Punjab election: પંજાબ વિધાનસભાની ચૂંટણીને (Punjab Assembly Election) માત્ર ત્રણ દિવસ બાકી છે. તેની વચ્ચે કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદને કારણે નેતાઓની ફેરબદલ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે પંજાબમાં અમૃતસર કોંગ્રેસના કાઉન્સિલર પ્રિયંકા શર્મા, (Priyanka Sharma) મનદીપ આહુજા, ગુરજીત કૌર પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમૃતસરના મેયર કરમજીત સિંહ (Karamjit Singh) પાર્ટીમાં સામેલ થયા હતા. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (CM Arvind Kejriwal) હાજરીમાં સભ્યપદ લીધું હતુ.
અમૃતસરના મેયર કરમજીત સિંહ રિન્ટુએ AAPમાં જોડાયા બાદ કહ્યુ હતુ કે, હું ખૂબ જ ખુશ છું. તેણે કહ્યું કે મારું આમ આદમી પાર્ટી (AAP)માં જોડાવું પંજાબીઓ માટે સારું રહેશે. ઉલ્લેખનીય છે કે, રિન્ટુ અમૃતસર નોર્થનો મોટો ચહેરો છે. 2012ની ચૂંટણીમાં રિન્ટુને અમૃતસર ઉત્તરથી અનિલ જોશી સામે ટિકિટ આપવામાં આવી હતી. ત્યારબાદ કરમજીત સિંહ રિન્ટુનો પરાજય થયો હતો.
કરમજીત સિંહ રિન્ટુ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સુનીલ દત્તીની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે, કારણ કે રિન્ટુનો ઘણો મજબૂત આધાર છે, તેથી AAPના ઉમેદવાર કુંવર વિજય પ્રતાપ સિંહને તેનો સીધો ફાયદો મળવાનો છે. જો પાર્ટીના સૂત્રોનું માનીએ તો આ વખતે ઉત્તરીય સેગમેન્ટમાં SADના અનિલ જોશી અને AAPના ઉમેદવાર કુંવર વિજય પ્રતાપ વચ્ચે મુકાબલો છે. કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ અશ્વિની પપ્પુ અને વરિષ્ઠ નેતા રંજન અગ્રવાલ પણ દાતીના ચૂંટણી પ્રચારથી દૂર છે. જો કે, મંગળવારે બટાલા રોડ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના રોડ શો દરમિયાન આ બંને નેતાઓ ચોક્કસપણે દેખાયા હતા.
આ પહેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) અને AAPના નેતા ભગવંત માને દાવો કર્યો હતો કે તેઓએ શ્રી ચમકૌર સાહિબ અને ભદૌરમાં સર્વે કરાવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે CM ચરણજીત સિંહ ચન્ની બંને સીટો પર હારી રહ્યા છે. તેમના દાવા બાદ કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે.
આ પણ વાંચો : કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ : BJPમાં જોડાવાના મામલે ભડક્યા કોંગ્રેસ નેતા મનીષ તિવારી, આપ્યુ આ મોટુ નિવેદન