TamilNadu Election 2021: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તમિલનાડુમાં મહિલા કાર્યકર્તાઓ સાથે રમ્યા ગરબા

|

Mar 27, 2021 | 3:30 PM

Tamil Nadu Election 2021: પાંચ રાજ્યો કેરળ,તમિલનાડુ, અસમ ,પુડ્ડુચેરી અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી માટે બધી જ પાર્ટીએ પોતપોતાની તાકાત લગાવી રહી છે.

TamilNadu Election 2021: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તમિલનાડુમાં મહિલા કાર્યકર્તાઓ સાથે રમ્યા ગરબા
Smriti Irani

Follow us on

Tamil Nadu Election 2021: પાંચ રાજ્યો કેરળ,તમિલનાડુ, અસમ ,પુડ્ડુચેરી અને પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી માટે બધી જ પાર્ટીએ પોતપોતાની તાકાત લગાવી રહી છે. જેમ જેમ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ કેટલાય મોટા નેતા અને ઉમેદવાર અલગ અલગ રીતે જનતાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાના પ્રયાસમાં લાગેલા છે. પ્રચારમાં કોઈ કમી ન રહી જાય તે માટે ઉમેદવાર તૈયારી પણ કરી રહ્યા છે. આ દરમ્યાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોઈમ્બતુરમાં ભાજપ મહિલા કાર્યકર્તાઓ સાથે ડાંડિયા રમ્યા.

 

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખતા સ્મૃતિ ઈરાની આજે તમિલનાડુની મુલાકાત પર છે. આ વચ્ચે તેમણે કોઈમ્બતુર દક્ષિણ નિર્વાચન ક્ષેત્રથી પાર્ટીના ઉમેદવાર વનાથી શ્રીનિવાસન સાથે મુલાકાત કરી. કેન્દ્રીય મંત્રી અને શ્રીનિવાસને ચૂંટણી પ્રચારના ભાગ રુપે આજે પાર્ટીની મહિલા કાર્યકર્તાઓ સાથે ડાંડિયા રમ્યા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

હાઈ પ્રોફાઇલ સીટોમાં સામેલ છે કોઈમ્બતૂર 

કોઈમ્બતૂર દક્ષિણ સીટ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં હાઈ પ્રોફાઈલ સીટમાં સામેલ છે. અહીંથી ફિલ્મ સુપર સ્ટાર અને મક્કલ નિધિ મય્યમના પ્રમુખ કમલ હાસન મેદાનમાં છે. તેમનો મુકાબલો બીજેપીની વનાથી શ્રીનિવાસન અને કોંગ્રેસની મયૂરા જયાકુમાર એસ સાથે છે. સીમાંકન બાદ 2008માં અસ્તિત્વમાં આવેલી સીટ પર હજી સુધી બે ચૂંટણી થઈ છે. બંનેમાં AIADMK ઉમેદવારોને જીત મળી હતી.

 

આ વર્ષે AIADMK અને બીજેપી ગઠબંધનમાં ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ બીજેપીના ભાગમાં છે. આ સીટને AIADMKનો ગઢ માનવામાં આવે છે. આ વર્ષે બીજેપીના સાથે આવવાથી વનાથી શ્રીનિવાસનને અહીં મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે. વનાથી ભાજપા મહિલા મોર્ચાની રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. ગઈ ચૂંટણીની વાત કરવામાં આવે તો અહીંથી AIADMK ઉમેદવાર અમ્મનના અર્જુનને જીત મળી હતી. કોંગ્રેસની મયૂરા જયાકુમાર એસ બીજા નંબર પર હતી. હવે વનાથી શ્રીનિવાસન, કમલ હાસન અને મયૂરા જયાકુમાર એસ વચ્ચે ત્રિકોણાત્મક મુકાબલો છે.

 

પાછલા 10 વર્ષથી AIADMKનું શાસન 

રાજ્યની તમામ 234 સીટ પર 6 એપ્રિલે એક ચરણમાં ચૂંટણી થશે. 2 મેના રોજ મતોની ગણતરી કરવામાં આવશે. 6,28,23,748 મતદાતા તમિલનાડુમાં 16મી વિધાનસભા માટે ઉમેદવારોની પસંદગી કરશે. તમિલનાડુમાં છેલ્લા 10 વર્ષથી AIADMKનું શાસન છે. અત્યારે તમિલનાડુનુ નેતૃત્વ તમિલનાડુના મુખ્યમંત્રી પલાનસ્વામી અને ડેપ્યુટી સીએમ  પનીર સેલ્વમ કરી રહ્યા છે. રાજ્યની સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને પાટલી કાચી સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે.

 

આ પણ વાંચો: West Bengal Election 2021: પશ્ચિમ બંગાળમાં બપોર સુધી 55 ટકા મતદાન, ઝારગ્રામમાં વોટિંગ માટે લાંબી લાઇન

Next Article