Karnataka : રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની, અમિત શાહ બેંગ્લોર પહોંચ્યા, નેતૃત્વ પરિવર્તન અને કેબિનેટમાં ફેરબદલની ચર્ચા કરી શકે છે

ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah ) અત્યારે કર્ણાટકના પ્રવાસે ગયા છે. અહીં તેઓ રાજ્યની રાજકીય સ્થિતિ જાણવાનો પ્રયાસ કરશે. રાજ્યમાં ચૂંટણી થવાની છે. આ સાથે તેઓ કેબિનેટ ફેરબદલ અંગે પણ ચર્ચા કરી શકે છે.

Karnataka : રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની, અમિત શાહ બેંગ્લોર પહોંચ્યા, નેતૃત્વ પરિવર્તન અને કેબિનેટમાં ફેરબદલની ચર્ચા કરી શકે છે
Amit Shah - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 8:26 AM

કર્ણાટકમાં (Karnataka) 2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ (BJP) માટે 150 સીટોનો લક્ષ્યાંક નક્કી કર્યાના માત્ર 1 મહિના બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah) ગઈકાલે મોડી રાત્રે બેંગલુરુ પહોંચ્યા હતા. આ વખતે તેમની મુલાકાત રાજ્યમાં નેતૃત્વમાં સંભવિત ફેરફાર અને કેબિનેટમાં ફેરબદલ અથવા વિસ્તરણની અટકળો વચ્ચે આવી છે. બેંગલુરુમાં તેમના આગમન પર, શાહનું HAL એરપોર્ટ પર મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ, તેમના કેબિનેટના ઘણા સભ્યો, કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી અને અન્ય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત શાહ ગત તા. 1 એપ્રિલે કર્ણાટકની મુલાકાતે ગયા હતા.

ત્યાં તેમણે કર્ણાટક રાજ્ય ભાજપ કોર કમિટીની બેઠકમાં ભાગ લીધો હતો. તે દરમિયાન બીજેપી પાર્ટી માટે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા હતા અને આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટીને વધુ મજબુત બનાવવાની રીત અને અન્ય પક્ષોના નેતાઓને સામેલ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના 1 વર્ષ કરતા પણ ઓછા સમય પહેલા યોજાનારી અમિત શાહની મુલાકાતને સત્તાવાર મુલાકાત તરીકે ગણવામાં આવી રહી છે.

આ મુલાકાત દરમિયાન, અમિત શાહ રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા અને અન્ય નેતાઓને મળીને પાર્ટીની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરે તેવી શક્યતા છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

નેતાઓ રાજ્યના મુખ્યાલયમાં મળશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, નેતાઓ બોમાઈના નિવાસસ્થાને ઔપચારિક લંચ માટે મળશે, અને ત્યારબાદ સાંજે પાર્ટીના રાજ્ય મુખ્યાલયમાં નેતાઓની બેઠક યોજાશે. યેદિયુરપ્પાએ શિમોગામાં પત્રકારોને જણાવ્યું છે કે, “અમિત શાહ આવી રહ્યા છે, અને હું તેમને મળીશ. તે રાજ્યની રાજકીય સ્થિતિ જાણવાનો પ્રયાસ કરશે. રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે, વડાપ્રધાન અને અમિત શાહે કર્ણાટકને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે. તેઓ સંભવતઃ આગામી વિધાનસભા ચૂંટણી માટે અમે નક્કી કરેલા 150 બેઠકોના લક્ષ્ય સુધી પહોંચવા માટે સૂચનો આપશે.”

અમિત શાહ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે

આજે, ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં સન્માન સમારોહમાં શાહની સહભાગિતા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ બસવ જયંતિના અવસર પર 12મી સદીના સમાજ સુધારક અને લિંગાયત સંત બસવન્નાને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં લિંગાયતો એક પ્રભાવશાળી સમુદાય અને ભાજપની મજબૂત વોટ બેંક માનવામાં આવે છે.

બોમ્માઈ પર વિધાનસભા ચૂંટણી પહેલા તેમના મંત્રીમંડળમાં ફેરબદલ અથવા વિસ્તરણ કરવા માટે દબાણ છે, અને તેમણે પહેલેથી જ સંકેત આપ્યો છે કે તેઓ અમિત શાહની મુલાકાત દરમિયાન આ મુદ્દા પર ચર્ચા કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો – દેશના 14 કરોડ ખેડૂતોને મોટી રાહત, મોદી સરકાર આપશે 2.5 લાખ કરોડની ખાતર સબસિડી

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">