Karnataka ElectionResult2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે આવવાના છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. થોડા સમય બાદ સવારે 10 વાગ્યાથી ટ્રેન્ડ આવવા લાગશે. આ વખતે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનશે કે ભાજપ ફરી સત્તામાં આવશે તે બપોર સુધીમાં લગભગ સ્પષ્ટ થઈ જશે.
સીએમ બોમાઈ, કોંગ્રેસ ચીફ ડીકે શિવકુમાર, પૂર્વ સીએમ સિદ્ધારમૈયા, કુમારસ્વામી સહિત 2615 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં બંધ છે. કેટલાક એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીતનો દાવો કરવામાં આવ્યો છે તો કેટલાકમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કર્ણાટકમાં 10 મેના રોજ 224 સીટો પર મતદાન થયું હતું. 73 ટકાથી વધુ મતદાન થયું હતું. કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામો સંબંધિત તમામ અપડેટ્સ માટે TV9 સાથે જોડાયેલા રહો…
Karnataka Election Results 2023: કર્ણાટક રાજ્ય માટે આજે મહત્વનો દિવસ હતો. આજે 13 મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરુ થઈ હતી. જેમાં કોંગ્રેસ પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી. કોંગ્રેસની આ સફળતામાં રાહુલ ગાંધી એ મહત્વનો ભાગ ભજવ્યો હતો. રાહુલ ગાંધીએ વર્ષ 2022માં ભારત જોડો યાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન તેણે કર્ણાટકમાં 21 દિવસમાં 557 કિમીનું અંતર કાપ્યું હતું. આ દરમિયાન તે હજારો લોકોને મળ્યો હતો.
મેં રાજીનામું આપી દીધું છે અને રાજ્યપાલે તેનો સ્વીકાર કર્યો છેઃ કર્ણાટકના સીએમ બોમાઈ
Karnataka CM and BJP leader Basavaraj Bommai tendered his resignation to Governor Thawar Chand Gehlot following BJP’s defeat in #KarnatakaElectionResults2023 #TV9News pic.twitter.com/tEqnsajR1m
— Tv9 Gujarati (@tv9gujarati) May 13, 2023
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને આ વખતે કોંગ્રેસનો વિજય થયો છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ ફળ આપ્યું અને કર્ણાટકમાં ભાજપને તેની ગાદી ગુમાવવી પડી હતી. તેના પર દરેક કોંગ્રેસ પાર્ટીને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને રાહુલ ગાંધીના વખાણ પણ કરી રહ્યા છે. જો કે રાહુલ ગાંધીને કર્ણાટકની ચૂંટણી સાથે સીધો કોઈ લેવાદેવા નથી, પરંતુ દેશભરમાં તેમનો રોડ શો અને ભાજપને હરાવીને તેમની પાર્ટીનું સત્તા પર આવવું એ કોઈ મોટી ઉપલબ્ધિથી ઓછી નથી. હવે સાઉથના સુપરસ્ટાર કમલ હસને રાહુલ ગાંધીના વખાણ કર્યા છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ ગુજરાત કોંગ્રેસે ભવ્ય ઉજવણી કરી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સહિત અલગ અલગ જગ્યા પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ એકબીજાને મોઢું મીઠું કરાવી તેમજ ઢોલ-નગારાના તાલે ઝૂમી જીતની ઉજવણી કરી હતી. ઉજવણી પૂર્વે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું કે કોંગ્રેસે જે કહ્યું હતું એ કરી બતાવ્યું, અન્ય રાજ્યોમાં જ્યાં અમારી સરકાર ચાલે છે ત્યાં વચનો આપી તેનું પાલન કર્યું છે. એની અસર કર્ણાટકમાં જોવા મળી. આ જીત બાદ ભાજપને વિનંતી કે નફરતની રાજનીતિ છોડે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામમાં કોંગ્રેસ પાર્ટીને બમ્પર જીત મળી છે. રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીની વાપસી થઈ છે. 224 બેઠકોમાંથી કોંગ્રેસ પાર્ટીને 136 બેઠકો મળી છે જ્યારે ભાજપને માત્ર 65 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કર્ણાટકમાં જે મતવિસ્તારમાં હિજાબ વિવાદ થયો હતો ત્યાં ભાજપના ઉમેદવારે જંગી જીત મેળવી છે. ઉડુપી વિધાનસભા બેઠક પર ભાજપના યશપાલ સુવર્ણા વિજયી જાહેર થયા છે. યશપાલ સુવર્ણાએ INC પાર્ટીના પ્રસાદરાજ કંચનને હરાવ્યા છે. યશપાલ સુવર્ણાને 97079 વોટ મળ્યા, જ્યારે INC ઉમેદવારને 63804 વોટ મળ્યા. એટલે કે સુવર્ણાએ કંચનને 32776 મતોના માર્જિનથી હરાવ્યા.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ દ્વારા કોઈ નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી નથી. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર એક-બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવશે. પાર્ટીનું કહેવું છે કે કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળી છે, તેથી કોઈ પણ પ્રકારનો ખતરો નથી. કોંગ્રેસ હવે આરામથી સરકાર બનાવશે. અહીં ધારાસભ્ય દળની બેઠકમાં એક લીટીનો ઠરાવ પસાર કરવાનો રહેશે કે અમે નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ પર છોડીએ છીએ.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો જ્વલંત વિજય થયો છે. ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસની જીતના ગુજરાતમાં પણ પડઘા પડ્યા છે. વલસાડ ઉમરગામના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણ પાટકરે કર્ણાટકની જીતને લઈને ટકોર કરી છે. ઉમરગામ નગરપાલિકાના નવા મકાનના લોકાર્પણ પ્રસંગે તેમના સંબોધનમાં રમણ પાટકરે નગરસેવકોને અને કાર્યકરોને પ્રજાની સમસ્યાનો સમયસર ઉકેલ લાવવા ટકોર કરી, તેમણે જણાવ્યુ કે જો પ્રજાના કામ સમયસર નહીં થાય તો પદાધિકારીઓ અને પ્રજા વચ્ચેનું અંતર વધી જશે. જેના કારણે ગુજરાતમાં પણ કર્ણાટકવાળી થઇ શકે છે. તેમણે જણાવ્યુ કે નગર પાલિકામાં પાણી લાઈટ ડ્રેનેજની કોઈપણ ફરિયાદ આવે તો અરજદાર સાથે જન સંપર્ક કરીને લોકોના કામ વહેલી તકે કરવા. ઉમરગામ નગર પાલિકાને લોકોના કામોને ઝડપથી વેગ આપવા જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. કોંગ્રેસને અભિનંદન આપતા પીએમ મોદીએ કહ્યું કે લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે મારી શુભકામનાઓ.
