Punjab Election 2022: દેશના સૌથી વૃદ્ધ ઉમેદવારની થશે હાર ! 94 વર્ષની વયે પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યુ, જાણો તાજેતરની સ્થિતિ

|

Mar 10, 2022 | 1:21 PM

પંજાબ વિધાનસભા 2022ની ચૂંટણીની હાથ ધરાયેલ મતગણતરી ક્ષેત્રમાથી આવતા શરૂઆતી ટ્રેન્ડ મુજબ આમ આદમી પાર્ટી મોટી જીત તરફ આગળ વધી રહી છે અને લાંબી બેઠક પર વિધાનસભા ચૂંટણી લડી રહેલા સૌથી જૂના ઉમેદવાર અને પાંચ વખતના મુખ્યપ્રધાન રહી ચુકેલા પ્રકાશ સિંહ બાદલ પણ આપ પાર્ટીના ઉમેદવારથી પાછળ રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

Punjab Election 2022: દેશના સૌથી વૃદ્ધ ઉમેદવારની થશે હાર ! 94 વર્ષની વયે પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યુ, જાણો તાજેતરની સ્થિતિ
Prakash singh badal (File Image)

Follow us on

પંજાબ એસેમ્બલી 2022 (Punjab Election 2022) )ની મતગણતરી (vote Counting )માંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે દેશના સૌથી વૃદ્ધ ઉમેદવાર અને પંજાબના પાંચ વખત મુખ્યપ્રધાન રહી ચૂકેલા પ્રકાશ સિંહ બાદલ (Prakash Singh Badal) પણ લાંબી બેઠક પર હરીફ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના ઉમેદવાર કરતા પાછળ છે. 94 વર્ષની ઉંમરે પ્રકાશ સિંહ બાદલ પંજાબની લાંબી સીટ પરથી તેમના જીવનની 13મી ચૂંટણી લડી રહ્યા છે. જેમને આ વખતે આમ આદમી પાર્ટીના ગુરમીત સિંહ પાછળ છોડતા જોવા મળી રહ્યા છે. મત ગણતરીના તાજેતરના વલણો અનુસાર, બીજા રાઉન્ડ બાદ પ્રકાશ સિંહ બાદલ 1400 મતોથી પાછળ છે.

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 (Punjab Assembly Election 2022) ની ઈલેક્ટોરલ વોટ કાઉન્ટિંગમાંથી આવતા શરૂઆતી ટ્રેન્ડ મુજબ આમ આદમી પાર્ટી મોટી જીત તરફ આગળ વધી રહી છે અને લાંબી બેઠક પર વિધાનસભા ચૂંટણી લડી રહેલા સૌથી જૂના ઉમેદવાર અને પાંચ વખતના મુખ્યપ્રધાન રહી ચુકેલા પ્રકાશ સિંહ બાદલ પણ આપ ઉમેદવારથી પાછળ રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં, આમ આદમી પાર્ટી જે રીતે અન્ય તમામ પક્ષોના સપનાઓને સાફ કરી રહી છે તે રીતે પંજાબના રાજકારણમાં લાંબા સમયથી પ્રભુત્વ ધરાવતા પ્રકાશ સિંહ બાદલ પણ ટકી શક્યા નથી. નોંધનીય છે કે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં લાંબીની ગણતરી વીવીઆઈપીની સાથે હોટ સીટોમાં થાય છે. જેમાં તે પોતાના હરીફથી મોટા અંતરથી પાછળ રહેતા જોવા મળી રહ્યા છે.

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વૃદ્ધ ઉમેદવાર હોવાની સાથે, પ્રકાશ સિંહ બાદલ પંજાબના સૌથી યુવા મુખ્યપ્રધાન હોવાનો રેકોર્ડ પણ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, 1970માં 43 વર્ષની ઉંમરે તેઓ પંજાબના સીએમ બન્યા હતા. જ્યારે આ વખતની ચૂંટણીમાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા પછી ચૂંટણી મેદાનમાં રહ્યા. નોંધનીય છે કે પંજાબના રાજકારણમાં શિરોમણી અકાલી દળને મજબૂત બનાવવામાં પ્રકાશ સિંહ બાદલની ભૂમિકા મહત્વની રહી છે.

આ પણ વાંચો-

Top Movies Based on Politicians: રાજકારણીઓ પર આધારિત બાયોપિક ફિલ્મો, જેમાં અસલી રાજકારણ જોવા મળતું હતું

આ પણ વાંચો-

Yogi Adityanath Education: રાજનીતિ પહેલા ગણિતમાં હતી યોગી આદિત્યનાથની રૂચી, જાણો કેવું રહ્યું તેમનું વિદ્યાર્થી જીવન

Next Article