Gujarat Election 2022 : ભાજપનો ગઢ ગણાતી અમદાવાદની આ હાઈ પ્રોફાઈલ બેઠકે બે મુખ્યમંત્રી આપ્યા, જાણો અહીંના મતદારોનો મિજાજ

|

Sep 27, 2022 | 2:03 PM

ગુજરાત વિધાનસભાનું (Gujarat Election) રણશિંગુ ફૂંકાઈ ચૂક્યુ છે, દરેક રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા શક્ય તમામ પ્રયાસો કરી રહી છે, પરંતુ મતદારો EVM પર કઈ પાર્ટીનું નિશાન દબાવશે તે જોવુ રહ્યું.

Gujarat Election 2022 : ભાજપનો ગઢ ગણાતી અમદાવાદની આ હાઈ પ્રોફાઈલ બેઠકે બે મુખ્યમંત્રી આપ્યા, જાણો અહીંના મતદારોનો મિજાજ
Ghatlodiya Assembly Seat

Follow us on

Gujarat Election : અમદાવાદની (Ahmedabad) ઘાટલોડિયા વિધાનસભા બેઠક (Ghatlodiya Assembly Seat) ભાજપનો મજબૂત કેસરિયો કિલ્લો ગણાય છે. પાટીદાર મતદારોનું (Patidar Voters) પ્રભુત્વ ધરાવતી ઘાટલોડિયા બેઠક પર ગત બે ટર્મથી ભાજપ 1 લાખથી વધુ મતોથી વિજયી બન્યું છે. ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્યપ્રધાન આપ્યા છે. પૂર્વ CM આનંદીબેન પટેલ (Anandiben Patel) અને વર્તમાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી જીત્યા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) મત વિસ્તારમાં રોડ, પીવાના પાણી, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતાના કાર્યો કેટલા થયા છે. વિકાસ કાર્યોથી પ્રજા કેટલી ખુશ છે. આ વિસ્તારમાં કયા કાર્યો હજી થવાના બાકી છે, શું છે પ્રજાજનોનો મત….?

જુઓ વીડિયો

ઘાટલોડિયા બેઠકના મતનું ગણિત

અમદાવાદની આ બેઠકના મત ગણિતની વાત કરીએ તો કુલ મતદારો 3 લાખ 57 હજાર 367 છે, જેમાં પુરૂષ મતદારો 1 લાખ 83 હજાર 823 અને સ્ત્રી મતદારો 1 લાખ 73 હજાર 542 છે. અમદાવાદની આ હાઈ પ્રોફાઈલ બેઠક પરથી જ CM ભૂપેન્દ્ર પટેલે જીત હાંસલ કરી હતી. ઘટલોડિયા બેઠક એ ભાજપનો (BJP) ગઢ ગણાય છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

અહીં પાટીદારોના મત નિર્ણાયક

જો 2017 ના ચૂંટણીના પરિણામની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલને 1 લાખ 75 હજાર 652 મત મળ્યા હતા. તો કોંગ્રેસમાંથી (Congress) લડી રહેલા શશિકાંત પટેલને 57,902 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 72.5 ટકા રહ્યો હતો. જો 2012 વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપ પાર્ટીમાંથી લડેલા આનંદીબેન પટેલે 1.10 લાખ મત મળ્યા હતા તો કોંગ્રેસમાંથી લડેલા રમેશ પટેલને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તો આ ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 74.61 રહ્યા હતો. જો આ બેઠકના જ્ઞાતિગત સમીકરણની વાત કરીએ તો ઘાટલોડિયામાં સૌથી વધુ પાટીદારોની 70 થી 78 હજાર વસ્તી છે. તો રબારી-માલધારી મતદારો 40 હજારથી વધુ છે. જેમાં 53 ટકા પુરૂષો અને 47 ટકા મહિલા મતદારો છે.

ઘાટલોડિયા બેઠકનો રાજકીય ઇતિહાસ

અમદાવાદની આ હાઈ પ્રોફાઈલ બેઠક નવા સીમાંકન બાદ 2008માં બેઠક અસ્તિત્વમાં આવી છે. ઘાટલોડિયા બેઠકને સરકાર (Gujarat Govt) સાથે સીધો સંબંધ છે. કારણ કે આ બેઠકથી ગુજરાતના નવા CM પદનો રસ્તો ખુલે છે. અહીંથી જ આનંદી બેન પટેલ અને ભૂપેન્દ્ર પટેલ જીતીને મુખ્યપ્રધાન બન્યા હતા. શહેરી મતદારોનો (Voters) ભાજપ તરફ પહેલાથી ઝુકાવ છે, ત્યારે અહીંના મતદારો EVM પર કઈ પાર્ટીનું નિશાન દબાવશે તે જોવુ રહ્યું.

Next Article