Congratulations to the Congress Party for their victory in the Karnataka Assembly polls. My best wishes to them in fulfilling people’s aspirations.
— Narendra Modi (@narendramodi) May 13, 2023
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કર્ણાટકમાં પાર્ટીની જીત પર કહ્યું, કોંગ્રેસને ઐતિહાસિક જનાદેશ આપવા માટે કર્ણાટકની જનતાનો આભાર. આ તમારા મુદ્દાઓની જીત છે. આ જીત કર્ણાટકની પ્રગતિના વિચારને પ્રાથમિકતા આપશે. આ રાજનીતિની જીત છે જે દેશને એક કરે છે. પ્રિયંકાએ કહ્યું કે ચૂંટણીમાં તમારી બધી મહેનત રંગ લાવી. કોંગ્રેસ લોકોને આપેલી બાંહેધરીનો અમલ કરવા માટે ખંતથી કામ કરશે.
કર્ણાટક (Karnataka) વિધાનસભા ચૂંટણીના કોંગ્રેસની (Congress) જીત સંજીવની સાબિત થઈ છે. સતત હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ માટે આ એક ટર્નીગ પોઇન્ટ બન્યો છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળી છે. ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસ તરફી પરિણામ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યુ છે. જગદીશ ઠાકોરે જણાવ્યુ છે કે કર્ણાટકમાં જે જનાદેશ મળ્યો છે એને અમે સ્વીકારીએ છીએ.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે આગામી જ્યાં પણ ચૂંટણી થશે, અમે કર્ણાટકની જેમ ચૂંટણી જીતવાનો પ્રયાસ કરીશું. હવે કર્ણાટકના ધારાસભ્યોની બેઠક થશે, મુખ્યમંત્રીના નામ પર સર્વસંમતિ થશે. તે નામ હાઈકમાન્ડની સામે રાખવામાં આવશે. હાઈકમાન્ડ અંતિમ નિર્ણય લેશે.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે ભાજપ માટે જીતવું કે હારવું એ કોઈ મોટી વાત નથી. 2 બેઠકોથી શરૂઆત કરનાર ભાજપ હવે સૌથી મોટો પક્ષ બની ગયો છે. પાર્ટીના કાર્યકરોએ દુઃખી થવાની જરૂર નથી. અમે અમારી હાર પર પુનર્વિચાર કરીશું. અમે જનતાના ચુકાદાનું સન્માન કરીએ છીએ.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચે તમામ 224 બેઠકો માટેના વલણો જાહેર કર્યા છે. કોંગ્રેસે 113 બેઠકોના બહુમતી આંકડાને પાછળ છોડી દીધા છે અને તેના ઉમેદવારો 124 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ભાજપ 70 અને જેડી(એસ) 25 સીટો પર આગળ છે. 5 બેઠકો પર અપક્ષો આગળ ચાલી રહ્યા છે. કાલે સવારે બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય દળ (CLP)ની બેઠક બોલાવવામાં આવી છે. બસવરાજ બોમ્માઈએ કહ્યું કે અમે અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નથી. અંતિમ પરિણામો આવ્યા પછી અમે વિગતવાર વિશ્લેષણ કરીશું. એક રાષ્ટ્રીય પક્ષ તરીકે, અમે માત્ર વિશ્લેષણ જ નહીં પરંતુ વિવિધ સ્તરે શું ખામીઓ રહી હતી તે પણ જોઈશું. અમે આ ચૂંટણી પરિણામમાંથી શીખીશું અને ભવિષ્યમાં સારું કરીશું.
કર્ણાટક ચૂંટણી પરિણામો પર રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવારે કહ્યું કે જનતાએ સારી સીખ આપી છે. આજનું પરિણામ આગામી ચૂંટણીનો સ્પષ્ટ ચિતાર આપી રહ્યું છે.
કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમની પાર્ટી 130 સીટોને પાર કરશે. કોંગ્રેસ પાર્ટી માટે આ એક મોટી જીત છે. કર્ણાટકના લોકો પરિવર્તન ઇચ્છતા હતા કારણ કે તેઓ ભાજપ સરકારથી કંટાળી ગયા હતા. ભાજપે ‘ઓપરેશન લોટસ’ પાછળ ઘણા પૈસા ખર્ચ્યા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની પદયાત્રાએ પાર્ટીના કેડરને ઉર્જાવાન કરવામાં પણ મદદ કરી.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈનો કાફલો હાવેરીમાં ફસાઈ ગયો. જ્યારે તેમનો કાફલો રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર જ જશ્ન મનાવી રહ્યા હતા, જેના કારણે સીએમનો કાફલો જામમાં ફસાઈ ગયો હતો.
