પીએમ મોદી આજે સુરતમાં પાટીદાર બિઝનેસ સમિટને સંબોધશે, ત્રણ દિવસીય સમિટમાં 10,000 પાટીદાર ઉદ્યોગપતિઓ ભાગ લેશે

|

Apr 29, 2022 | 11:41 AM

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલ સહિત અન્ય નેતાઓમાં સામેલ થશે. જેનો હેતુ પાટીદાર સમુદાયમાં ભાજપની સ્વીકૃતિ અને લોકપ્રિયતા દર્શાવવાનો છે.

પીએમ મોદી આજે સુરતમાં પાટીદાર બિઝનેસ સમિટને સંબોધશે, ત્રણ દિવસીય સમિટમાં 10,000 પાટીદાર ઉદ્યોગપતિઓ ભાગ લેશે
Prime Minister Narendra Modi (file photo)

Follow us on

ગુજરાતની આગામી વિધાનસભા ( Gujarat Assembly Election 2022 ) ચૂંટણી પૂર્વે પાટીદાર વોટબેંકને મજબૂત કરવા પીએમમોદી (PM Modi) સુરતમાં શુક્રવારથી શરૂ થનારા ત્રણ દિવસીય વૈશ્વિક પાટીદાર બિઝનેસ સમિટને (Patidar Business Summit ) વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પાટીદાર ચહેરો મનસુખ માંડવિયા સુરત (Surat) માં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. સુરતમાં પાટીદાર સમુદાય મહત્વની વોટ બેંક છે. આ ઉપરાંત પાટીદાર સમુદાયમાં પણ આમ આદમી પાર્ટીના પ્રભાવનો વધારો જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલ સહિત અન્ય નેતાઓમાં સામેલ થશે. જેનો હેતુ પાટીદાર સમુદાયમાં ભાજપની સ્વીકૃતિ અને લોકપ્રિયતા દર્શાવવાનો છે. આ ઉપરાંત ત્રણ દિવસીય સમિટમાં લગભગ 750 સ્ટોલ લગાવવામાં આવ્યા છે. તેમજ 10,000 પાટીદાર ઉદ્યોગપતિઓ અને અને લગભગ પાંચ લાખ સહભાગીઓ આવવાની અપેક્ષા છે.

વડાપ્રધાન મોદી ચૂંટણી પહેલાં પાટીદારોને આકર્ષવાના પ્રયાસોના ભાગ રૂપે એપ્રિલ મહિનામાં જ બીજી વખત પાટીદાર સમાજના લોકોને સંબોધવાના છે. આ અગાઉ 10 એપ્રિલના રોજ પીએમ મોદીએ જૂનાગઢ નજીક આવેલા કડવા પાટિદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિર ઉમાધામ ગાંઠીલા ખાતે મહાપાટોત્સવ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહી કડવા પાટીદારોને સંબોધન કર્યું હતું. જેમાં પાટીદાર સમાજની સમજશક્તિના વખાણ કર્યાં હતાં અને આ રીતે પાટીદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.

મે મહિનાના પ્રથમ સપ્તાહમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશભરના આરોગ્ય મંત્રીઓની ચિંતન શિબિરને મોદી સંબોધશે

આ પૂર્વે પીએમ મોદીએ અમદાવાદ ખાતે વિશ્વ પાટીદાર સમાજ દ્વારા રૂ. 200 કરોડના ખર્ચે બનેલ સરદારધામ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. તે પાટીદાર સમુદાય માટે વન સ્ટોપ બિઝનેસ, સામાજિક અને શૈક્ષણિક હબ તરીકે ઉભરી રહ્યું છે. તેમજ આ સમિટ બાદ, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં દેશભરના આરોગ્ય મંત્રીઓની ચિંતન શિબિર યોજાશે, જેમાં રાજ્યને આપવામાં આવેલી મહત્ત્વની બાબત તરફ પણ ધ્યાન દોરવામાં આવશે.

આ પણ વાંચો

 


 

આ પણ વાંચોઃ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવશે, કમલમ ખાતે ભાજપના હોદ્દેદારોને અને અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે કાર્યકરોને સંબોધશે

આ પણ વાંચોઃ Sokhda Haridham : સ્વામી ગુણાતીત ચરણના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો, સ્વામીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

Published On - 7:28 am, Fri, 29 April 22

Next Article