Gujarat Election 2022: તમારા ઉમેદવારમાંથી કોણ છે કરોડપતિ અને કોણ છે દેવાદાર તો કોની પાસે છે માત્ર 1000 રૂપિયાની થાપણ, જાણો રસપ્રદ વિગતો

|

Nov 24, 2022 | 8:03 PM

જાણવું રસપ્રદ બની રહેશે કે કઈ પાર્ટી પાસે કરોડપતિ ઉમેદવાર છે અને કોની પાસે મિલકત વિનાના ઉમેદવાર છે તો ક્યા પક્ષમાં મહિલાઓ પાસે સૌથી વધુ મિલકત છે, મુખ્ય પક્ષોની વાત કરીએ તો ભાજપના 89 ઉમેદવારોમાંથી 79  ઉમેદવાર એટલે કે  ટકાવારીની રીતે જોઈએ તો આશરે 98 ટકા કરોડપત્તિ ઉમેદવાર છે.

Gujarat Election 2022: તમારા ઉમેદવારમાંથી કોણ છે કરોડપતિ અને કોણ છે દેવાદાર તો કોની પાસે છે માત્ર 1000 રૂપિયાની થાપણ, જાણો રસપ્રદ વિગતો
ગુજરાતમાં કરોડપતિથી માંડીને સાધારણ ઉમેદવારો

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક રાજકીય પાર્ટી પ્રચાર અને પ્રસાર થકી મતદારોની નજીક પહોંચી રહી છે. ત્યારે એ પણ જાણી લો કે કઈ રાજકીય પાર્ટીના કયા કરોડપતિ ઉમેદવારો છે અને કોની પાસે સાવ સામાન્ય મિલકત છે. ચૂંટણીમાં નાણાની રેલમછેલ હોય છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ જાહેર કરેલી તેમની મિલકતોના આંકડા પ્રમાણે એ જાણવું રસપ્રદ બની રહેશે કે કઈ પાર્ટી પાસે કરોડપતિ ઉમેદવાર છે અને કોની પાસે મિલકત વગરના ઉમેદવાર છે તો ક્યા પક્ષમાં મહિલાઓ પાસે સૌથી વધુ મિલકત છે.

મુખ્ય પક્ષોની વાત કરીએ તો ભાજપના 89 ઉમેદવારોમાંથી 79 ઉમેદવાર એટલે કે ટકાવારીની રીતે જોઈએ તો આશરે 98 ટકા કરોડપત્તિ  ઉમેદવાર છે, જ્યારે કોંગ્રેસના 89 ઉમેદવારોમાંથી 65  ઉમેદવાર એટલે કે આશરે 73 ટકા કરોડપતિ છે અને AAPના 88 ઉમેદવારોમાંથી 33  ઉમેદવાર એટલે કે 38% ટકા ઉમેદવાર કરોડ ઉપર સંપત્તિ ધરાવે છે.

સરેરાશ મિલકત જોઈએ તો પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત 2.88 કરોડ છે.  વર્ષ 2017માં આ રકમ  2.16 કરોડ હતી. સરેરાશ મિલકત પક્ષ પ્રમાણે BJPના કુલ 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 13.40 કરોડ થાય છે, જ્યારે ભાજપના 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 8.38 કરોડ હતી. AAPના 88 ઉમેદવારોની સરેરાશ મિલકત 1.99 કરોડ છે, જ્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટીના 14 ઉમેદવારોની સરેરાશ મિલકત 23.39 લાખ છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

જો ઉમેદવાર પ્રમાણે સંપત્તિ પર નજર કરીએ તો પ્રથમ તબક્કામાં 211 ઉમેદવારો કરોડ પતિ હોવાનું સામે આવ્યું. પ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ છે

  1. જામનગર ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા પાસે કુલ 97 કરોડની મિલકત
  2. દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેક પાસે 115 કરોડની કુલ મિલકત
  3. પારડીના ભાજપ ઉમેદવાર કનુ દેસાઈ પાસે 10 કરોડથી વધુની મિલકત
  4. રાજકોટ દક્ષિણના ભાજપના રમેશ ટીલાળા પાસે કુલ 175 કરોડની મિલકત
  5. કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે 162 કરોડની મિલકત
  6. જામનગર જિલ્લાની માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાની 130 કરોડની મિલકત

કોણ છે ઝીરો મિલકતવાળા ઉમેદવારો

બહુજન સમાજ પાર્ટીના તાપીના રાકેશ ગામીત પાસે નોંધાયેલી કુલ મિલકત  માત્ર 1000 રૂપિયા જ છે.  જ્યારે ભાવનગરના અપક્ષ ઉમેદવાર જયા બોરીચા પાસે 3000 રૂપિયાની મિલકત નોંધાઈ હતી.

કોણ છે સૌથી વધુ દેવું ધરાવતા ઉમેદવારો

રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ

કચ્છના રાપરના કોંગ્રેસ ઉમેદવાર બચુ અરેઠીયા

સોમનાથ જિલ્લાની ગીર સોમનાથના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમલ વાળા

વિધાનસભાના કરોડપતિ ઉમેદવારોના નામ આ પ્રમાણે છે

  • જયંતી પટેલ પાસે 461 કરોડની સંપતિ
  • 461 કરોડની સંપતિ પણ હાથ પર માત્ર 87 કરોડની રોકડ
  • જયંતી પટેલ પાસે દોઢ કરોડના વાહનો
  • જયંતી પટેલ માણસા બેઠકના ભાજપના ઉમેદવાર
  • દિનુ મામા પાસે 65.75 કરોડની સંપતિ
  • મોંઘીદાટ કારના માલિક છે દિનુ મામા
  • દિનુ મામા પાસે મર્સિડીઝ અને ફોર્ચ્યુનર જેવી કાર
  • દિનુ મામા પાસે 50 હજાર કિંમતની વિદેશી રિવોલ્વર
  • મધુ શ્રીવાસ્તવ પાસે 9.54 કરોડની સંપતિ
  • મધુ શ્રીવાસ્તવ પાસે વેબલી સ્ક્રોન રિવોલ્વર
  • યોગેશ પટેલ પાસે 33.86 કરોડની સંપતિ
Next Article