#WATCH | Karnataka CM Basavaraj Bommai’s convoy gets stuck in Haveri as Congress workers cheer on in the route and celebrate their party’s comfortable win in #KarnatakaElections pic.twitter.com/i8nw6FAH4y
— ANI (@ANI) May 13, 2023
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એમ કૃષ્ણપ્પા વિધાનસભા બેઠક પર 50685 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એમ કૃષ્ણપ્પા વિધાનસભા બેઠક પર 50078 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર ડીકે શિવકુમાર વિધાનસભા બેઠક પર 57950 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર એ.આર.કૃષ્ણમૂર્તિ વિધાનસભા બેઠક પર 58977 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર કેલાચંદ્ર જોસેફ જ્યોર્જ વિધાનસભા બેઠક પર 51975 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર સતીષ લક્ષ્મણરાવ જરકીહોલી વિધાનસભા બેઠક પર 53957 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે. ગોપાલૈયા વિધાનસભા બેઠક પર 49461 મતોથી આગળ છે.
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટક (Karnataka )વિધાનસભા ચૂંટણીના કોંગ્રેસની(Congress)જીત સંજીવની સાબિત થઈ છે. સતત હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ માટે આ એક ટર્નીગ પોઇન્ટ બન્યો છે. જેમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર રચવાની સાથે જ દેશના ચાર રાજયમાં કોંગ્રેસની સરકાર હશે. હાલ દેશમાં હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. જો કે કર્ણાટકમાં સરકાર બનતા કોંગ્રેસને લોકસભા ચૂંટણી પૂર્વે સફળતા મળી છે. જેના પગલે આગામી સમયમાં યોજાનારી અન્ય રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ જોરશોરથી તેનો ફાયદો ઉઠાવશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કર્ણાટકની વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 24 મે 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. કર્ણાટક વિધાનસભા (Karnataka Assembly)ની ચૂંટણીની મત ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ ત્યારથી, #VoteCounting ટ્વિટર ઈન્ડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું કારણ કે લોકો તેમની પ્રતિક્રિયાઓ મીમ્સ દ્વારા આપી રહ્યા હતા.
આ ફની મિમ્સને જોવા માટે ક્લિક કરો
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટકમાં કોંગ્રેસની સરકારની રચના લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને, પાર્ટીએ રવિવારે સવારે બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય દળ (CLP)ની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોંગ્રેસ સરકાર બનાવવા પર વિચાર કરી શકે છે. ધારાસભ્યો માટે રિસોર્ટ પણ બુક કરવામાં આવ્યા છે.
કર્ણાટકમાં કોંગ્રેસને બહુમતી મળતી જોઈને પાર્ટી નેતાઓના નિવેદનો આવવા લાગ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન કર્ણાટકમાં જે વાતાવરણ જોવા મળ્યું હતું તે આજે કર્ણાટકના ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
Karnataka Election Results 2023 Counting LIVE: દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં ‘કર્ણાટક વિજય’ લખેલા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ટ્રેન્ડમાં કોંગ્રેસ 118 સીટો પર લીડ ધરાવે છે જ્યારે ભાજપ 75 સીટો પર લીડ ધરાવે છે.
A poster with the words “#Karnataka Vijay” put up outside AICC office in Delhi.
Congress surges ahead in 117 seats while BJP leads in 76 seats as per the latest ECI trends. pic.twitter.com/tMBrxnKbEo
— ANI (@ANI) May 13, 2023
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કોંગ્રેસને અત્યાર સુધીમાં 42.93% વોટ શેર મળ્યા છે. ભાજપને 36.17% અને જેડીએસને 12.97% વોટ શેર મળ્યા હતા.
#KarnatakaElectionResults2023 | As per the latest ECI data, Congress gets 42.93% vote share, BJP gets 36.17% vote share while JDS receives 12.97% vote share. pic.twitter.com/GBDa0LntqB
— ANI (@ANI) May 13, 2023
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાયપુરમાં મીઠાઈ વહેંચી હતી. તેમણે કહ્યું, આ ચૂંટણીમાં પીએમ મોદીને આગળ રાખીને વોટ માંગવામાં આવ્યા હતા, આ મોદીની હાર છે. ભ્રષ્ટાચારીઓના માથા પર બજરંગ બલિની ગદા પડી.
#WATCH कर्नाटक के नतीजे बिल्कुल उम्मीद के अनुकूल हैं। मोदी जी ने खुद को आगे रखकर वोट मांगा था तो यह मोदी जी की हार है…बजरंग बली की गदा भ्रष्टाचारियों के सिर पर पड़ी और भाजपा सरकार वहां से निपट गई: छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेश बघेल, रायपुर#KarnatakaElectionResults2023 pic.twitter.com/MOGvL3VhIe
— ANI_HindiNews (@AHindinews) May 13, 2023
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો બેંગલુરુમાં પાર્ટી કાર્યાલયની બહાર ઉજવણી કરે છે. બીજી તરફ કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારને મળવા પહોંચવા લાગ્યા છે.
VIDEO | Karnataka Election Results 2023: Congress workers in celebration mood outside KPCC office in Bengaluru. #KarnatakaResultsWithPTI pic.twitter.com/4pb2fRCwbK
— Press Trust of India (@PTI_News) May 13, 2023
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટકમાં ટ્રેન્ડ પ્રમાણે કોંગ્રેસને 43.17% વોટ મળી રહ્યા છે. બીજેપીને 36.02% જ્યારે જેડીયુને 13.02% વોટ મળ્યા. એટલે કે 1999ના વર્ષ બાદ પહેલી વાર ચૂંટણીમાં કોંગ્રેસને 40% ઉપરનો વોટ શેર ગયો છે
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટકમાં કોંગ્રેસ કિંગ, આવતીકાલે ધારાસભ્ય દળની બેઠક, 5 સ્ટાર હોટલમાં 50 રૂમ બુક કરાવાયા. કર્ણાટકની કનકપુરા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના નેતા ડીકે શિવકુમાર આગળ ચાલી રહ્યા છે. તેમના ઘરે કોંગ્રેસના નેતાઓ પહોંચવાની પ્રક્રિયા ચાલી રહી છે.
