વચન આપવામાં કંજૂસાઈ કેવી ? રાજસ્થાનમાં ચૂંટણી જીતવા ભાજપે આપ્યા અવનવા લોભામણા વચનો

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી જીતવા માટ ભાજપ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ માટે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા જયપુરમાં છે. બીજેપી તેના મેનિફેસ્ટોને સંકલ્પ પત્ર કહે છે. રાજસ્થાન માટે તેને 'અપનો આંગી રાજસ્થાન સંકલ્પ પત્ર' નામ આપવામાં આવ્યું છે.

વચન આપવામાં કંજૂસાઈ કેવી ? રાજસ્થાનમાં ચૂંટણી જીતવા ભાજપે આપ્યા અવનવા લોભામણા વચનો
BJP Announced Election Manifesto
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2023 | 3:01 PM

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જયપુરમાં છે. બીજેપી તેના મેનિફેસ્ટોને સંકલ્પ પત્ર કહે છે. રાજસ્થાન માટે તેને ‘આપનો આગી રાજસ્થાન સંકલ્પ પત્ર’ નામ આપવામાં આવ્યું છે. જે પી નડ્ડાએ, કોંગ્રેસ પાર્ટીના કાર્યકાળના છેલ્લા પાંચ વર્ષના કાર્યકાળની આકરી ટીકા કરી હતી.

કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કે, ભાજપે વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે. જે પી નડ્ડાએ કેન્દ્રની મોદી સરકાર દ્વારા અપાયેલા રોજગારી અંગેના નિમણૂક પત્રોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, છેલ્લા સાત મહિનામાં કેન્દ્ર સરકારે છ લાખ યુવાનોને સરકારી નોકરીના નિમણૂંકપત્રો આપવામાં આવ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા કહ્યું કે અમે રાજસ્થાનમાં ડબલ એન્જિનની સરકાર ઈચ્છીએ છીએ. જે પી નડ્ડાએ રાજસ્થાનની વર્તમાન અશોક ગેહલોતની સરકાર પર મહિલાઓ પરના અત્યાચારમાં વધારો થયો હોવાનુ, રાજસ્થાનમાં વ્યપક આર્થિક કૌભાંડ થયા હોવાનું, તુષ્ટિકરણ કરવામાં આવતુ હોવાનો આક્ષેપ કર્યો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

જે પી નડ્ડાએ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મુખ્યત્વે કઈ બાબતનો સમાવેશ કરાયો છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સરકારમાં લોકોને ફાયદો થશે. જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપના ઘોષણાપત્ર ત્રણ સ્તંભ આધારીત છે. જેમાં વિકાસ માટે સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસનો મંત્ર સામેલ છે, બીજા સ્તંભમાં ગામડાં-ગરીબ, વંચિત, પીડિત, અનુસૂચિત જાતિ, જનજાતિ, સ્ત્રીઓનું સશક્તિકરણનો સમાવેશ કરાયો છે. ત્રીજા સ્તંભમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉમેરવાનો સમાવેશ થાય છે.

રાજસ્થાનમાં ભાજપના ઘોષણાપત્રમાં મોટા વચનો

દિકરીઓને લઈને લાડો પ્રોત્સાહક યોજના શરૂ કરવામાં આવશે, આ લાડો પ્રોત્સાહક યોજના  હેઠળ બાળકીનો જન્મ થવા પર 2 લાખ રૂપિયાની બચત પદ્ધતિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે.

મુખ્ય પ્રધાન નિ:શુલ્ક સ્કૂટી યોજના હેઠળ 12મું પાસ કરનાર તેજસ્વી વિદ્યાર્થિનીઓને નિ:શુલ્ક સ્કૂટી આપવામાં આવશે.

રાજસ્થાનમાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જેમની જમીનની જાહેર હરાજી કરવામાં આવી હોય તેવા ખેડૂતોને યોગ્ય વળતર આપવા વળતરની નીતિ ભાજપના શાસનમાં લવાશે.

લખપતિ દીદી યોજના હેઠળ, રાજસ્થાનમાં 6 લાખથી વધુ ગ્રામીણ મહિલાઓને કૌશલ્ય પ્રશિક્ષણ આપવામાં આવશે.

પીએમ ઉજ્જવલા યોજના હેઠળ, તમામ ગરીબ પરિવારની મહિલાઓને રૂપિયા 450 માં સિલિન્ડર આપવામાં આવશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ વચન અંગે જણાવ્યું કે, આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને ગણવેશ વગેરે માટે 1200 રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવશે.

રાજસ્થાનના દરેક જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ સ્ટેશન બનાવાશે. સાથોસાથ મહિલા હેલ્પ ડેસ્ક અને રાજસ્થાનના તમામ મોટા શહેરોમાં એન્ટિ રોમિયો સ્કવોડ્સની રચના કરવામાં આવશે. જેના થકી દિકરીઓની છેડતી કરનારને શિક્ષા કરી શકાય.

જો રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવશે તો પ્રવાસનના દૃષ્ટિકોણથી, પર્યટનને પ્રોત્સાહન આપવા માટે, અમે પ્રવાસન કૌશલ્ય અભ્યાસક્રમો બનાવીશું અને પાંચ લાખ યુવાનોને તાલીમ આપીશું અને તેની સાથે અમે રોજગાર અને સ્વ-રોજગારની તકો પ્રદાન કરીશું.

નડ્ડાએ કહ્યું કે જો અમારી સરકાર આવશે તો પેપર લીક, ખાતર, મિડ ડે મીલ, માઈનિંગ, પીએમ હાઉસિંગ, જલ જીવન વગેરે જેવા કથિત કૌભાંડોની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવશે.

જો રાજસ્થાનમાં ભાજપ સત્તા ઉપર આવશે તો, આગામી 5 વર્ષમાં રાજસ્થાન રાજ્યમાં 2.5 લાખ બેરોજગારોને નોકરી આપવામાં આવશે એવુ પણ એક વચન ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવ્યું છે.

IITની તર્જ પર, રાજસ્થાનમાં દરેક વિભાગમાં રાજસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી અને રાજસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ખોલવામાં આવશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">