શું હતી પ્રશાંત કિશોરની એ ભવિષ્યવાણી? જેમા PK એ કહ્યુ હતુ લખીને રાખો… નહીં તો છોડી દઈશ રાજનીતિ

પ્રશાંત કિશોરની પાર્ટી જન સુરાજનું પ્રદર્શન બિહારમાં અત્યંત નિરાશાજનક રહ્યુ છે. તેમની પાર્ટી તમામ બેઠકો પર પાછળ ચાલી રહી છે. આ તમામ વચ્ચે હવે તેમના રાજનીતિક ભવિષ્યને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે.

શું હતી પ્રશાંત કિશોરની એ ભવિષ્યવાણી? જેમા PK એ કહ્યુ હતુ લખીને રાખો... નહીં તો છોડી દઈશ રાજનીતિ
| Updated on: Nov 14, 2025 | 3:50 PM

પ્રશાંત કિશોર માટે બિહારની વિધાનસભા ચૂંટણી એક રાજકીય દુર્ઘટના સાબિત થઈ છે. તેમની પાર્ટી જનસુરાજને ગેમ ચેન્જરની સાથે-સાથે ત્રિપાંખીયા જંગનો દાવેદાર ગણવામાં આવતી હતી. પરંતુ આ ચૂંટણીમાં પાર્ટીની જાણે પાળ પીટાઈ ગઈ છે. બિહારની 243 સીટોમાંથી એક પણ સીટ પર પીકેની પાર્ટી આગળ નથી ચાલી રહી. તેમના તમામ ઉમેદવારોની સ્થિતિ ખરાબ છે. બિહારની રાજધાની પટનાની કુમ્હરાર સીટ પર તો તેમની જીતની પ્રબળ દાવેદારી કરાઈ રહી હતી પરંતુ આ સીટ પર પણ પીકેની પાર્ટી ત્રીજા નંબર ચાલી રહી છે.

PKનો મોટો દાવો, જેડીયુ 25 બેઠકો પર સમેટાઈ જશે?

જ્યારે એનડીએ ગઠબંધન બિહાર ચૂંટણીમાં જંગી જીત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે પ્રશાંત કિશોરના બોલ્ડ નિવેદનોની હવે ચર્ચા થઈ રહી છે. હકીકતમાં, પ્રશાંત કિશોરે ચૂંટણી પહેલા દાવો કર્યો હતો કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી, જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) 25 થી વધુ બેઠકો જીતી શકશે નહીં. પીકેએ દાવો કર્યો હતો કે જો નીતિશ કુમારની પાર્ટી 25 થી વધુ બેઠકો જીતશે, તો તેઓ રાજનીતિ છોડી દેશે. આવી સ્થિતિમાં, હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું પ્રશાંત કિશોર પોતાના શબ્દ પર અડગ રહેશે અને રાજકારણમાંથી નિવૃત્તિ લેશે. પીકેએ તેમની પાર્ટી, જનસુરાજ માટે સંભવિત બેઠકોની સંખ્યા પણ જાહેર કરી. તેમણે કહ્યું કે તેમની પાર્ટી કાં તો 150 થી વધુ બેઠકો જીતશે અથવા 10 થી પણ ઓછી બેઠકો જીતશે.

પ્રશાંત કિશોરે ભવિષ્ય વિશે શું કહ્યું?

એક ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં સહિત અનેક જાહેર સભાઓમાં, પ્રશાંત કિશોરે કહ્યું હતું કે જેડીયુ 25 થી ઓછી બેઠકો જીતશે. જો આ સાચું નહીં પડે, તો તેઓ (પ્રશાંત કિશોર) રાજકારણ છોડી દેશે. તેમણે કહ્યું હતું કે, “લેખિતમાં લો, કોઈપણ સંજોગોમાં એનડીએ સરકાર નહીં બને. નવેમ્બર પછી નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી નહીં રહે. બિહારમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે.” દરમિયાન, એક ટીવી ચેનલના એન્કરે તેમને પૂછ્યું કે જો જેડીયુ 25 થી વધુ બેઠકો જીતે તો પ્રશાંત કિશોર રાજકારણ છોડી દેશે. પીકેએ બે વાર કહ્યું કે જો તેમની ભવિષ્ટવાણી ખોટી સાબિત થશે તો તેઓ રાજકારણ છોડી દેશે. તેમણે એમ પણ કહ્યું કે જો જનસુરાજ જીતે અને જેડીયુ વિશેની તેમની આગાહી સાચી ન પડે, તો પણ તેઓ રાજકારણ છોડી દેશે.

1985 પછી ક્યારેય વિધાનસભાની ચૂંટણી ન લડનારા નીતિશ કુમાર કેવી રીતે બન્યા બિહારના મુખ્યમંત્રી?