Gujarat Election 2022: કુતિયાણા બન્યું નવું કુરુક્ષેત્ર, પિતાને ચૂંટણી જીતાડવા વિદેશથી વ્હારે આવી બે દીકરી !

|

Nov 25, 2022 | 12:11 PM

Gujarat assembly election: પોરબંદર જિલ્લાની રાણાવાવ-કુતિયાણા બેઠક પર હાલ ચૂંટણીનો રોમાંચ જોવા મળી રહ્યો છે. છેલ્લી 2 ટર્મથી અહીં કાંધલ જાડેજાનો દબદબો છે. 2012 અને 2017માં અહીંથી કાંધલ જાડેજાની જીત થઇ હતી. આ વખતે પણ કાંધલ સમાજવાદી પાર્ટીમાંથી કુતિયાણાની બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.

Gujarat Election 2022: કુતિયાણા બન્યું નવું કુરુક્ષેત્ર, પિતાને ચૂંટણી જીતાડવા વિદેશથી વ્હારે આવી બે દીકરી !
પિતાને ચૂંટણી જીતાડવા બે દીકરીઓનો પ્રચાર

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને વિવિધ રાજકીય પક્ષો જોર શોરથી પ્રચારમાં લાગી ગયા છે. પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. એક તરફ અહીં બે ટર્મથી NCPમાંથી કાંધલ જાડેજા જીતતા આવ્યા છે. કુતિયાણામાં કાંધલ જાડેજાનો દબદબો છે. જો કે આ ચૂંટણી પહેલા તેમણે NCPમાંથી રાજીનામું આપી દીધુ છે. તો આ બેઠક પર કોંગ્રેસે પોતાનો અલગ ઉમેદવાર ઉતાર્યો છે. ત્યારે કુતિયાણાના ચૂંટણી જંગમાં જોરદાર ટક્કર જામી છે. ત્યારે દબંગ નેતા કાંધલ જાડેજા સામે કોંગ્રેસ ઉમેદવારના પ્રચારમાં તેમની બે દીકરીઓએ ઝંપલાવ્યુ છે.

ગુજરાત ઇલેકશન 2022 : પિતાને જીતાડવા દીકરીનો જંગ

પોરબંદર જિલ્લાની રાણાવાવ-કુતિયાણા બેઠક પર હાલ ચૂંટણીનો રોમાંચ જોવા મળી રહ્યો છે. છેલ્લી 2 ટર્મથી અહીં કાંધલ જાડેજાનો દબદબો છે. 2012 અને 2017માં અહીંથી કાંધલ જાડેજાની જીત થઇ હતી. આ વખતે પણ કાંધલ સમાજવાદી પાર્ટીમાંથી કુતિયાણાની બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. જો કે આ વખતે તેમને ટક્કર આપવા માટે બે દીકરીઓ પ્રચારના મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસે કુતિયાણાથી નાથાભૂરા ઓડેદરાને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે નાથા ઓડેદરાની બંને દીકરીઓ પિતાને ચૂંટણીમાં જીતાડવા વિદેશથી પોરબંદર આવી છે. નાથા ઓડેદરાની એક દીકરી કેનેડા સ્થિત પાયલટ તરીકે કામગીરી કરી રહી છે. તો બીજી દીકરી CAનું કામ કરે છે. હાલ બંને દીકરીઓએ પિતાના ચૂંટણી પ્રચારની કામગીરી પોતાના ખંભે ઉપાડી લીધી છે.

ગુજરાત ઇલેકશન 2022 : દીકરીઓ ગામડે ગામડે કરી રહી છે પ્રચાર

નાથા ઓડેદરાની બંને દીકરીઓ ગામડાઓમાં જઇને પ્રચાર કરી રહી છે. તે લોકોને સમજાવી રહી છે કે સ્થાનિક NCP ધારસભ્યે કોઇ કામગીરી કરી નથી. તો આ સાથે જ કોંગ્રેસના ઉમેદવાર નાથા ઓડેદરાને વિશ્વાસ છે કે ગત પાંચ વર્ષમાં જેવી રીતે તેઓએ કુતિયાણાની જનતાની મદદ કરી છે તેના કારણે લોકો તેઓને મત આપશે. કુતિયાણા બેઠક પર 3 મેર ઉમેદવારો વચ્ચે ટક્કર છે. આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ કુતિયાણા નગરપાલિકામાં છેલ્લા 28 વર્ષથી પ્રમુખ એવા ઢેલીબેન આડેદરાને ટિકિટ આપી છે.

કુતિયાણા બેઠક પર ભાજપ-કોંગ્રેસનું નહીં પણ ગોડમધર તરીકે જાણીતા સંતોકબેન જાડેજાના પરિવારનું રાજ ચાલે છે. તેઓ એક્ટિવ પોલિટિક્સમાં હોય કે ન હોય છતાં વર્ષોથી અહીં ગોડમધરના નામે જાણીતા સંતોકબેન જાડેજાનું રાજ રહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં કુતિયાણા બેઠક પરના રાજકીય સમીકરણો બીજી તમામ બેઠકો કરતા તદ્દન જુદા છે. રાજ્યકીય પક્ષ તરીકે છેલ્લી બે ટર્મથી આ બેઠક NCP પાસે છે. અહીં ભાજપ-કોંગ્રેસનો ગજ વાગે એમ નથી.

ગુજરાત ઇલેકશન 2022 : કુતિયાણાના સત્તાનું સમીકરણ

કુતિયાણા બેઠકની વાત કરીએ તો 1998થી 2007 સુધી ભાજપ પાસે કુતિયાણાની બેઠક હતી. 2012 અને 2017માં કુતિયાણામાં કાંધલ જાડેજાએ જીત મેળવી હતી. આ બેઠકની વાત કરીએ તો અહીં મેર જ્ઞાતિનો દબદબો છે. હાલ ત્રણેય ઉમેદવાર મેર જ્ઞાતિના છે. કુતિયાણામાં આ વખતે ખરાખરીનો જંગ જામ્યો છે. કુતિયાણાના સંગ્રામમાં હાલ ત્રિકોણીય મુકાબલો છે. હવે જોવાનું એ છે કે કુતિયાણામાં પરિવર્તન થશે કે પછી દબંગનો દબદબો યથાવત્ રહેશે.

(વિથ ઇનપુટ-હિતેશ ઠકરાર,કુતિયાણા, પોરબંદર)

Next Article