Jammu Kashmir Election Result : બડગામ બેઠક પર ઓમર અબ્દુલ્લાનો 18485 મતે વિજય, જમ્મુ કાશ્મીરના CM બનશે

|

Oct 08, 2024 | 2:21 PM

નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલાએ બડગામ બેઠક પરથી જીત મેળવી છે. ઓમરે જમ્મુ કાશ્મીરની બડગામ બેઠક પરથી ચૂંટણી લડવા ઉપરાંત અન્ય બેઠક પરથી પણ ઝંપલાવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં ઈન્ડિયા એલાયન્સને સ્પષ્ટ બહુમતી મળી રહી હોવાથી જમ્મુ કાશ્મીરમાં મુખ્ય પ્રધાન બની શકે છે ઓમર અબ્દુલ્લા.

Jammu Kashmir Election Result : બડગામ બેઠક પર ઓમર અબ્દુલ્લાનો 18485 મતે વિજય, જમ્મુ કાશ્મીરના CM બનશે
Image Credit source: x.com/OmarAbdullah

Follow us on

જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી મેળવી રહી છે. 90 બેઠકની વિધાનસભામાં ઈન્ડિયા એલાયન્સની જીત થઈ છે. નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લાએ બડગામ બેઠક પરથી 18485 મતે વિજય પ્રાપ્ત કર્યો છે. બડગામ બેઠકની હાથ ધરાયેલ મતગણતરીમાં કુલ 13 રાઉન્ડ મતગણતરી યોજાઈ હતી. કુલ આઠ ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા.

ઓમર અબ્દુલ્લાએ તેમના નજીકના પ્રતિસ્પર્ધી જમ્મુ કાશ્મીર પિપલ્સ ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર આગા સૈયદ મુંતજીર મહેંદી કરતા બમણા મત મેળવ્યા હતા. સૈયદ મુંતજીર મહેંદીને 17525 મત મળ્યા હતા. જ્યારે નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લાને 36010 મત મળ્યા હતા. આમ ઓમર અબ્દુલ્લાએ 18485 મતે વિજય મેળવ્યો હતો. બડગામ બેઠક પર ચૂંટણી લડેલા આઠ પૈકી છ ઉમેદવારો સાડા ત્રણ હજારથી પણ વધુ મત મેળવી શકયા નહોતા. નોટાને 1757 મત મળ્યાં હતા.

જમ્મુ-કાશ્મીરના સૌથી યુવા મુખ્યમંત્રી તરીકે ઓમર અબ્દુલ્લા રહી ચૂક્યા છે. ઓમર અબ્દુલ્લા અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રીય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના રમખાણો બાદ ઓમર અબ્દુલ્લા કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે જમ્મુ કાશ્મીરમાં 2009માં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. પરંતુ 2014માં નેશનલ કોન્ફરન્સને હારનો સામનો કરવો પડ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે 2024માં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં ઓમર અબ્દુલ્લા બારામુલા બેઠક પરથી જેલમાં બંધ એન્જિનિયર રાશિદ સામે હાર્યા હતા.

રોજ સવારે ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવાથી જાણો શું થાય છે?
Avocado : એવોકાડોમાં છે 3 વિટામીનનો ત્રિવેણી સંગમ, આંખો માટે છે ખૂબ જ ફાયદાકારક
રાજલ બારોટે સિંગિંગ ક્ષેત્રે પિતાની જેમ કાઠુ કાઢ્યું છે, જુઓ ફોટો
સોડા સાથે વ્હીસ્કી પીનારાઓએ જાણી લેવી જોઈએ આ મહત્વની વાત
કાળુ ડિબાંગ અંધારુ કરીને સૂવાના છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 08-10-2024

ઓમર અબ્દુલ્લાનો જન્મ બ્રિટનમાં થયો હતો. તેમને રાજકારણ વારસામાં મળ્યું છે. ઓમર અબ્દુલ્લાના પિતા ફારૂક અબ્દુલ્લા અને દાદા શેખ અબ્દુલ્લા પણ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. 2014માં યોજાયેલ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં, ઓમર અબ્દુલ્લા બે બેઠકો – સોનવર અને બીરવાહ પરથી ચૂંટણી લડયા હતા. બીરવાહ બેઠક પરથી જીત્યા હતા.

Published On - 2:19 pm, Tue, 8 October 24

Next Article