ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) ના પગલે રાજ્યમાં તમામ રાજકીય (Political) પક્ષોની ચહેલ પહેલ વધી ગઈ છે, પણ સૌથી વધુ મહેનત ભાજપ કરી રહ્યો છે. ભાજપ (BJP) ના કેન્દ્રીય નેતાઓના ઉપરાઉપરી ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે અને રાજ્યના જૂદા જૂદા ક્ષેત્રના મતદારોને આકર્ષવા માટે કામગીરી કરવાની સાથે આ માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ મુલાકાતો અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેપી નડ્ડા (JP Nadda) અગાઉ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવવાના હતા પણ તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. હવે તેઓ ત્રણ દિવસના બદલે એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે આવશે. સવારે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરાશે. એરપોર્ટ પર પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યપ્રધાન જે.પી.નડ્ડાનું સ્વાગત કરશે. સમગ્ર પ્રધાનમંડળ પણ અધ્યક્ષના સ્વાગત માટે હાજર રહેશે. ત્યાર બાદ સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ બાદ અમદાવાદ એનેક્ષી ખાતે પહોંચશે. ત્યાંથી 9 વાગ્યે ગાંધી આશ્રમની મુલાકાત લેશે. સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક કરશે. આ બેઠકમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદો, પૂર્વ સાંસદો હાજર રહેશે. કેન્દ્રીય મંત્રીઓ પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા પણ હાજર રહેશે.
કમલમ ખાતે બેઠક પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. ત્યાર બાદ બપોરે 12 વાગ્યે અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપના મંડળ સ્તરના કાર્યકરો, પ્રદેશ, સેલ, મોરચાના હોદેદારોનું સંબોધન કરશે. આ ઉપરાંત 29મીએ સાંજે 4.30 વાગ્યે વડોદરામાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે.
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈ કેન્દ્રીય નેતાઓની અવર-જવર વધી ગઈ છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી ગુજરાતના મુલાકાતે આવ્યા હતા અને આજે ફરીથી વીડિયો કોન્ફર્ન્સ મારફત સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિતનું સંબોધન કરવાના છે.
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ તેની તૈયારીમાં લાગી છે. ત્યારે વર્તમાનમાં ગુજરાતમાં ભાજપની સત્તા છે. ભારતીય જનતા પાર્ટી ફરીથી સત્તા મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ જે રીતે ઉપરાઉપરી કાર્યક્રમો યોજી રહી છે તે જોતાં એવી અટકળો પણ શરૂ થઈ ગઈ છે કે રાજ્યમાં વહેલી ચૂંટણી આવે તો નવાઈ નહીં.
આ પણ વાંચોઃ Ahmedabad : સરકાર સાથે છેતરપિંડી કરનારા ઓટો ડીલરની પોલીસે ધરપકડ કરી
આ પણ વાંચોઃ Ahmedabad : નારોલમાં બરફની ફેકટરીમાં ગેસ લિકેજ થતાં નાસભાગ મચી, ફાયર બ્રિગેડે લીકેજ પર કાબૂ મેળવ્યો
Published On - 6:49 am, Fri, 29 April 22