Karnataka Election Results 2023 Counting LIVE: છેલ્લી વખત 1967માં સત્તાધારી પાર્ટી ફરી સત્તામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં કુલ 12 ચૂંટણીઓ યોજાઈ છે પરંતુ એક પણ શાસક પક્ષ બે વખત સત્તા પર આવ્યો નથી.
Karnataka Election Results 2023 Counting LIVE:
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર ડીકે શિવકુમાર વિધાનસભા બેઠક પર 35000 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર એ.આર.કૃષ્ણમૂર્તિ વિધાનસભા બેઠક પર 33734 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એમ કૃષ્ણપ્પા વિધાનસભા બેઠક પર 28900 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર બઝ્ઝમીર અહમદ ખાન વિધાનસભા બેઠક પર 38130 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર સતીષ લક્ષ્મણરાવ જરકીહોલી વિધાનસભા બેઠક પર 32267 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર બઝ્ઝમીર અહમદ ખાન વિધાનસભા બેઠક પર 44000 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એમ કૃષ્ણપ્પા વિધાનસભા બેઠક પર 37158 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર ડીકે શિવકુમાર વિધાનસભા બેઠક પર 41736 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર સતીષ લક્ષ્મણરાવ જરકીહોલી વિધાનસભા બેઠક પર 34903 મતોથી આગળ છે.
Breaking news મુખ્યમંત્રી એકનાથ શિંદેના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. શિંદે સતારા જઈ રહ્યા હતા ત્યારે તેમના હેલિકોપ્ટરમાં બ્રેકડાઉન થયું. જે બાદ રાજભવન ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધી કોંગ્રેસને 118, ભાજપ 73 અને JDS 25 ના આંકડા પર અટક્યુ
કર્ણાટકના બેંગલુરુની હિલ્ટન હોટલમાં 50 રૂમ બુક કરવામાં આવ્યા છે. આ રૂમ કોંગ્રેસના ધારાસભ્યો માટે બુક કરવામાં આવ્યા છે. કોંગ્રેસે તમામ વિજેતા ઉમેદવારોને રાત્રે 8 વાગ્યે હોટલ પર પહોંચી જવા જણાવ્યું છે. આવતીકાલે વિધાનસભા પક્ષની બેઠક મળશે.
Karnataka Election Results 2023 Counting LIVE: જીતની ઉજવણી વચ્ચે કોંગ્રેસના આ નેતા બાલ બાલ બચી ગયા. ફટાકડા ફોડતા સમયે આ ઘટના બની હતી
#WATCH | Fireworks at AICC office in Delhi as the party crosses halfway mark in #KarnatakaElectionResults2023 pic.twitter.com/zNsy7OzPEl
— ANI (@ANI) May 13, 2023
Karnataka Election Results 2023 Counting LIVE: જીત વચ્ચે કોંગ્રેસ બન્યુ એક્ટિવ, કાઉન્ટીંગ સેન્ટરથી જ MLAને કરાશે એરલિફ્ટ
Karnataka Election Results 2023 Counting LIVE: ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ કુલ 223 બેઠકો જાહેર થઈ ગઈ છે. ભાજપને 72, કોંગ્રેસને 115, JD(S) ને 30 બેઠક મળી હોવાના પ્રાથમિક રૂઝાન છે
Karnataka Election Results 2023 Counting LIVE: ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ કુલ 222 બેઠકો જાહેર થઈ ગઈ છે. ભાજપને 73, કોંગ્રેસને 115, JD(S) ને 29 બેઠક
કર્ણાટકના વલણોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો તફાવત વધી ગયો છે. ભાજપના આઠ મંત્રીઓ હાલમાં પોતપોતાની બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. બી શ્રીરામુલુ (બેલ્લારી ગ્રામીણ), જેસી મધુસ્વામી (ચિકનાયકનાહલ્લી), મુરુગેશ નિરાની (બિલગી), બીસી નાગેશ (ત્રિપાથુર), ગોવિંદ કરજોલ (મુધોલ), વી સોમના (વરુણ અને ચામરાજનગર), કે સુધાકર (ચિક્કબલ્લાપુર) અને શશીપલ્લા જોલે (ચિક્કાબલ્લાપુર) તેઓ પોતપોતાની બેઠકો પર પાછા ફર્યા છે.
યુપી મ્યુનિસિપલ પ્રેસિડેન્ટની 199 સીટોમાંથી ભાજપ 97 સીટો પર, સપા 41 અને બસપા 19 સીટો પર આગળ છે, ઉપરાંત 37 પર અપક્ષો, જ્યારે કોંગ્રેસ 5 સીટો પર આગળ છે.
ભૂતપૂર્વ કેપ્ટન સચિન તેંડુલકરે ઈન્ટરનેટ પર ચાલતી નકલી જાહેરાતોમાં પોતાના નામ, ફોટો અને અવાજના ઉપયોગને લઈને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં કેસ દાખલ કર્યો છે. તેંડુલકર વતી નોંધાયેલા કેસમાં એવું કહેવામાં આવ્યું છે કે તેના નામ, છબી અને અવાજનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.
Karnataka Election Results 2023 Counting LIVE: ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ કુલ 221 બેઠકો જાહેર થઈ ગઈ છે. આના પર ભાજપને 74, કોંગ્રેસને 112, JD(S) ને 30 બેઠક.
