Gujarat Election 2022 : પ્રથમ તબક્કાની 89 બેઠક પર થયેલા ઓછા મતદાનને પગલે રાજકીય પક્ષોની વધી ચિંતા, નિરસ મતદાન, કોને નડશે ?

|

Dec 02, 2022 | 12:32 PM

પ્રથમ તબક્કાના મતદાનમાં નર્મદામાં સૌથી વધુ 78.24 ટકા મતદાન થયુ છે. તો અમરેલી અને બોટાદમાં સૌથી ઓછુ 57 ટકા મતદાન નોંધાયુ છે. ગત વિધાનસભા ચૂંટણી કરતા પ્રમાણમાં ઓછુ મતદાન થતા અમુક બેઠકોના સમીકરણ બદલાઈ શકે છે.

Gujarat Election 2022 : પ્રથમ તબક્કાની 89 બેઠક પર થયેલા ઓછા મતદાનને પગલે રાજકીય પક્ષોની વધી ચિંતા, નિરસ મતદાન, કોને નડશે ?
Gujarat Election 1 Phase Voting

Follow us on

 ગુજરાત એસેમ્બલી ઈલેક્શન2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે. સત્તાવાર આંકડા અનુસાર 89 બેઠકો પર 63.14 ટકા મતદાન થયુ છે. જેમાં  નર્મદામાં સૌથી વધુ 78.24 ટકા મતદાન થયુ છે. તો અમરેલી અને બોટાદમાં સૌથી ઓછુ 57 ટકા મતદાન નોંધાયુ છે. 788 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થયા છે. તમામ ઉમેદવારોના ભાવીનો ફેંસલો 8 ડિસેમ્બરે થશે.

સૌરાષ્ટ્ર કરતાં દક્ષિણ ગુજરાતમાં વધારે મતદાન

જો 19 જિલ્લાના મતદાનની વિગતવાર વાત કરીએ તો કચ્છ 59.80 ટકા, સુરેન્દ્રનગર 62.46 ટકા, મોરબી 69.95 ટકા,રાજકોટ 60.45 ટકા, જામનગર 58.42 ટકા, દેવભુમિ દ્વારકા 61.71 ટકા,પોરબંદર 59.51 ટકા,  જુનાગઢ  59.52 ટકા, ગીર સોમનાથ 65.93 ટકા, અમરેલી  57.59 ટકા,  ભાવનગર 60.82 ટકા, બોટાદ 57.58 ટકા,  નર્મદા 78.24 ટકા, ભરૂચ 66.31 ટકા, સુરત 62.27 ટકા, તાપી 76.91 ટકા, ડાંગ 67.33 ટકા,  નવસારી 71.06 ટકા,  વલસાડ 69.40 ટકા નોંધાયુ છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ત્રિપાંખિયા જંગમાં ઓછુ મતદાન બદલી શકે છે સમીકરણો

સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વખતે ગત વિધાનસભા ચૂંટણી કરતા ઓછુ મતદાન થયુ છે. એમાં પણ પાટીદાર સમાજના દબદબાવાળી બેઠક પર ઓછું મતદાન થયુ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જો કે લોકશાહીના ઉત્સવામાં આદિવાસી મતદારો અવ્વલ રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નર્મદામાં મતદાન થયુ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછુ મતદાન અમરેલી અને બોટાદમાં થયુ છે. એટલે કે કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠકો પર મતદારોએ આ વખતે નિરસતા દાખવી છે.

Published On - 12:31 pm, Fri, 2 December 22

Next Article