Loksabha Election : કોંગ્રેસે સુરેન્દ્રનગરમાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને આપી ટિકિટ, અહીં ચુવાળિયા V/S તળપદાનો જંગ જોવા મળશે

|

Apr 12, 2024 | 2:32 PM

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું પ્રચાર અભિયાન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણાનુ નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે.સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ચંદુભાઈ શિહોરા અને તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

Loksabha Election : કોંગ્રેસે સુરેન્દ્રનગરમાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને આપી ટિકિટ, અહીં ચુવાળિયા V/S તળપદાનો જંગ જોવા મળશે

Follow us on

Loksabha Election :ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું પ્રચાર અભિયાન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણાનુ નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે.સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ચંદુભાઈ શિહોરા અને તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

સુરેન્દ્રનગર એ ગુજરાતની નવમા નંબરની લોકસભા બેઠક છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીમડી, વઢવાણા, ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભાનો સમાવેશ થાય છે. સુરેન્દ્નનગર લોકસભા મતવિસ્તારમાં 40 ટકા જેટલા કોળી મતદારો ઉપરાંત ક્ષત્રિય, માલધારી-ભરવાડ, પાટીદાર, દલિત, મુસ્લિમ મતદારોનું પ્રમાણ 10-10 ટકા જેટલી છે. બાકી રહેલા મતદારોમાં બ્રાહ્મણ-વાણિયા સહિતના સવર્ણો અને સથવારા સમાજના મતદારો મુખ્ય છે.

કોણ છે ઋત્વિક મકવાણા ?

ઋત્વિક મકવાણા શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે અને તેમના પરિવારમાંથી કરમશીભાઈ મકવાણા કોંગ્રેસમાંથી પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ સવશીભાઈ મકવાણા પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. ચોટીલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઇ વર્ષોથી શિક્ષણ રાજકારણ સાથે સંકળાયેલા છે. ઋત્વિકભાઈ મકવાણા હાલ પાર્લામેન્ટરી બોર્ડ મેમ્બર અને સેવાદળ પ્રદેશ અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય તળપદા કોળી સમાજના પ્રમુખ સ્થાન ધરાવે છે.

Makhana : શિયાળામાં શેકેલા મખાના કયા સમયે ખાવા જોઈએ, નિષ્ણાતો પાસેથી જાણો
કાગળના બોક્સ પર છત્રીનું નિશાન કેમ દોરેલું હોય ? નહીં જાણતા હોવ તો પસ્તાશો
Vastu Tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સીડી બનાવવી જોઈએ ?
Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'

 

 

Published On - 9:27 am, Wed, 10 April 24

Next Article