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એમ કૃષ્ણપ્પા વિધાનસભા બેઠક પર 12229 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર બઝ્ઝમીર અહમદ ખાન વિધાનસભા બેઠક પર 20745 મતોથી આગળ છે
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર ગણેશ પ્રકાશ હુક્કેરીવિધાનસભા બેઠક પર 13200 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર KCVEERENDRA PUPPY વિધાનસભા બેઠક પર 10500 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર SSMALLIKARJUN વિધાનસભા બેઠક પર 15856 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદ્રકાંત બી. પાટીલ (ચંદુ પાટીલ) વિધાનસભા બેઠક પર 9600 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બા બસવરાજા વિધાનસભા બેઠક પર 11200 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર ડીકે શિવકુમાર વિધાનસભા બેઠક પર 15098 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિઠ્ઠલ સોમન્ના હાલગેકર વિધાનસભા બેઠક પર 10700 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર એ.આર.કૃષ્ણમૂર્તિ વિધાનસભા બેઠક પર 21800 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લોકેશ. વી. નાયક વિધાનસભા બેઠક પર 15167 મતોથી પાછળ છે.
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ. અશ્વથ નારાયણ સી.એન વિધાનસભા બેઠક પર 11920 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર કેલાચંદ્ર જોસેફ જ્યોર્જ વિધાનસભા બેઠક પર 22779 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર સતીષ લક્ષ્મણરાવ જરકીહોલી વિધાનસભા બેઠક પર 19510 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એમ કૃષ્ણપ્પા વિધાનસભા બેઠક પર 17580 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય જનતા દળ (સેક્યુલર) ઉમેદવાર રવિશ કુમાર.એમ વિધાનસભા બેઠક પર 12400 મતોથી પાછળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર બઝ્ઝમીર અહમદ ખાન વિધાનસભા બેઠક પર 27800 મતોથી આગળ છે
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર લક્ષ્મણ સંગાપા સાવડી વિધાનસભા બેઠક પર 20200 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર કેલાચંદ્ર જોસેફ જ્યોર્જ વિધાનસભા બેઠક પર 28120 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર એ.આર.કૃષ્ણમૂર્તિ વિધાનસભા બેઠક પર 26000મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર સતીષ લક્ષ્મણરાવ જરકીહોલીવિધાનસભા બેઠક પર 23750 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભાજપ હારીને પણ જીતી, જેડીએસના ઘટેલા વોટ શેરથી કોંગ્રેસ બન્યુ કિંગની સ્થિતિ ઉભી થઈ છે. કર્ણાટકમાં સતત ભાજપનો પ્રચાર, 9 હજાર કરતા વધારે રેલી, પીએમ મોદીનો રોડ શો વચ્ચે ભાજપનો વોટ શેર ઘણો વધ્યો જ્યારે કે જેડીએસનો વોટ શેર જે રીતે ઘટ્યો છે તેને લઈને કોંગ્રેસ કર્ણાટકમાં કિંગ બનીને ઉભર્યુ છે.
2018 BJP Cong JDS Others
36.2% 38.4% 18.3 % 7.1%
2023 BJP Cong JDS Others
36.4% 43.2% 12.5% 7.9%
કોંગ્રેસ મુખ્યાલય ખાતે અત્યારથીજ ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે.
#WATCH | Ladoos being distributed at AICC HQ in New Delhi amid celebrations as the Congress inches towards the halfway majority mark in #KarnatakaElectionResults. pic.twitter.com/0s1VXgYcR2
— ANI (@ANI) May 13, 2023
કોંગ્રેસ નેતા અલકા લાંબાએ કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કે કોંગ્રેસે તેની હારમાંથી પાઠ શીખ્યો છે અને આજે તે જીત તરફ આગળ વધી રહી છે. કર્ણાટકના વલણો કોંગ્રેસની સરકાર બનવાના સંકેત આપી રહ્યા છે.
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટકમાં પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ ચીફ એચડી કુમારસ્વામીએ બેંગ્લોરના મંદિરમાં પૂજા કરી છે. જેડીએસ ટ્રેન્ડમાં સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે.
Karnataka Election Results 2023: Partywise vote share (10 AM) #KarnatakaResultsWithPTI
(Source: ECI website) pic.twitter.com/k9RcLOfiyL
— Press Trust of India (@PTI_News) May 13, 2023
Karnataka Election Results 2023 Counting LIVE: ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ કુલ 214 બેઠકો જાહેર થઈ ગઈ છે. ભાજપને 74, કોંગ્રેસને 110, JD(S) ને 25 બેઠક.
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં હારજીત અને આગળ પાછળના સિલસિલા વચ્ચે 224 બેઠક પર કોણ ઉમેદવાર જીત્યા તે માટે ક્લિક કરો અને ફુલ લિસ્ટ વાંચી શકશો
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર KCVEERENDRA PUPPY વિધાનસભા બેઠક પર 10500 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર SSMALLIKARJUN વિધાનસભા બેઠક પર 15856 મતોથી આગળ છે.
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદ્રકાંત બી. પાટીલ (ચંદુ પાટીલ) વિધાનસભા બેઠક પર 9600 મતોથી આગળ છે.
શાહજહાંપુર નગર નિગમની ચૂંટણીમાં પ્રથમ રાઉન્ડની મતગણતરી બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે નિર્ણાયક લીડ બનાવી લીધી છે. ભાજપના ઉમેદવાર અર્ચના વર્માને પહેલા રાઉન્ડમાં 5983 વોટ મળ્યા હતા. જ્યારે સપાના માલા રાઠોડને 1635, બસપાના શગુફ્તા અંજુમને 468, કોંગ્રેસના નિખત ઈકબાલને 2223, AAPના સુમન વર્માને 212 વોટ મળ્યા હતા. બે મત નોટાને ગયા છે.
શાહજહાંપુરમાં પ્રથમ વખત મેયર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જ્યારે આ બેઠક નગરપાલિકા હતી ત્યારે સમાજવાદી પાર્ટીનો કબજો હતો, પરંતુ મહાનગરપાલિકાની રચના બાદ આ ચૂંટણી યોગી સરકારના ત્રણ મંત્રીઓ માટે પ્રતિષ્ઠાનો વિષય બની ગઈ હતી.
