Gujarat Election 2022 : કલોલમાં ઇલેક્શનની અદાવતને લઇને યુવક પર હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો

|

Dec 05, 2022 | 10:45 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. જો કે તેની બાદ મોડી સાંજે ગાંધીનગર જિલ્લાના કલોલમાં ઇલેક્શનની અદાવતને લઇને યુવાન પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. જ્યારે યુવક પર હુમલામાં યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. જો કે યુવાનની તબિયત વધારે બગડતા ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.

Gujarat Election 2022 : કલોલમાં ઇલેક્શનની અદાવતને લઇને યુવક પર હુમલો,  યુવકને હોસ્પિટલ ખસેડાયો
Kalol Babal

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું  બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. જો કે તેની બાદ મોડી સાંજે ગાંધીનગર જિલ્લાના કલોલમાં ઇલેક્શનની અદાવતને લઇને યુવાન પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. જ્યારે યુવક પર હુમલામાં યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. જો કે યુવાનની તબિયત વધારે બગડતા ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. જેમાં માથાના ભાગે ધારદાર હથિયાર વડે ગંભીર ઇજાઓ કરાઈ હોવાનું ડોકટરે જાણ કરી હતી. જે અંગે પોલીસે ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમગ્ર ઘટનામાં કલોલ વિધાનસભાના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના દીકરા અને ભત્રીજા સહિત અન્ય 10 લોકોએ હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. જેમાં ભાજપ કાર્યકર્તા પર કોંગ્રેસ કાર્યકર્તાઓએ હુમલો કરવાની ઘટના સામે આવી છે. જેના પગલે ધારાસભ્ય બળદેવજી ઠાકોરના નિવાસ બહાર મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા.

ઉલ્લેખનીય છે કે, આજે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં આચારસંહિતાનો કડક અમલ કરાવવામાં આવ્યો. ફ્લાઈંગ સ્કૉડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ દ્વારા પણ ચુસ્ત નિગરાની રાખી ચકાસણી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રૂ.31.92 કરોડ રોકડ જપ્ત કરવામાં આવ્યા, રૂ. 16.40 કરોડની કિંમતનો દારૂ, રૂ. 540.63 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને રૂ. 36.51 કરોડના મૂલ્યની સોના-ચાંદી કે અન્ય મૂલ્યવાન ધાતુ કબ્જે કરવામાં આવી છે. રૂ. 176.38 કરોડની અને ચીજવસ્તુઓ સહિત અત્યાર સુધીમાં કુલ રૂ. 801.85 કરોડની કિંમતની રોકડ અને ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.

મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના બીજા તબક્કામાં અલગ અલગ પ્રકારની ફરિયાદો મળી છે. જેનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું છે. આજે દિવસ દરમિયાન વિવિધ રાજકીય પક્ષો દ્વારા 27 ફરિયાદો, અન્ય પ્રકારે 28 ફરિયાદો અને ઈમેલ દ્વારા 55 જેટલી ફરિયાદો મળી હતી. કૉલ સેન્ટર દ્વારા 39 ફરીયાદો મળી છે અને c-VIGIL મોબાઇલ એપ્લિકેશન દ્વારા 180 જેટલી ફરિયાદો મળી છે. ટેલિવિઝન અને અન્ય પ્રચાર માધ્યમો (ECI એલર્ટ્સ) દ્વારા 38 જેટલી ફરિયાદો ધ્યાનમાં આવી છે. આમ કુલ 312 જેટલી નાની-મોટી ફરિયાદો ઇલેક્શન કમિશનના ધ્યાને આવી હતી. જેનું તત્કાળ નિરાકરણ કરવામાં આવ્યું છે.

Next Article