Gujarat Election 2022: અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 5 હજાર 599 બુથ પર થશે મતદાન, પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ થઇ પૂર્ણ

|

Dec 03, 2022 | 1:40 PM

Gujarat assembly election 2022: અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 5 હજાર 599 બુથ પર મતદાન થશે. દરેક વિધાનસભામાં 7 સખી બુથ હશે જે સંપૂર્ણ મહિલા સંચાલિત હશે. અમદાવાદમાં 11 જગ્યાએ તંબુ ઉભા કરીને મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે.

Gujarat Election 2022: અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 5 હજાર 599 બુથ પર થશે મતદાન, પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ થઇ પૂર્ણ

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાતમાં લોકશાહીના ઉત્સવ સમી વિધાનસભાની ચૂંટણીનો બીજો તબક્કો હવે જાણે આંગણે આવીને ઉભો છે. અમદાવાદમાં 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો પર વહીવટી તંત્ર સજ્જ છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 5 હજાર 599 બુથ પર મતદાન થશે. દરેક વિધાનસભામાં 7 સખી બુથ હશે જે સંપૂર્ણ મહિલા સંચાલિત હશે. અમદાવાદમાં 11 જગ્યાએ તંબુ ઉભા કરીને મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી છે.

અમદાવાદના કલેક્ટર ડૉ.ધવલ પટેલે કહ્યું કે- 4 ડિસેમ્બરે EVM સહિત બુથ પરની સામગ્રી લઈને કર્મચારીઓ જે તે બુથ પર જવા નીકળશે. દરેક બુથ પરના EVM સાથે રિઝર્વ EVM પણ હશે. મતદાન પૂર્ણ થયા બાદ જે EVMમાં મત પડ્યા હશે તે ઇવીએમને સુરક્ષાકર્મીઓ સાથે રાખી મતગણતરી સેન્ટર પર લઈ જશે. જ્યારે મત ન પડ્યા હોય તેવા રિઝર્વ EVMને વેરહાઉસમાં લઈ જવાશે. EVMને પણ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવશે. A કેટેગરીમાં નોર્મલ વોટિંગ, B કેટેગરીમાં રિપ્લેસમેન્ટમાં વોટ થયા તેવા, C કેટેગરીમાં મોકપોલ અને D કેટેગરીમાં વપરાયા નથી તેવા EVMનો સમાવેશ કરાયો છે.

ગુજરાત ઇલેકશન 2022 :દસક્રોઈમાં છે સૌથી વધુ બૂથ

કુલ 5 હજાર 599 મતદાન મથકોમાંથી 2 હજાર 800 મથકો પર CCTVથી મોનિટરિંગ થશે. મતદાન માટે કુલ 9 હજાર 154 CU મશીન, 9 હજાર 154 BU મશીન અને 9 હજાર 425 VVPAT મશીન વહેંચવામાં આવ્યા છે. જો કોઈ મશીન બગડે તો તેને રિપ્લેશ કરવા આ વખતે 63 ટકા લેખે BU અને CU મશીન રિઝર્વ રખાયા છે. જ્યારે 68 ટકા લેખે vvpt મશીન રિઝર્વ રખાયા છે. 21 વિધાનસભાના કુલ 5599 બુથને લઈને પ્રક્રિયા ચાલી રહી છે. 21 વિધાનસભામાં સૌથી વધુ દસક્રોઈમાં 413 બુથ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મહત્વનું છે કે પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ પોલીસ અને હોમગાર્ડ જવાનોનું મતદાન કર્યુ. અમદાવાદ જિલ્લામાં કુલ 13829 પોલીસ અને હોમગાર્ડ જવાનો પોસ્ટલ મતદાન માટે નોંધાયા હતા, જેમાંના 12081 પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. આમ, કુલ 87.35 ટકા મતદાન જોવા મળ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં ફરજ પર રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ પોલિંગ ફેસીલીટી અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પાંચ કેન્દ્રો ઉપર 25 અને 26 નવેમ્બરના રોજ પોલીસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે સંદર્ભે અમદાવાદ જિલ્લાના પોલીસ અને સુરક્ષાકર્મીઓ માટે અલાયદા પાંચ સેન્ટર પર પોલીસ કર્મીઓ માટે સવારે 9 વાગ્યા થી સાંજ ના 5 વાગ્યા સુધીમાં મતદાનની વ્યવસ્થા ગોઠવાઈ હતી. જ્યાં પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનોમાં લોકશાહીના મહાપર્વમાં ચૂંટણીને લઈને ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

Next Article