યુપીની નગરપાલિકાની ચૂંટણીમાં, નગરપાલિકા પ્રમુખની ચૂંટણીમાં ભાજપ કુલ 199 બેઠકોમાંથી 37 પર આગળ છે. જ્યારે SP 29 પર, કોંગ્રેસ 2 પર, BSP 9 પર અને અન્ય 17 પર આગળ છે.
Karnataka Election Results 2023 Counting LIVE: ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ કુલ 209 બેઠકો જાહેર થઈ ગઈ છે. આના પર ભાજપને 71, કોંગ્રેસને 110, JD(S) ને 23 બેઠક.
કર્ણાટકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના ઉમેદવાર લક્ષ્મણ સંગાપા સાવડી વિધાનસભા બેઠક પર 12916 મતોથી આગળ છે. કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેશઇરાંગૌડ કુમથલ્લી વિધાનસભા બેઠક પર 17000 મતોથી પાછળ છે.
Karnataka Election Results 2023 Counting LIVE: ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ કુલ 202 બેઠકો જાહેર થઈ ગઈ છે. આના પર ભાજપને 70, કોંગ્રેસને 104, JD(S) ને 23 બેઠક.
Karnataka Election Results 2023 Counting LIVE: યુથ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું- બજરંગબલીએ ભ્રષ્ટાચારની નડી તોડી નાખી
जय बजरंगबली 🙌
तोड़ दी भ्रष्टाचार की नली!— Srinivas BV (@srinivasiyc) May 13, 2023
Karnataka Election Results 2023 Counting LIVE: BJP: 73 CONG: 121 JDS: 25 OTH: 6
BJP:78 CONG:111 JDS:30 OTH:5
BJP: 75 CONG: 114 JDS: 30 OTH: 5
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું છે કે તેમની પાર્ટીને જંગી બહુમતી મળશે, તેમાં કોઈ શંકા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નકારાત્મક, વિભાજનકારી અભિયાન કામ કરી શક્યું નથી.
Karnataka Election Results 2023 Counting LIVE: ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કોંગ્રેસ 85 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે ભાજપ 62 સીટો પર આગળ છે. જેડીએસ 18 સીટો પર આગળ છે.
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટકમાં કોંગ્રેસને બહુમતી, ધારાસભ્યોને બેંગ્લોર પહોંચવાનો આદેશ
UP Nikay Chunav Result 2023 Live: ઉત્તર પ્રદેશ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રારંભિક વલણો પર વિશ્વાસ કરવામાં આવે તો ભાજપનું કમળ ખીલેલું જોવા મળી રહ્યું છે. 17માંથી 15 બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જ્યારે મેરઠમાં સમાજવાદી પાર્ટી અને સહારનપુરમાં બસપાના ઉમેદવાર આગળ છે. ગત ચૂંટણીમાં ભાજપે 16માંથી 14 બેઠકો જીતી હતી.
એટા નગર પંચાયતમાં હાથી પણ ચાલ્યો, સદસ્ય પદની ચૂંટણીમાં બસપાના ઉમેદવાર જીત્યા
બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર રશ્મિ એટાહના વોર્ડ નંબર 2 કટરામાં નગર પંચાયત સભ્યની ચૂંટણીમાં 60.37 ટકા મત મેળવીને જીતી હતી.
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટકમાં ભાજપને મોટો ઝટકો લાગી રહ્યો છે. પાર્ટી સત્તા ગુમાવતી જોવા મળી રહી છે. કોંગ્રેસ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. કોંગ્રેસ 116 સીટો પર આગળ છે જ્યારે ભાજપ 76 સીટો પર આગળ છે. જેડીએસ 26 સીટો પર આગળ છે.
બરેલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સતત લીડ જાળવી રહ્યા છે. સમાજવાદી પાર્ટી અહીં બીજા નંબર પર છે. બરેલી મ્યુનિસિપલ કોર્પોરેશન પર માત્ર ભારતીય જનતા પાર્ટીનો કબજો હતો. આ વખતે સમાજવાદી પાર્ટી તરફથી લડત આપવાની તૈયારી હતી, પરંતુ શરૂઆતના વલણો પરથી લાગી રહ્યું છે કે આ સીટ પર અંદરોઅંદરની લડાઈથી સમાજવાદી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે.
આ વખતે ઉત્તર પ્રદેશની મ્યુનિસિપલ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ભાગ લઈ રહી છે. આમ આદમી પાર્ટીને પણ અમેઠીમાંથી સારા સમાચાર મળી રહ્યા છે. અમેઠી નગર પંચાયત પ્રમુખ પદ પર આમ આદમી પાર્ટીની રીના જયસ્વાલ આગળ ચાલી રહી છે. આ સીટ પર બીજેપીની અંજુ કાસૌધન બીજા ક્રમે છે.
ઔરૈયામાં નાગરિક ચૂંટણીની મતગણતરી વચ્ચે લડાઈના સમાચાર છે. અહીં મતગણતરી કેન્દ્રમાં જ સંસદીય ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. મળતી માહિતી મુજબ ભાજપના ઉમેદવારે અપક્ષ ઉમેદવારનું માથું કાપી નાખ્યું છે. વહીવટી અધિકારીઓએ અપક્ષ ઉમેદવારને માથું ફોડી કાઢ્યું હતું. નારાજ અપક્ષ ઉમેદવારે જિલ્લા વહીવટીતંત્ર અને ભાજપના ઉમેદવાર પર આરોપ લગાવ્યા છે.
Jalandhar Lok Sabha Bypoll: જલંધરમાં AAP જીતશે? 5મા રાઉન્ડ પછી 1961 મતોથી આગળ. જલંધર લોકસભા પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટી આગળ છે. 5મા રાઉન્ડની મતગણતરી બાદ AAP 1961 મતોથી આગળ છે. આમ આદમી પાર્ટીને અત્યાર સુધીમાં 19285 વોટ મળ્યા છે. કોંગ્રેસને 17324 અને અકાલી દળને 10329 વોટ મળ્યા હતા. જ્યારે ભાજપ 6669 મતો સાથે ચોથા સ્થાને છે.
