West Bengal Chief Minister Swearing-in ceremony : 9 મેના રોજ શપથ ગ્રહણ, સુવેન્દુ કે મહિલા મુખ્ય પ્રધાન ? રેસમાં છે પાંચ નામ, જાણો કોણ છે મોખરે

પશ્ચિમ બંગાળમાં ભાજપની વિક્રમી જીત બાદ, કોલકાતાથી નવી દિલ્હી સુધી ઠેર ઠેર વિજયોત્સવની ઉજવણી કરાઈ રહી છે. આ મોટી જીત સાથે, પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાનની ખુરશી કોણ સંભાળશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પરિણામોમાં ભાજપે 206 બેઠકો મેળવી છે. આ વખતે, પાર્ટીએ અગાઉ 2021ની ચૂંટણી કરતાં વધુ 129 બેઠકો જીતી છે. મુખ્યપ્રધાનની શપથવિધી આગામી 9મી મેના રોજ યોજાશે.

West Bengal Chief Minister Swearing-in ceremony : 9 મેના રોજ શપથ ગ્રહણ, સુવેન્દુ કે મહિલા મુખ્ય પ્રધાન ? રેસમાં છે પાંચ નામ, જાણો કોણ છે મોખરે
| Edited By: | Updated on: May 05, 2026 | 2:52 PM

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક વિજય બાદ, ભાજપે નવા મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ સમારોહની તારીખ નક્કી કરી લીધી છે. પશ્ચિમ બંગાળ ભાજપ પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યના જણાવ્યા અનુસાર, રાજ્યના નવા મુખ્ય પ્રધાન 9 મેના રોજ શપથ ગ્રહણ કરશે. સુવેન્દુ અધિકારી હાલમાં મુખ્ય પ્રધાન પદની રેસમાં આગળ છે, જો કે અન્ય ચાર નામો પણ એટલા જ ચર્ચામાં છે જેમણે ભાજપને ઐતિહાસિક વિજય અપાવવામાં ખૂબ પરિશ્રમ કર્યો છે. જો કે ભાજપ હંમેશા ચર્ચામાં રહેલા નામ સિવાયના ઉમેદવારને મુખ્ય પ્રધાન બનાવીને સૌને આશ્ચર્યચકિત કરી દે છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપની વિક્રમી જીત બાદ, કોલકાતાથી નવી દિલ્હી સુધી ઠેર ઠેર વિજયોત્સવની ઉજવણી કરાઈ રહી છે. આ મોટી જીત સાથે, પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાનની ખુરશી કોણ સંભાળશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પરિણામોમાં ભાજપે 206 બેઠકો મેળવી છે. આ વખતે, પાર્ટીએ અગાઉ 2021ની ચૂંટણી કરતાં 129 વધુ બેઠકો જીતી છે.

2021ની ચૂંટણીમાં ભાજપને ફાળે 77 બેઠકો આવી હતી. મુખ્ય પ્રધાન પદની રેસમાં સૌથી આગળ છે સુવેન્દુ અધિકારી. છેલ્લા પાંચ વર્ષથી તેઓ રાજ્યમાં વિપક્ષના નેતા તરીકે સેવા આપી રહ્યા છે. આ ચૂંટણીઓમાં તેમણે હાલના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને તેમના જ મતવિસ્તાર ભવાનીપુરમાં હરાવ્યા છે. આ સંજોગોને જોતાં, મુખ્ય પ્રધાનપદની રેસમાં સુવેન્દુ અધિકારીને સૌથી આગળ માનવામાં આવે છે, જોકે, અન્ય રાજ્યોમાં મુખ્ય પ્રધાનને લઈને ભાજપના ટ્રેક રેકોર્ડને જોતાં, પાર્ટીએ ઘણીવાર આશ્ચર્યજનક નિર્ણયો કર્યાં છે.

પશ્ચિમ બંગાળના નવા મુખ્ય પ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ 9 મેના રોજ યોજાવાનો છે. આ સમારોહ અંગે જાહેર થયેલ તારીખને પશ્ચિમ બંગાળના ભાજપ પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી.

શું મુખ્ય પ્રધાન તરીકે ભાજપ કરશે મહિલાની પસંદગી ?

ભાજપ હંમેશા રાજકીય પંડિતો, વિશ્લેષકો અને ભાજપના જ નેતાગણને અંધારામાં રાખીને મુખ્ય પ્રધાન તરીકે આશ્ચર્ય પમાડે તેવા નામ પંસદ કરતું આવ્યું છે. આવા સંજોગોમાં, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન તરીકે કોણ હોઈ શકે છે ? આ સંદર્ભમાં પાંચ નામની યાદી સામે આવી છે. પશ્ચિમ બંગાળ અને ભાજપની રાજકીય ગતિવિધીઓથી માહિતગાર એવા રાજકીય વિશ્લેષકોનું માનીએ તો, મમતા બેનર્જીના વિરોધમાં, ભાજપ કોઈ મજબૂત મહિલા ઉમેદવારને મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લઈ શકે છે.

