પંજાબ વિધાનસભા ચૂંટણી 2022 (Punjab Assembly Elections 2022) માટે કોંગ્રેસની ‘પંજાબ ફતેહ’ રેલી, પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની (Rahul Gandhi) આગેવાનીમાં ગુરુવારે જલંધરમાં શરૂ થઈ. આ દરમિયાન રાહુલ ગાંધીની હાજરીમાં પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પાર્ટીના રાજ્ય પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ મોટી જાહેરાત કરી હતી. પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તરફ ઈશારો કરતા બંને નેતાઓએ કહ્યું કે અમારી વચ્ચે કોઈ લડાઈ નથી. પંજાબની ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરો. પંજાબ કોંગ્રેસમાં સીએમ પદને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. હાઈકમાન્ડ માટે પણ સીએમનો ચહેરો માથાનો દુખાવો બની ગયો હતો. જેનો હવે ઉકેલ આવે તેમ લાગી રહ્યું છે.
તાજેતરમાં પંજાબમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી પદને લઈને સતત લડાઈ ચાલી રહી છે. એક તરફ સીએમ ચરણજીત સિંહ ચન્ની અને બીજી તરફ પંજાબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ હાઈકમાન્ડની માથાનો દુખાવો વધારી દીધો હતો.
સિદ્ધુ ભલે પ્રદેશ અધ્યક્ષ હોય, પરંતુ થોડા દિવસો પહેલા તેઓ પોતાને આગામી સીએમ તરીકે પ્રોજેક્ટ કરતા જોવા મળ્યા હતા. પાર્ટીનો મેનિફેસ્ટો આવે તે પહેલા જ તેમણે ચંદીગઢમાં પોતાનું અલગ પંજાબ મોડલ આગળ ધપાવ્યું હતું. સિદ્ધુના આ પંજાબ મોડલના બેનરમાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની તસવીર જ ગાયબ હતી.
There is no fight between us. Announce chief minister face for Punjab polls, we (Punjab Congress) will stand united: Punjab CM Charanjit Singh Channi said during a gathering where Congress leader Rahul Gandhi was also present pic.twitter.com/c3tkX5S408
— ANI (@ANI) January 27, 2022
સિદ્ધુએ કોંગ્રેસ હાઈકમાન્ડને પણ ખુલ્લો પડકાર ફેંક્યો હતો. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘ભાઈ સીએમ પંજાબના લોકો બનાવશે. તમને કોણે કહ્યું કે હાઈકમાન્ડ સીએમ બનાવશે? પંજાબના લોકોએ પાંચ વર્ષ પહેલા ધારાસભ્ય પણ બનાવ્યા હતા. હું ધારાસભ્ય બનીશ કે નહીં, તે પંજાબની જનતાએ નક્કી કરવાનું છે. જ્યારે કોઈ એજન્ડા હશે ત્યારે પંજાબની જનતા નિર્ણય લેશે. તો આ વાત ભૂલી જાવ. પંજાબની જનતાએ ધારાસભ્ય બનાવવાના છે અને પંજાબના લોકોએ મુખ્યમંત્રી બનાવવાના છે. તેથી કોઈ ગેરસમજ ઊભી કરશો નહીં.