Gujarat Election 2022: ચૂંટણી પહેલા જામનગરમાં સતવારા સમાજમાં બે જૂથ પડયા, સતવારા સમાજના એક જૂથે ભાજપનો વિરોધ કર્યો

|

Nov 25, 2022 | 3:13 PM

gujarat assembly election: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ચૂંટણી જીતવા વિવિધ રાજકીય પક્ષોએ માસ્ટર પ્લાન બનાવ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપમાં દિગ્ગજો પ્રચારના મેદાનમાં ઉતર્યા છે.

Gujarat Election 2022: ચૂંટણી પહેલા જામનગરમાં સતવારા સમાજમાં બે જૂથ પડયા, સતવારા સમાજના એક જૂથે ભાજપનો વિરોધ કર્યો
જામનગરમાં સતવારા સમાજમાં બે જુથ

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ચૂંટણી જીતવા વિવિધ રાજકીય પક્ષોએ માસ્ટર પ્લાન બનાવ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપમાં દિગ્ગજો પ્રચારના મેદાનમાં ઉતર્યા છે. વડાપ્રધાન મોદી પણ અનેક સ્થળોએ પ્રચાર સભા સંબોધી ચુક્યા છે. જો કે આ વચ્ચે માહિતી મળી છે કે જામનગરમાં સતવારા સમાજમાં બે જૂથ પડી ગયા છે. સમાજના એક જૂથે ભાજપનો વિરોધ કર્યો છે.

ગુજરાત ચૂંટણી 2022: સતવારા સમાજના બે જૂથો આમને સામને

વિધાનસભાની ચૂંટણી પહેલા જામનગરમાં સતવારા સમાજમાં બે જૂથ પડી ગયા છે. જીલ્લા ભાજપના ઉપપ્રમુખ અને સતવારા સમાજના આગેવાન ભનુ ચૌહાણે રાજીનામું આપતા સમાજના એક જૂથે ભાજપનો વિરોધ કર્યો હતો. તો સમાજના બીજા જૂથે બેડ ગામે સંમેલન યોજી ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. જે સંમેલનમાં વઢવાણના ભાજપના ઉમેદવાર જગદીશ મકવાણા હાજર રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, જામનગર ગ્રામ્ય બેઠક પર સતવારા સમાજના 30 હજારથી વધુ મતદારો છે. ત્યારે મતદાન પહેલા સતવારા સમાજના બે જૂથો આમને સામને આવી ગયા હતા.

ખંભાળિયામાં સતવારા સમાજની બેઠકમાં હોબાળો

તો બીજી તરફ દેવભૂમિદ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં સતવારા સમાજની બેઠક દરમિયાન કકળાટ સામે આવ્યો છે.  એક જ સમાજના ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે બોલાચાલી થતા હોબાળો મચી ગયો હતો. ભાણવડ પંથકના સતવારા સમાજના યુવાને બેઠકને લઈ ગંભીર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે, સમાજના લોકોની નહીં પણ ભાજપના કાર્યકરોની બેઠક મળી. જો કે બાદમાં મામલો ઉગ્ર બનતા સમાજના આગેવાનોએ મામલો થાળે પાડ્યો.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે.

Next Article