કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) સોમવારે પંજાબના હોશિયારપુરમાં ચૂંટણી સભાને (Punjab Assembly Elections 2022) સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, ‘પીએમ નરેન્દ્ર મોદી કહેતા હતા કે તેઓ દરેકના બેંક ખાતામાં 15 લાખ રૂપિયા મોકલશે, 2 કરોડ યુવાનોને રોજગાર આપશે. શું કોઈને આ મળ્યું? તે ભ્રષ્ટાચાર અને રોજગાર પર કેમ બોલતા નથી? તેઓએ નોટબંધી કરી, જીએસટી લાગુ કર્યો. કોને ફાયદો થયો? તેમણે કહ્યું કે, એક વર્ષ સુધી પંજાબના ખેડૂતો ઠંડીમાં ભૂખ્યા રહ્યા હતા કારણ કે પીએમ મોદીએ તેમની મહેનત 2-3 અબજપતિઓને આપવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ વિરોધ દરમિયાન માર્યા ગયેલા ખેડૂતો માટે સંસદમાં 2 મિનિટનું મૌન પાળી શક્યા નહીં, વળતર ન આપ્યું, પરંતુ રાજસ્થાન અને પંજાબ સરકારે કર્યું.
‘નવી સોચ નવા પંજાબ’ રેલીમાં રાહુલે કહ્યું, હોશિયારપુર કૃષિનું કેન્દ્ર છે. અહીં ‘ફાર્મ ટૂલ્સ’ માટે એક કેન્દ્ર છે અને કોંગ્રેસ પાર્ટીની સરકાર અહીં ફૂડ પાર્ક અને મશીન ટૂલ્સનું ક્લસ્ટર બનાવવાનું કામ કરશે. તમે જે પણ ઉગાડશો, પછી તે પોટેટો ચિપ્સ હોય કે ટોમેટો કેચઅપ આ બધું અહીં ફૂડ પાર્કમાં બનાવવામાં આવશે.
તેમણે આગળ કહ્યું, તમે તમારા ખેતરમાં જે પાક ઉગાડશો સીધા જ તમે તેને તમારા ફાર્મમાંથી ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં લઈ જશો. બટાટા, ટામેટાં, મરચાં જે પણ ઉગાડશે, ખેડૂત તેને સીધા જ ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં લઈ જશે અને તેના પૈસા તેના ખાતામાં સીધા જ આવશે. રાહુલે કહ્યું, અમારી સામે પંજાબની ચૂંટણી છે અને આ કોઈ સામાન્ય ચૂંટણી નથી. તેમાં તમારે તમારી નવી સરકાર પસંદ કરવાની છે.
ચરણજીત સિંહ ચન્નીજી ગરીબ ઘરના પુત્ર છે, ગરીબીને ઊંડાણથી સમજે છે. જો તે સરકાર ચલાવે છે, તો તે અબજોપતિઓની સરકાર નહીં ચલાવે, તે પંજાબના ગરીબ લોકો, ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓ અને નાના અને મધ્યમ ઉદ્યોગો ચલાવનારાઓની સરકાર ચલાવશે.
રાહુલે કહ્યું, આજે દરેક રાજ્યમાં બેરોજગારી ફેલાઈ રહી છે. તેનું કારણ એ છે કે નરેન્દ્ર મોદીજીની સરકારે નાના અને મધ્યમ વેપારીઓ, નાના વેપારીઓ કે ખેડૂતો પર હુમલો કર્યો છે. આ હુમલો ત્યારે શરૂ થયો જ્યારે નરેન્દ્ર મોદીએ નોટબંધી શરૂ કરી. ડ્રગ્સની સમસ્યા પર તેમણે કહ્યું કે અમને ખબર છે કે પંજાબમાં ડ્રગ્સની સમસ્યા છે, અમે કાર્યવાહી કરી છે. અમે તેમના મિત્રો પર કાર્યવાહી કરી છે અને તે ચાલુ રાખીશું અને અમે પંજાબમાંથી ડ્રગ્સને નાબૂદ કરીશું.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળના 4 કોર્પોરેશનમાં TMCનો વિજય, 2 કોર્પોરેશનમાં ભાજપ ખાતુ પણ ના ખોલાવી શક્યુ