ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાના પરિણામો આવી રહ્યા છે. આ પરિણામોથી કોંગ્રેસને (Congress) મોટો ફટકો પડ્યો છે. ઉત્તર પ્રદેશમાં જ્યાં કોંગ્રેસનો દેખાવ પહેલા કરતા પણ ખરાબ જોવા મળી રહ્યો છે. પંજાબમાં કારમી હાર બાદ પણ કોંગ્રેસ આરોપ-પ્રત્યારોપની રાજનીતિમાં વ્યસ્ત છે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ 93 સીટો જીત્યા બાદ રણદીપ સુરજેવાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ હાર માટે કોંગ્રેસની નેતાગીરી કે અન્ય કોઈ નેતાને દોષી ઠેરવ્યા ન હતા, પરંતુ હાર માટે કેપ્ટન અમરિન્દર સિંહને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે કેપ્ટન અમરિંદર સિંહ સાડા ચાર વર્ષ પંજાબના સીએમ હતા અને જનતા તેમનાથી નારાજ હતી.
આ સાથે કોંગ્રેસે ગોવામાં પણ પોતાની હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) નિર્ણય લીધો છે કે કેન્દ્રીય કાર્ય સમિતિની બેઠક બોલાવવામાં આવશે, જેમાં હારની સમીક્ષા કરવામાં આવશે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે 5 રાજ્યોમાં ચૂંટણીના પરિણામો કોંગ્રેસની અપેક્ષાઓ વિરુદ્ધ છે.
અમે ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં સારા પરિણામોની અપેક્ષા રાખી હતી, પરંતુ અમે સ્વીકારીએ છીએ કે અમે લોકોના આશીર્વાદ મેળવવામાં નિષ્ફળ ગયા. અમે AAP અને ભગવંત માનને પંજાબ માટે અભિનંદન પાઠવીએ છીએ.
कांग्रेस अध्यक्षा सोनिया गांधी ने निर्णय लिया है कि वे बहुत ज़ल्द कांग्रेस कार्यसमिति की बैठक बुलाकर इन सभी हार के कारणों और पांचों राज्यों के चुनाव पर एक व्यापक अंतरमंथन कांग्रेस कार्यसमिती करेगी: कांग्रेस नेता रणदीप सुरजेवाला pic.twitter.com/rniQmw9U21
— ANI_HindiNews (@AHindinews) March 10, 2022
ANI ન્યૂઝ અનુસાર, રણદીપ સુરજેવાલાએ કહ્યું કે અમે ગોવા અને ઉત્તરાખંડમાં પૂરી તાકાતથી લડ્યા, પરંતુ જનતાને મનાવી શક્યા નહીં. અમે ધાર્મિક મુદ્દાઓ સિવાય પ્રજાના મુદ્દા પર ચૂંટણી લાવવાના સતત પ્રયાસ કર્યા છે. શિક્ષણ, આરોગ્યથી લઈને દરેક બાબતમાં અમે સંપૂર્ણ ધ્યાન આપ્યું છે, પરંતુ ભાવનાત્મક મુદ્દાઓ લોકો પર પ્રભુત્વ ધરાવે છે.
અમે ચૂંટણી જીતીએ કે હારીએ, પરંતુ અમે લોકોના મુદ્દાઓ પર કામ કરવાનું ચાલુ રાખીશું. અમે આત્મનિરીક્ષણ કરીશું અને હારના કારણો પર વિચાર કરીશું. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિર્ણય કર્યો છે કે કેન્દ્રીય કાર્ય સમિતિની બેઠક બોલાવવામાં આવશે, જેમાં હારની સમીક્ષા કરવામાં આવશે.
ANI ન્યૂઝ અનુસાર, કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે કહ્યું, ગોવાના લોકોના આદેશને સ્વીકારે છે. અમારા ઉમેદવારો સારી રીતે લડ્યા અને અમારા 11 ઉમેદવારો અને સાથી પક્ષના એક સભ્ય જીત્યા. ગોવાના લોકોએ ભાજપને જીતાડ્યો છે જેને અમે સ્વીકારીએ છીએ.