કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, Tv9 દ્વારા આયોજિત કાર્યક્રમમાં આવેલા NRI, NRG સાથે કમલમમાં શુભેચ્છા મુલાકાત

|

Oct 15, 2022 | 7:40 PM

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમિત શાહ કમલમમાં NRI, NRG સાથે ડિનર લેવાના છે. TV9ના કાર્યક્રમમાં આવેલા NRI, NRG સાથે અમિત શાહ કમલમમાં શુભેચ્છા મુલાકાત કરશે અને સાથે ડિનર પણ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે, Tv9 દ્વારા આયોજિત કાર્યક્રમમાં આવેલા NRI, NRG સાથે કમલમમાં શુભેચ્છા મુલાકાત
Amit Shah (File)

Follow us on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા છે. સૌપ્રથમ અમદાવાદ આવશે. ગૃહમંત્રી અમિત શાહ કમલમમાં NRI,NRG સાથે ડિનર લેશે. Tv9 દ્વારા આયોજિત કાર્યક્રમમાં આવેલા NRI, NRG સાથે કમલમ શુભેચ્છા મુલાકાત કરશે. જેને લઈને સાંજે 6 વાગ્યાથી કમલમ પર NRI, NRG નો જમાવડો જોવા મળશે.
હાલ ગુજરાતમાં ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે તમામ રાજકીય પક્ષોના દિગ્ગજોના ગુજરાતના આંટાફેરા પણ વધી ગયા છે. આ તરફ હિમાચલમાં પણ ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. જેમા ગુજરાતમાં પણ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં ચૂંટણીઓ આટોપી લેવાની શક્યતા જોવાઈ રહી છે. તો બીજી તરફ હજુ ગઈકાલે(14.10.22)એ જ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલને દિલ્હીથી તેડુ આવ્યુ હતુ. જેમા મોડી રાત સુધી તેમણે પીએમ મોદી સાથે બેઠક કરી હતી. જેમા ગુજરાત ચૂંટણી પર મંથન કરવામાં આવ્યુ હતુ.

ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામવાનો છે,ત્યારે આ વખતે ભાજપ (Gujarat BJP) પણ સત્તા કાયમી રાખવા શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. ભાજપ 5 તબક્કાની યાત્રામાં 144 બેઠક આવરી લેવામાં આવશે. 5734 કિમીની યાત્રામાં 145 જાહેરસભા યોજાશે. જો વિગતે વાત કરીએ તો આ યાત્રાનો બહુચરાજી અને દ્વારકાથી પ્રારંભ થશે. બહુચરાજીથી માતાના મઢ સુધી આ યાત્રા જશે. તો બીજી બાજુ દ્વારકાથી પોરબંદર (Porbandar) સુધી યાત્રા યોજાશે. તમને જણાવી દઈએ કે, આ ગૌરવ યાત્રા આગામી 20 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં ભાજપે 5 કેન્દ્રીય પ્રધાનોના શીરે યાત્રાની જવાબદારી થોપી છે. પ્રથમ તબક્કાની યાત્રા 9 દિવસમાં 9 જિલ્લામાંથી પસાર થશે.

ઈનપુટ ક્રેડિટ- કિંજલ મિશ્રા- ગાંધીનગર

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Published On - 3:19 pm, Sat, 15 October 22

Next Article