો. તેમજ નબળા વિદ્યાર્થીઓને મદદ કરવાનો હતો. આ સાથે 100% મતદાનનો લક્ષ્યાંક હાંસલ કરી શકાશે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેમણે કહ્યું, “અમે એવા વિદ્યાર્થીઓને 10 માર્કસ આપીશું જેમના માતા-પિતા 23 ફેબ્રુઆરી અને આગામી તબક્કામાં મતદાનમાં સક્રિયપણે ભાગ લેશે. આના માધ્યમથી અમારો ટાર્ગેટ 100 ટકા સુધી મતદાન કરવાનો છે. તે નબળા વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવામાં પણ મદદ કરશે.”

મતદાનના દિવસે અનેક શાળાઓને મતદાન મથક બનાવવામાં આવ્યા છે. ક્રાઈસ્ટ ચર્ચ કોલેજ લખનૌ આવું જ એક કેન્દ્ર છે. યુપી વિધાનસભા ચૂંટણી 2022 માટે સાત તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કો 10 ફેબ્રુઆરી, 2022 ના રોજ હાથ ધરવામાં આવ્યો હતો અને બીજો તબક્કો 14 ફેબ્રુઆરી, 2022 ના રોજ શરૂ થયો હતો. ત્રીજો તબક્કો 20 ફેબ્રુઆરી, 2022ના રોજ પૂર્ણ થયો છે અને હવે ચોથા તબક્કાનું મતદાન 23 ફેબ્રુઆરીએ થશે. પાંચમા તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 3 માર્ચે અને સાતમા તબક્કાનું મતદાન 7 માર્ચે થશે. મતગણતરી 10 માર્ચે થશે.

મતદારોને પેટ્રોલ ડીઝલ પર ડિસ્કાઉન્ટ મળે છે

વિદ્યાર્થીઓને કોલેજ તરફથી નંબરો મળશે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા લોકોના હિત માટે એક મોટી પહેલ કરવામાં આવી છે. લખનૌ પ્રશાસન દ્વારા મતદારોને પેટ્રોલ અને ડીઝલ પર ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્રે સોમવારે વેપારીઓના સંગઠનો, એલપીજી વિતરણ એજન્સીઓ અને પેટ્રોલ પંપ માલિકો સાથે બેઠક યોજી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મતદાન કરેલ લોકોને મતદાનના દિવસે પેટ્રોલ અને ડીઝલ પર 2 ટકાની છૂટ આપવામાં આવશે.

આ પણ વાંચો : UP Election 2022 Phase 4 Voting Live Updates: યુપીમાં આજે ચોથા તબક્કાનું મતદાન,માયાવતીએ કર્યું મતદાન

આ પણ વાંચો : Lavender Farming : લવન્ડરની ખેતી કરીને ખેડૂતો લાખોમાં કરી શકે છે કમાણી, સરકારે બનાવી નવી યોજના

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">