Punjab Election Result 2022: અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા સૂદ મોગા બેઠક પરથી પાછળ, ટ્રેન્ડમાં આ પાર્ટી છે આગળ

|

Mar 10, 2022 | 11:11 AM

મોગા પંજાબની હાઈપ્રોફાઈલ સીટમાંથી એક છે, ફિલ્મ અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા સૂદ અહીંથી ચૂંટણી મેદાનમાં ઉતરી છે.

Punjab Election Result 2022: અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા સૂદ મોગા બેઠક પરથી પાછળ, ટ્રેન્ડમાં આ પાર્ટી છે આગળ
Sonu Sood and his sister Malvika Sood

Follow us on

Punjab Election Result 2022: ફિલ્મ અભિનેતા સોનુ સૂદની(Actor Sonu Sood)  બહેન માલવિકા સૂદ(Malvika Sood)  મોગા બેઠક પરથી પાછળ ચાલી રહી છે. મતગણતરીના પહેલા રાઉન્ડ સુધીમાં તે ત્રીજા નંબરે જોવા મળી રહી છે.જ્યારે આમ આદમી (Aam Aadmi Party) પાર્ટીના ઉમેદવાર ડૉ.અમનદીપ કૌર પ્રથમ સ્થાન પર ચાલી રહ્યા છે. જ્યારે અકાલી દળના બરજિંદર સિંહ  બીજા સ્થાને યથાવત છે. તમને જણાવી દઈએ કે, મોગા પંજાબની હાઈપ્રોફાઈલ સીટમાંથી એક છે, ફિલ્મ અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા સૂદ અહીં ચૂંટણી મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસની ટિકિટ પર મેદાનમાં ઉતરેલી માલવિકા શરૂઆતના ટ્રેન્ડમાં પાછળ ચાલી રહી છે.

માલવિકા શરૂઆતના ટ્રેન્ડમાં પાછળ

કોગ્રેસ પાર્ટીમાંથી લડી રહેલી માલવિકાની લડાઈ તેની પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયેલ વર્તમાન ધારાસભ્ય હરજોત કમલની સાથે છે.આમ આદમી પાર્ટીના ડૉ.અમનદીપ કૌર અરોરા અને શિરોમણી અકાલી દળના બરજિન્દર સિંહની પણ લીડ જોવા મળી રહી છે.

ગત વખતે કોંગ્રેસને જીત મળી હતી

મોગા વિધાનસભા બેઠક શરૂઆતથી જ પંજાબની મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે. 5 વર્ષ પહેલા 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ સીટ જીતી હતી. કોંગ્રેસના હરજોત કમલ સિંહે આમ આદમી પાર્ટીના રમેશ ગ્રોવરને 1764 મતોથી હરાવ્યા હતા.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

મોગા વિધાનસભા બેઠક ફરીદકોટ જિલ્લામાં આવે છે. ફરીદકોટની વાત કરીએ તો આ બેઠક પરથી કોંગ્રેસના મોહમ્મદ સાદિક સાંસદ છે. તેમણે શિરોમણી અકાલી દળના ગુલઝાર સિંહને 83,356 મતોથી હરાવ્યા હતા.

કોંગ્રેસે 15 ચૂંટણીમાં 10 વખત જીત મેળવી

મોગા વિધાનસભા સીટ પર 1957થી વિધાનસભા ચૂંટણી લડવામાં આવી રહી છે. અત્યાર સુધી યોજાયેલી 15 વિધાનસભા ચૂંટણીઓમાંથી કોંગ્રેસ પાર્ટીએ 10 વખત જીત મેળવી છે. ડો. હરજોત કમલ પહેલા જોગીન્દર પાલ જૈન સતત ત્રણ વખત મોગા સીટ પરથી જીતી ચૂક્યા છે. તેઓ 2007 અને 2012માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા હતા, બાદમાં તેઓ શિરોમણી અકાલી દળમાં જોડાયા હતા અને તેના કારણે 2013માં પેટાચૂંટણી થઈ હતી, જેમાં જોગીન્દર પાલનો વિજય થયો હતો.

આ પણ વાંચો  : Punjab Election Results 2022: પંજાબના વલણોમાં AAPની લીડ ચાલુ, ભગવંત માનના ઘરે ઉજવણી શરૂ

Next Article