AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધ્યગુજરાતની બે બેઠકો પર મામા ભાણીયાની દાવેદારી, આણંદથી પૂર્વ સાંસદ દિલીપ પટેલે ટિકિટ માગી તો નડિયાદથી ભાણીયા રાજન દેસાઈએ કરી દાવેદારી

Gujarat ELEction 2022: વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ લેવાનો આજે બીજો દિવસ છે. જેમા મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાની બે બેઠકો પર મામા-ભાણીયાએ ટિકિટ માગી છે. આણંદથી પૂર્વ સાંસદ દિલીપ પટેલે ટિકિટ માગી છે તો નડિયાદથી તેમના ભાણીયા રાજન દેસાઈએ ટિકિટ માગી છે.

મધ્યગુજરાતની બે બેઠકો પર મામા ભાણીયાની દાવેદારી, આણંદથી પૂર્વ સાંસદ દિલીપ પટેલે ટિકિટ માગી તો નડિયાદથી ભાણીયા રાજન દેસાઈએ કરી દાવેદારી
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 28, 2022 | 7:59 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે સેન્સ લેવાનુ શરૂ કર્યુ છે. સેન્સ લેવાનો આજે બીજો દિવસ છે. 27.10.22થી ભાજપે કાર્યકરોની અને ઉમેદવારોની સેન્સ લેવાની શરૂઆત કરી છે. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાની બે બેઠક પર મામા અને ભાણિયાએ ટિકિટની માગણી કરી છે. આણંદ વિધાનસભા બેઠક પર પૂર્વ સાંસદ દિલીપ પટેલે ટિકિટ માગી છે તો તેમના સગા ભાણિયા રાજન દેસાઈએ નડિયાદ બેઠકથી ભાજપમાં ટિકિટની માગણી કરી છે.

નડિયાદની બેઠક પર ભાજપના અનેક દાવેદારો ટિકિટની માગણી કરી રહ્યાં છે. જો મુખ્ય ચહેરાઓ પર નજર કરીએ તો નડિયાદના વર્તમાન ધારાસભ્ય અને ભાજપના મુખ્ય દંડક પંકજ દેસાઈએ ફરી એકવાર ટિકિટ માગી છે. ઉપરાંત જિલ્લા ભાજપના પ્રમુખ વિપુલ પટેલ પણ રેસમાં છે. ભાજપના પ્રદેશ મંત્રી જાન્વી વ્યાસ પણ ચૂંટણી લડવા થનગની રહ્યાં છે. તો ભાજપના પ્રદેશ IT કન્વીનર નિખિલ દેસાઈ અને સક્રિય કાર્યકર રાજન દેસાઈએ પણ ચૂંટણી લડવા તૈયારી બતાવી છે.

નડિયાદ બેઠકની જો વાત કરીએ તો નડિયાદ બેઠક પર ભાજપમાં 5 મુખ્ય દાવેદારો છે. જ્યારે આણંદ બેઠક પર પ્રદેશ IT કન્વીનર નિખીલ પટેલે દાવેદારી નોંધાવી છે ઉપરાંત પૂર્વ સાંસદ દિલીપ પટેલે દાવેદારી કરી છે. જિલ્લામાં બે બેઠકો પર મામા ભાણીયાએ દાવેદારી કરતા ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે જોવુ રહેશે કે ભાજપનું મોવડીમંડળ અહીંથી કોને ટિકિટ આપશે.

મધ્ય ગુજરાતની વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠક માટે 175 જેટલા અપેક્ષિત આગેવાનોએ નિરીક્ષકો સમશ્ર પોતાનુ મંતવ્ય રજૂ કર્યુ. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને પૂર્વ ધારાસભ્ય સતિશ પટેલે ફરી એકવાર ટિકિટની માગણી કરી છે. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ સહિતના અનેક દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે તમામ કાર્યકરોની રજૂઆત સાંભળવામાં આવશે. જો કે તમામ ઉમેદવારોએ પાર્ટી જેને પણ ટિકિટ આપે તેને વિજયી બનાવવાના સૂર વ્યક્ત કર્યા છે.

આ તરફ ભાજપ માટે સૌથી સલામત ગણાતી માંજલપુર વિધાનસભા બેઠક પર 40થી વધારે ઉમેદવારોએ ટિકિટની માગણી કરી છે. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ફરી એકવાર ઉમેદવારી નોંધાવતા પાટીદાર કાર્ડ આગળ કર્યું છે. પૂર્વ પ્રધાન યોગેશ પટેલે કહ્યું કે વડોદરા શહેર, જિલ્લામાં પહેલા 5 પટેલ ધારાસભ્યો ચૂંટાતા હતા. યોગેશ પટેલે કહ્યું કે હું એકલો જ પટેલ ઉમેદવાર છું અને સાત વખતથી ચૂંટણી જીતવામાં સફળ રહું છું. માંજલપુરમાં સારૂ કામ થયું હોવાથી હવે દરેક વોર્ડમાંથી પાટીદાર આગેવાનોએ ટિકિટની માગણી કરી છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">