AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Gujarat Visit: ગુજરાતની જનતાએ મારી જાતિ જોયા વિના મને ચૂંટણીમાં વિજેતા બનાવ્યો છે. : પીએમ મોદી

PM Modi Gujarat Visit:  ગુજરાતની(Gujarat)ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ(PM Modi)મહેસાણામાં જનસભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના લોકો છેલ્લા બે દાયકાથી તેમને આશીર્વાદ આપે છે અને તેમની જાતિને ધ્યાનમાં લીધા વિના તેમને મત આપે છે. વડાપ્રધાન મોદીએ મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરાને(Modhera)દેશનું પ્રથમ સોલાર વિલેજ જાહેર કર્યું છે

PM Modi Gujarat Visit: ગુજરાતની જનતાએ મારી જાતિ જોયા વિના મને ચૂંટણીમાં વિજેતા બનાવ્યો છે. : પીએમ મોદી
PM Modi Gujarat Visit Mehsana
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 8:05 PM
Share

PM Modi Gujarat Visit:  ગુજરાતની(Gujarat)ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ(PM Modi)મહેસાણામાં જનસભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના લોકો છેલ્લા બે દાયકાથી તેમને આશીર્વાદ આપે છે અને તેમની જાતિને ધ્યાનમાં લીધા વિના તેમને મત આપે છે. વડાપ્રધાન મોદીએ મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરાને(Modhera)દેશનું પ્રથમ સોલાર વિલેજ જાહેર કર્યું છે. તેમણે મહેસાણા જિલ્લાને પણ 3092 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. આ લોકાર્પણ કાર્યક્રમ બાદ જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે, સોલર વિલેજ બનવાથી લોકોને વીજળીના બિલથી છૂટકારો મળશે. પહેલા હોર્સ પાવર માટે આંદોલનો કરવા પડતા હતા તેમાં હવે સોલાર પાઈપ લાઈન નાખી દેતા સમગ્ર ચિત્ર બદલી નાખ્યો. સરકાર લાખો સોલાર પંપ વિસ્તરીત કરી રહી છે. ખેડૂતોની જરૂરત પ્રમાણે સૌર ઊર્જાથી ચાલતા પંપ બનાવીએ.જ્યારે પણ દુનિયામાં સોલાર એનર્જીની વાત થશે, ત્યારે સહુના મુખે મોઢેરા પહેલુ નામ હશે. કારણે કે મોઢેરા સોલાર પાવર વિલેજ બનનાર સૌપ્રથમ ગામ છે. 21મી સદીના આત્મનિર્ભર ભારત માટે આપણે આપણી ઊર્જાને જરૂરત સાથે જોડાય તેવા જ પ્રયાસ કરવાના છે.

ભગવાન સુર્યના ધામ મોઢેરામાં છીએ

પીએમ મોદીએ કહ્યું કે, આજે મોઢેરા માટે મહેસાણા માટે અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે વિકાસની નવી ઊર્જાનો સંચાર થયો છે. વીજળી પાણી થી લઇ રોડ, રેલવે સુધી અને ડેરીના માધ્યમથી વિકાસ અને આરોગ્યથી અનેક યોજનાઓનું આજે લોકર્પણ અને શિલાન્યાસ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેલવાડામાં સંબોધન કરી રહ્યા છે. દેલવાડામાં પીએમએ રામ રામથી સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાને જણાવ્યુ કે આજે આપણે ભગવાન સુર્યના ધામ મોઢેરામાં છીએ. તેમજ આજે શરદ પૂર્ણિમા છીએ. તેમજ આજે ઋષિ વાલ્મીકિની જયંતી પણ છે. એટલે કે આજે આ ત્રણનો ત્રિવેણી સંગમ છે. હું તમામને શરદ પૂર્ણિમા અને વાલ્મીકિ જયંતીની શુભેચ્છા પાઠવું છે.

ગ્રામજનોને વીજળીના બિલમાં 60 ટકા થી 100 ટકા સુધીની બચત

જ્યારે પણ દુનિયામાં સોલાર એનર્જીની વાત થશે, ત્યારે સહુના મુખે મોઢેરા પહેલુ નામ હશે. કારણે કે મોઢેરા સોલાર પાવર વિલેજ બનનાર સૌપ્રથમ ગામ છે. 21મી સદીના આત્મનિર્ભર ભારત માટે આપણે આપણી ઊર્જાને જરૂરત સાથે જોડાય તેવા જ પ્રયાસ કરવાના છે.આ ઉપરાંત આ પ્રોજેક્ટ હેઠળ 1300થી વધુ ઘરો પર લગાવવામાં આવેલી 1 કિલોવોટની રૂફટોપ સોલાર સિસ્ટમોને નિઃશુલ્ક લગાવી આપવામાં આવી છે જેના કારણે ગ્રામજનોને વીજળીના બિલમાં 60 ટકા થી 100 ટકા સુધીની બચત પણ થશે અને જો વીજળીની બચત થશે તો ગ્રામજનોને વધારાના પૈસા પણ ચૂકવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષના અંતમા વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી ભાજપ માટે અતિ મહત્વની છે. તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન રૂ. 14,600 કરોડથી વધુના ખર્ચના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

Follow Us
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો
દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાયો ભાજપ નેતાનો દીકરો
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષે નિવૃતિ જાહેર કરી
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ 70 વર્ષે નિવૃતિ જાહેર કરી
બળદિયાની જેમ 25 વર્ષ કામ કરનાર રાજ્યસભામાં પહોંચ્યા
બળદિયાની જેમ 25 વર્ષ કામ કરનાર રાજ્યસભામાં પહોંચ્યા
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
મેક ડોનાલ્ડ્સમાં વેજ-નોનવેજને લઈને વિવાદ
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
g clip-path="url(#clip0_868_265)">