ભાજપ હાલમાં અનેક રાજ્યોમાં શાસન કરે છે. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં રેખા ગુપ્તાને બાદ કરતાં, તેની કોઈપણ રાજ્ય સરકારનું નેતૃત્વ હાલમાં કોઈ મહિલા દ્વારા સંભાળવામાં આવ્યું નથી. રાજકીય વિશ્લેષકો સૂચવે છે કે, જ્યારે ભાજપ ‘નારી વંદન’ (મહિલા સશક્તિકરણ) અને મહિલા અનામત જેવા મુદ્દાઓ પર દેશભરમાં વિપક્ષને સક્રિય રીતે ઘેરી રહી છે, ત્યારે જો કોઈ મહિલાને મુખ્યમંત્રીની ખુરશી સોંપવામાં આવે તો તે આશ્ચર્યજનક નહી હોય. મહિલા દાવેદારોમાં, મહાભારત ટીવી શ્રેણીની દ્રોપદી રૂપા ગાંગુલી હોઈ શકે છે. રૂપા ગાંગુલીએ સોનારપુર દક્ષિણથી જીત મેળવી છે. એટલું જ નહીં આસનસોલ દક્ષિણમાંથી જીતેલા અગ્નિમિત્રા પોલના નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. રૂપા ગાંગુલી ઘણા સમયથી ભાજપ સાથે સંકળાયેલા છે. તેમણે અગાઉ બંગાળમાં પાર્ટીની મહિલા પાંખ (મહિલા મોરચા)નું નેતૃત્વ પણ કરેલ છે.

Bengal elections : 385 મહિલાઓએ ચૂંટણી લડી

  • પશ્ચિમ બંગાળમાં 293 વિધાનસભા બેઠકો માટે જાહેર થયેલા પરિણામોમાં, મહિલાઓ નોંધપાત્ર સંખ્યામાં મતવિસ્તારોમાં વિજયી બની છે.
  • ભાજપ તરફથી વિજેતાઓમાં રૂપા ગાંગુલી, અગ્નિમિત્ર પોલ, શિખા ચેટર્જી અને તાપસી મંડલનો સમાવેશ થાય છે.
  • અગ્નિમિત્ર પોલ આસનસોલ દક્ષિણમાંથી જીત્યા હતા, જ્યારે રૂપા ગાંગુલી સોનારપુર દક્ષિણમાંથી ચૂંટાયા હતા.

સુવેન્દુની સાથે ત્રણ અન્ય નેતાઓ પણ દાવેદાર

ટીએમસીમાંથી ભાજપમાં જોડાયા પછી, સુવેન્દુ અધિકારી ભારતીય જનતા પાર્ટીના “પોસ્ટર બોય” બન્યા અને ત્યારબાદ, 2026 ની ચૂંટણીમાં “જાયન્ટ કિલર” બન્યા. મુખ્યમંત્રીની ખુરશી માટે, તેમને વર્તમાન પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય, ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ અને વર્તમાન કેન્દ્રીય રાજ્ય મંત્રી સુકાંત મજુમદાર તરફથી પડકારોનો સામનો કરવો પડી શકે છે. સુવેન્દુ અધિકારી પાસે મમતા સરકારમાં મંત્રી અને વિપક્ષના નેતા બંને તરીકે સેવા આપવાનો અનુભવ છે. હાલમાં તેઓ 55 વર્ષના છે, જ્યારે સમિક ભટ્ટાચાર્ય 62 વર્ષના છે. દિલીપ ઘોષ 61 વર્ષના છે, જ્યારે સુકાંત મજુમદાર હાલમાં માત્ર 46 વર્ષના છે. રૂપા ગાંગુલી 59 વર્ષના છે અને અગ્નિમિત્ર પોલ 51 વર્ષના છે. દિલીપ ઘોષની તાકાત એ છે કે તેમને બંગાળમાં ભાજપનો પાયો નાખવાનો શ્રેય આપવામાં આવે છે. વધુમાં, તેમને સતત RSSનો ટેકો મળ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન એવી વ્યક્તિ હશે ઓજે બંગાળી બોલે છે અને તેમણે બંગાળી માધ્યમથી શિક્ષણ મેળવ્યું હોય.

 

એપ્રિલ 2026માં યોજાયેલ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પુડુચેરી, આસામ, કેરળ વિધાનસભાની ચૂંટણી અંગેના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

Follow Us
Loading...
Unable to load recommendations.