UP Nikay Chunav Result 2023 Live: મહાનગરપાલિકામાં યોગીનું બુલડોઝર ટોપ ગિયર પર, AAPને અમેઠીમાંથી મળી શકે છે સારા સમાચાર
Karnataka Election Results 2023 Counting LIVE: ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ 9.26 મિનિટ સુધી કુલ 75 બેઠકો જાહેર થઈ ગઈ છે. આના પર ભાજપને 37.7%, કોંગ્રેસને 44.4%, JD(S) ને 9.8% મત મળ્યા.
કર્ણાટકમાં મતગણતરી શરૂ થાય તે પહેલા દરેક પક્ષ દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. જનતા દળ સેક્યુલર નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે પહેલા 2 થી 3 કલાકમાં સ્પષ્ટ થઈ જશે. જોકે એક્ઝિટ પોલના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે બંને રાષ્ટ્રીય પક્ષો સારો દેખાવ કરશે. જેડીએસે ચૂંટણીમાં માત્ર 30-32 બેઠકો મળવાનો દાવો કર્યો છે. અમે એક નાની પાર્ટી છીએ અને મારી કોઈ માંગ નથી. તેણે એમ પણ કહ્યું કે આજ સુધી કોઈએ મારો સંપર્ક કર્યો નથી. મારી પાસે કોઈ માંગણી નથી.
Karnataka Election Result 2023 Live Counting: કર્ણાટકમાં મતગણતરી વચ્ચે બીજેપી નેતા સદાનંદ ગૌડાએ બેંગલુરુમાં કહ્યું કે કોઈ પણ અંતિમ નિર્ણય આપવો ખૂબ જ વહેલું છે. 3-4 રાઉન્ડની મતગણતરી બાદ જ સ્થિતિ થોડી સ્પષ્ટ થશે. આ પણ અંતિમ નથી, દરેક તબક્કો એક ચઢાવની લડાઈ છે કારણ કે આપણા વિરોધ પક્ષો (INC અને INC) એ હાથ મિલાવ્યા છે.
Karnataka Election Result 2023 Live Counting: કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ પહેલા પ્રિયંકા ગાંધી પહોંચી મંદિરે
Congress General Secretary @priyankagandhi Gandhi offering prayer at Jakhu Hanuman Temple in Shimla amidst counting.#कर्नाटक विधानसभा चुनाव pic.twitter.com/BbEPGiybr6
— Pranab Jha (@pminu) May 13, 2023
Karnataka Election Result 2023 Live Counting: કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે ભાજપ જીતશે. તેણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમે જીતીશું અને મેજિક નંબર હાંસલ કરીશું. અમારી પાસે તમામ બૂથ અને મતવિસ્તારના ગ્રાઉન્ડ રિપોર્ટ્સ છે.
ચૂટણી પરિણામ વચ્ચે કોંગ્રેસમાં જશ્નનો માહોલ બન્યો છે
कर्नाटक विधानसभा चुनाव के रिज़ल्ट को देखते हुए कांग्रेस कार्यकर्ताओ में जश्न का माहोलl#KarnatakaElectionResults2023 #Karnataka pic.twitter.com/dYtu9D4Bfh
— Saleem Ahmed (@SaleemAhmedQu10) May 13, 2023
Karnataka Election Result 2023 Live Counting: કર્ણાટકમાં 1985 થી અત્યાર સુધી શાસક પક્ષ ફરી સરકાર બનાવી શક્યો નથી. ટ્રેન્ડમાં પણ કોંગ્રેસને બહુમતી મળી રહી છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કદાચ 38 વર્ષથી ચાલી રહેલ રિવાજ બદલાશે નહીં.
બીજેપી નેતા સદાનંદ ગૌડાએ કહ્યું, કોઈ પણ અંતિમ ચુકાદો આપવો ખૂબ જ વહેલું છે, 3-4 રાઉન્ડ પછી થોડી સ્પષ્ટતા થશે પરંતુ આ પણ અંતિમ નથી, દરેક તબક્કો સખત લડાઈ છે કારણ કે અમારા વિરોધ પક્ષો (JDS અને કોંગ્રેસ) જોડાયા છે. હાથ લેવામાં આવે છે.
કર્ણાટક ચૂંટણીના પ્રારંભિક વલણો અંગે ભાજપના પ્રવક્તા સૈયદ ઝફર ઈસ્લામે કહ્યું છે કે અત્યાર સુધી અમે નજીકની લડાઈ જોઈ રહ્યા છીએ, પરંતુ અમે સરકાર બનાવીશું.
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટકમાં કોંગ્રેસ બહુમતીની નજીક જતી જોવા મળી રહી છે. પાર્ટી 107 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 83 સીટો પર આગળ છે.
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટક ટ્રેન્ડમાં કોંગ્રેસ 100ને પાર, કુમારસ્વામી પાછળ
બીજેપી નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના પુત્ર બીવાય વિજયેન્દ્રએ તુમાકુરુના મંદિરમાં પ્રાર્થના કરી છે.
VIDEO | Karnataka Election Results 2023: Counting of votes underway at Chamarajanagar counting centre. #KarnatakaResultsWithPTI pic.twitter.com/dKh4IdpJy8
— Press Trust of India (@PTI_News) May 13, 2023
પ્રારંભિક વલણો અનુસાર, કર્ણાટકમાં કોંગ્રેસ 113 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 91 બેઠકો પર આગળ છે. બીજી તરફ જેડીએસ 14 સીટો પર આગળ છે.
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટકમાં એક્ઝિટ પોલના પરિણામો સાચા સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ 100 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 75 બેઠકો પર આગળ છે.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ હુબલીના મંદિરમાં પ્રાર્થના કરી છે. કર્ણાટકમાં આજે ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે.
