મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીએ જ્યાં કર્યો પ્રચાર ત્યાં કોંગ્રેસના સૂપડાસાફ !

|

Nov 23, 2024 | 5:59 PM

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીના વલણો અને પરિણામો પર નજર કરીએ તો ઘણી રસપ્રદ હકીકતો સામે આવી રહી છે. એક હકીકત એ પણ જોવા મળી રહી છે કે રાહુલ ગાંધી જ્યાં પણ મહારાષ્ટ્રમાં પ્રચાર કરવા આવ્યા હતા ત્યાં કોંગ્રેસના સૂપડાસાફ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીએ જ્યાં કર્યો પ્રચાર ત્યાં કોંગ્રેસના સૂપડાસાફ !
Rahul Gandhi

Follow us on

મહારાષ્ટ્રમાં મહાયુતિ મોટી જીત નોંધાવી રહી હોય તેવું લાગી રહ્યું છે અને ભાજપ આ જૂથમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યું છે. આ ચૂંટણીઓમાં મહાવિકાસ આઘાડીએ મોટા દાવા કર્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની ઘણી રેલીઓમાં કહ્યું હતું કે આ વખતે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર બનવા જઈ રહી છે. પરંતુ આવું થતું જણાતું નથી. અત્યાર સુધીના વલણો અને પરિણામો પર નજર કરીએ તો ઘણી રસપ્રદ હકીકતો સામે આવી રહી છે.

એક હકીકત એ પણ જોવા મળી રહી છે કે રાહુલ ગાંધી જ્યાં પણ મહારાષ્ટ્રમાં પ્રચાર કરવા આવ્યા હતા ત્યાં કોંગ્રેસના સૂપડાસાફ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીએ જે સીટો માટે પ્રચાર કર્યો હતો તેમાંથી મોટાભાગની સીટો પર મહાવિકાસ આઘાડીના ઉમેદવારો હારતા જોવા મળી રહ્યા છે. આ લેખ લખાય છે, ત્યાં સુધીમાં મહાવિકાસ અઘાડી 288માંથી માત્ર 51 સીટો પર આગળ ચાલી રહી છે. તો મહાયુતિ 220થી વધુ સીટો પર આગળ ચાલી રહી છે.

આ બેઠકો પર રાહુલે પ્રચાર કર્યો હતો

મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન, રાહુલ ગાંધીએ નંદુરબાર, ધમણગાંવ રેલવે, નાગપુર પૂર્વ, ગોંદિયા, ચિમુર, નાંદેડ ઉત્તર અને બાંદ્રા પૂર્વ બેઠકો પર ચૂંટણી રેલીઓ યોજી હતી. આ ચૂંટણી રેલીઓમાં ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ આ ભીડ મતમાં પરિવર્તિત થઈ ન હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલી મતગણતરી એ દિશામાં ઈશારો કરી રહી છે. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં 7 વિધાનસભા બેઠકો પર ચૂંટણી રેલીઓ યોજી હતી, જેમાંથી મહાવિકાસ અઘાડીના ઉમેદવારો માત્ર 1 બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
બેઠક વલણ/જીત
નંદુરબાર ભાજપ આગળ
ધમણગાંવ રેલવે ભાજપ આગળ
નાગપુર પૂર્વ  ભાજપ આગળ
ગોંદિયા ભાજપ આગળ
ચિમુર ભાજપ જીત
નાંદેડ ઉત્તર શિવસેના (એકનાથ શિંદે જૂથ) આગળ
બાંદ્રા પૂર્વ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ આગળ

મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની રેલીઓની શું અસર થશે ?

બાંદ્રા પૂર્વ (શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ) એકમાત્ર બેઠક છે, જ્યાંથી મહાવિકાસ આઘાડી આગળ છે. રાહુલ ગાંધી અહીં પ્રચાર માટે આવ્યા હતા. આના પરથી તમે કલ્પના કરી શકો છો કે મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની રેલીઓની શું અસર પડી.

Next Article