Gujarat election result 2022 : દેશમાં ભાજપ સહિત અન્ય પક્ષોની સરકારના શાસનના રહ્યા છે આ રેકોર્ડ

|

Dec 08, 2022 | 4:41 PM

Gujarat election result 2022 : ગુજરાતમાં ભાજપ સરકાર 32 વર્ષ સુધી શાસનમાં રહી છે. ગુજરાતમાં ભાજપે માર્ચ 1995થી અત્યારસુધી (2027) સુધી શાસન ભોગવી રહ્યું છે. આ શાસન દરમિયાન 19 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર 1996 સુધી રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ પડયું હતું.

Gujarat election result 2022 : દેશમાં ભાજપ સહિત અન્ય પક્ષોની સરકારના શાસનના રહ્યા છે આ રેકોર્ડ
Gujarat election result 2022
Image Credit source: TV9 Digital

Follow us on

Gujarat election result 2022 : ગુજરાતમાં ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની જોડીએ ફરી ભાજપનો પરચમ લહેરાવી દીધો છે. ત્યારે ગુજરાતમાં ભાજપે શાસન ભોગવવાના મામલે પણ સિદ્ધિ મેળવી છે. આ ચૂંટણીના પરિણામોમાં ભાજપ ગુજરાતમાં 156 બેઠકો મેળવી લીધી છે. જે ગુજરાતની ચૂંટણીમાં તો રેકોર્ડ છે, જ પરંતુ દેશની ચૂંટણીઓમાં પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ગુજરાતમાં ભાજપ સતત સાતમીવાર સત્તા સ્થાને આવી રહ્યું છે. ત્યારે એક નજર કરીએ દેશના કયાં રાજયોમાં કંઇ સરકારે સત્તાસ્થાને રહેવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

1) ગુજરાતમાં ભાજપ સરકાર 32 વર્ષ સુધી શાસનમાં રહી છે. ગુજરાતમાં ભાજપે માર્ચ 1995થી અત્યારસુધી (2027) સુધી શાસન ભોગવી રહ્યું છે. આ શાસન દરમિયાન 19 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર 1996 સુધી રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ પડયું હતું. જેમાં ઓક્ટોબર 1996થી માર્ચ 1998 સુધી રાષ્ટ્રીય જનતા પાર્ટીની સરકાર પણ રહી હતી.

2) પશ્ચિમ બંગાળમાં સીપીઆઇ(એમ)ની સરકાર 33 વર્ષ સુધી સત્તાસ્થાને રહ્યું છે. બંગાળમાં સીપીઆઇ(એમ)એ જુન 1977થી મે 2011 સુધી શાસન ભોગવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

3) આસામમાં કોંગ્રેસ પક્ષે જાન્યુઆરીએ 1950થી માર્ચ 1978 સુધી એટલે કે 27+ વર્ષનું શાસન ભોગવ્યું છે.

4) જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સે ફેબ્રુઆરી 1975થી ઓક્ટોબર 2002 સુધી એટલે કે 27+ શાસન ભોગવ્યું છે. જેમાં જુલાઇ 1984થી 6 માર્ચ 1986 દરમિયાન અવામી નેશનલ કોન્ફરન્સ સત્તામાં રહી હતી.

5) આંધ્રપ્રદેશમાં કોંગ્રેસે નવેમ્બર 1956થી લઇ જાન્યુઆરી 1983 સુધી શાસન કર્યું છે. આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ 26 + સુધી શાસન કર્યું છે.

6) ત્રિપુરામાં સીપીઆઇ(એમ)ની સરકારે 25 વર્ષથી વધારે શાસન કર્યું છે. જેમાં April 1993થી March 2018 સુધી શાસન ભોગવ્યું છે.

7) ઓરિસ્સામાં બીજુ જનતા દળની સરકારે 24 વર્ષથી વધારે શાસન કર્યું છે. અહીં March 2000થી May 2024 સુધી શાસન કર્યું છે. જે હાલમાં શાસન પર છે અને 2024 સુધી શાસન પર છે.

8) સિક્કિમમાં ડેમોક્રેટિક ફ્રન્ટે ડિસેમ્બર 1994થી મે 2019 સુધી એટલે કે 24 વર્ષ શાસન કર્યું છે.

9) બિહારમાં જનતા દળ યુનાઇટેડે નવેમ્બર 2005થી નવેમ્બર 2025 એટલે કે 20 વર્ષ સુધી શાસન કર્યું છે. હાલમાં પણ અહીં Janta Dal United સરકારમાં છે અને 2025માં ચૂંટણી છે.

10) પંજાબમાં કોંગ્રેસની ઓગષ્ટ 1947થી માર્ચ 1967 સુધી એટલે કે 20 વર્ષ શાસન કર્યું છે.

11) આ સિવાય કોંગ્રેસની સરકારે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં જાન્યુઆરી 1950થી એપ્રિલ 1967 એટલે 17 વર્ષ સુધી સત્તાની ધુરા સંભાળી હતી.

12) બિહાર-રાજસ્થાન- તામિલનાડુંમાં કોંગ્રેસે એપ્રિલ 1950થી માર્ચ 1967 સુધી-એટલે કે 17 વર્ષ સુધી શાસન ભોગવ્યું છે.

13) ગોવામાં એમજીપીની સરકારે ડિસેમ્બર 1963થી એપ્રિલ 1979 સુધી-17 વર્ષ શાસન કર્યું છે.

14) જમ્મુ-કાશ્મીરમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે માર્ચ 1948થી ફેબ્રુઆરી 1964 સુધી એટલે કે 16 વર્ષનું શાસન કર્યું છે.

તો મધ્યપ્રદેશમાં ભાજપે ડિસેમ્બર 2002થી ડિસેમ્બર 2018 સુધી- 15 વર્ષ શાસન કર્યું છે. બિહારમાં આરજેડીની સરકારે માર્ચ 1990થી માર્ચ 2005 સુધી 15 વર્ષ શાસન કર્યું છે. દિલ્હીમાં કોંગ્રેસે ડિસેમ્બર 1998થી ડિસેમ્બર 2013 સુધી 15 વર્ષ અને મણિપુરમાં માર્ચ 2002થી માર્ચ 2017 સુધી કોંગ્રેસની સરકારે 15 વર્ષ શાસન કર્યું છે.

 

Published On - 4:38 pm, Thu, 8 December 22

Next Article