VIDEO | Karnataka Election Results 2023: “I am confident that BJP will have absolute majority and give a stable government where a new Karnataka with all-inclusive development will be possible,” says Karnataka CM @BSBommai. #KarnatakaResultsWithPTI pic.twitter.com/P0vC1w2ywP
— Press Trust of India (@PTI_News) May 13, 2023
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટક ચૂંટણીની મતગણતરીના પ્રારંભિક વલણોમાં કોંગ્રેસને બહુમતી મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસ ટ્રિપલ ડિજિટ પર પહોંચી રહી છે, જ્યારે ભાજપ હજુ પણ ડબલ ડિજિટ પર છે. તેને 87 સીટો પર લીડ છે.
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટકમાં કોંગ્રેસ 82 સીટ પર આગળ છે. જ્યારે ભાજપ પાછળ ચાલી રહ્યું છે. પાર્ટી હવે 68 સીટો પર આગળ છે.
Karnataka Election Results 2023 Counting LIVE: CM બોમાઈ પહોચ્યા બજરંગબલીની શરણમાં જુઓ વિડિયો
As counting of votes begins for #KarnatakaPolls, CM Basavaraj Bommai visits Hanuman temple in Hubballi.#KarnatakaAssemblyElections2023 #TV9News pic.twitter.com/TnwA55gB41
— Tv9 Gujarati (@tv9gujarati) May 13, 2023
UP Nikay Chunav Result 2023 Live: પ્રારંભિક વલણોમાં 13 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભાજપ આગળ, 3 પર સપા અને 1 પર બસપા
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટકના વલણોમાં કોંગ્રેસ આગળ, હુબલી-ધારવાડથી કોંગ્રેસના જગદીશ શેટ્ટર પાછળ
કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર યતેન્દ્રએ કહ્યું છે કે અમે ભાજપને સત્તા પરથી હટાવવા માટે કંઈ પણ કરવા તૈયાર છીએ. કર્ણાટકના હિતોને ધ્યાનમાં રાખીને મારા પિતાએ મુખ્યમંત્રી બનવું જોઈએ.
Karnataka Election Results 2023 Counting LIVE: શરૂઆતના વલણોમાં કોંગ્રેસને બઢત મળી રહી છે. પાર્ટી 69 સીટો પર આગળ છે. ભાજપ 54 બેઠકો પર આગળ છે.
પ્રારંભિક વલણોમાં આંકડા ઝડપથી બદલાઈ રહ્યા છે. કોંગ્રેસ 51 સીટો પર આગળ વધી છે. બીજેપી 43 સીટો પર આગળ છે જ્યારે જેડીએસ 1 સીટ પર આગળ છે.
Karnataka Election Results 2023 Counting LIVE: કોંગ્રેસના ઉમેદવાર જગદીશ શેટ્ટર હુબલી-ધારવાડથી પાછળ છે. શેટ્ટર ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે. ભાજપમાંથી ટિકિટ ન મળતાં તેમણે પાર્ટી છોડીને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા. સોનિયા ગાંધી પોતે શેટ્ટરના ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા.
Karnataka Election Results 2023 Counting LIVE: કોંગ્રેસે અપક્ષ ઉમેદવારોનો સંપર્ક શરૂ કરી દીધો છે. કોંગ્રેસના 10 જેટલા અપક્ષ ઉમેદવારોના સંપર્કમાં કોંગ્રેસ છે
કર્ણાટકની કનકપુરા સીટ પરથી પોસ્ટલ બેલેટની ગણતરીમાં ડીકે શિવકુમાર આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર આર. અશોક અને ડીકે શિવકુમાર વચ્ચે જોરદાર ટક્કર છે.
કોંગ્રેસ હવે પ્રારંભિક વલણોમાં આગળ છે. 87 બેઠકોના ટ્રેન્ડમાં કોંગ્રેસ 42 અને ભાજપ 36 પર આગળ છે. જેડીએસ ત્રીજા નંબર પર છે.
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટકમાં 71 સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. પ્રારંભિક વલણોમાં, ભાજપ 32 પર, કોંગ્રેસ 31 પર આગળ છે.
Karnataka Election Results 2023 Counting LIVE: કર્ણાટકમાં 35 સીટો માટે ટ્રેન્ડ આવી ગયો છે. ભાજપ 19, કોંગ્રેસ 13 અને જેડીએસ 4 સીટો પર આગળ છે.
કર્ણાટકમાં મતગણતરી શરૂ, CM બોમાઈએ કહ્યું- રાજ્ય માટે આજનો દિવસ મોટો છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ સાથે શરૂઆતના ટ્રેન્ડ પણ આવવા લાગ્યા છે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરીનો પ્રારંભ થઈ ચુક્યો છે અને શરૂઆતમાં જે રૂઝાન મળી રહ્યા છે તે મુજબ ભાજપ આગળ ચાલી રહ્યો છે અને કોંગ્રેસ પણ તેની સાથે ચાલી રહ્યું છે
કર્ણાટકમાં મતગણતરી શરૂ, કોંગ્રેસ નેતાએ કહ્યું- પોતાના દમ પર સરકાર બનાવશે
કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્ર સિદ્ધારમૈયાએ કહ્યું કે કોંગ્રેસ પૂર્ણ બહુમતી મેળવશે અને કર્ણાટકમાં સરકાર બનાવશે. અમને ખાતરી છે કે કોંગ્રેસ પોતાના દમ પર સરકાર બનાવશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં અનેક દિગ્ગજોના ભાવિનો નિર્ણય થવા જઈ રહ્યો છે. તેમાં ભાજપના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સિદ્ધારમૈયા અને જેડીએસના ડીકે શિવકુમાર અને એચડી કુમારસ્વામીનો સમાવેશ થાય છે.
Published On - 6:25 am, Sat, 13 May 23