Punjab Election 2022: પંજાબ વિધાનસભાની ચૂંટણીને (Punjab Assembly Election) હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે હાલ નેતાઓ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર નિશાન સાધ્યું હતુ. તેમણે ચન્નીને (CM Charanjit Singh Channi) ભ્રષ્ટ ગણાવીને તેના પર આકરા પ્રહાર કર્યા હતા.
આ સાથે પંજાબમાં સરકાર બનાવવાનો દાવો પણ કર્યો છે. જેના પર હવે સીએમ ચન્નીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે આ કેજરીવાલના સર્વે નથી, જ્યાં 5 હજારની વાત કર્યા પછી લાખો કહો, આ ખુલ્લા સર્વે છે. કેજરીવાલ પાસે કહેવા માટે કંઈ નથી. મેં ઘણા મુદ્દાઓ ઉકેલ્યા છે. સિદ્ધુના નિવેદનને સમર્થન આપતાં તેમણે કહ્યુ કે, હું તેમના નિવેદન સાથે સહમત છું જેનાથી પંજાબમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે. મેં રાજ્યમાંથી રેતી માફિયાઓને ખતમ કર્યા છે. જેના કારણે આજે હું રેત માફિયા કેજરીવાલ માફિયાનો દુશ્મન બની ગયો છું.
પંજાબમાં EDના દરોડા બાદ ચરણજીત ચન્ની અને અરવિંદ કેજરીવાલ વચ્ચેની ખેંચતાણ વધી રહી છે. શુક્રવારે ચમકૌર સાહિબથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા સીએમ ચન્નીએ કેજરીવાલ સામે મોરચો ખોલ્યો હતો. ચન્નીએ કહ્યુ કે કેજરીવાલે હદ વટાવી દીધી છે. ઉપરાંત ચન્નીએ કેજરીવાલ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે તેમને માફી માંગવાની આદત છે.
ગડકરી, મજીઠિયા, જેટલીએ બધાની માફી માંગી છે. ચૂંટણીમાં તેઓ જૂઠું બોલીને લોકોને ગેરમાર્ગે દોરે છે. હું કેજરીવાલને માફી માંગીને છોડવાનો નથી. હું કેજરીવાલ સામે માનહાનિનો કેસ કરવા જઈ રહ્યો છું. જ્યારે પત્રકારોએ ચન્નીને પૂછ્યું કે કોંગ્રેસમાં સીએમનો ચહેરો કોણ બનશે, ચન્ની, સિદ્ધુ કે જાખડ તો તેમણે કહ્યું કે આ થોડા સમયમાં જ સ્પષ્ટ થઈ જશે.
આ પણ વાંચો : ભારત માટે ખતરાની ઘંટી ? હિંદ મહાસાગરમાં Iran, Russia અને Chinaની સંયુક્ત કવાયત શરૂ
Published On - 6:08 pm, Fri, 21 January 22