Punjab: ખેડૂતોના સંગઠનોની ચૂંટણી લડવાની જાહેરાત પર SKMએ કહ્યું- મોરચો બનાવવા સાથે કોઈ લેવાદેવા નથી
સંયુક્ત કિસાન મોરચા (SKM) એ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવાના ખેડૂતોના સંગઠનના નિર્ણયથી પોતાને દૂર રાખ્યા અને સ્પષ્ટ કર્યું કે ચૂંટણી લડવા માટે મોરચો બનાવવા સાથે તેમને કોઈ લેવાદેવા નથી.
પંજાબના 22 ખેડૂત સંગઠનોએ (Farmer Organizations) શનિવારે રાજ્યમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી (Assembly Election) લડવાની જાહેરાત કરી છે. જો કે, સંયુક્ત કિસાન મોરચા (SKM) એ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવાના ખેડૂતોના સંગઠનના નિર્ણયથી પોતાને દૂર રાખ્યા અને સ્પષ્ટ કર્યું કે ચૂંટણી લડવા માટે મોરચો બનાવવા સાથે તેમને કોઈ લેવાદેવા નથી. સંયુક્ત કિસાન મોરચા (SKM) એ સ્પષ્ટતા કરી કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લડવા માટે ‘સયુક્ત સમાજ મોરચો’ બનાવવાની પંજાબના કેટલાક ખેડૂત સંગઠનો દ્વારા આજની જાહેરાત સાથે તેને કોઈ લેવાદેવા નથી.
કિસાન મોરચાએ કહ્યું કે SKM કોઈપણ રાજકીય પક્ષને તેના બેનર અથવા પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવાની તેની નીતિને વળગી રહે છે.
જાન્યુઆરીમાં ચૂંટણી લડનાર ખેડૂત સંગઠનો અંગે નિર્ણય લેવામાં આવશે સાથે સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે આગામી વર્ષે 15 જાન્યુઆરીએ યોજાનારી આગામી રાષ્ટ્રીય SKM બેઠક નક્કી કરશે કે શું ખેડૂતોના સંગઠનો અને વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેનારા નેતાઓ SKMની અંદર રહી શકે છે. અગાઉ, ખેડૂતોના 22 સંગઠનોએ સાથે મળીને સંયુક્ત સમાજ મોરચા નામનું એક ચૂંટણી સંગઠન શરૂ કર્યું હતું.
ચંદીગઢમાં સંયુક્ત સમાજ મોરચાની શરૂઆત કરતી વખતે આ માહિતી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સંયુક્ત સમાજ મોરચા રાજ્યની તમામ 117 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડવા માટે તૈયાર છે.
SKM issued a clarification that they’ve nothing to do with today’s declaration by some Punjab farmer organisations to form a ‘Samyukt Samaj Morcha’ to contest assembly polls. SKM stands by its policy of not allowing any political party to use its banner/stage, the org added.
— ANI (@ANI) December 25, 2021
બલબીર સિંહ નવા રચાયેલા મોરચાનું નેતૃત્વ કરશે ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલ ચંદીગઢમાં નવા રચાયેલા મોરચાનું નેતૃત્વ કરશે. મોરચા દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં રાજેવાલે કહ્યું કે, પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 લડવા માટે એક નવો ‘સંયુક્ત સમાજ મોરચા’ની રચના કરવામાં આવી છે. ખેડૂતોના 22 સંગઠનોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. આપણે સિસ્ટમ બદલવાની જરૂર છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ આ મોરચાને સમર્થન આપે.
પંજાબમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે 22 ખેડૂત સંગઠનોએ પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો છે, જોકે 7 સંગઠનોએ ચૂંટણીથી દૂર રહેવાની જાહેરાત કરી છે. આ સંગઠનોમાંથી એક છે જય કિસાન આંદોલન.
આ પણ વાંચો : Jammu Kashmir Encounter: સુરક્ષા દળોને મળી મોટી સફળતા, ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓનો બોલાવ્યો ખાત્મો