Gujarat Election 2022: રાજકોટમાં દર્શિતા શાહના સમર્થનમાં યોજાઈ વીરાંગના રેલી

|

Nov 24, 2022 | 11:40 PM

રાજકોટની 4 બેઠક પર ભાજપે (BJP) નવા ચહેરાઓેને તક આપી છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજય રૂપાણીના સ્થાને ડૉ. દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે. જેઓ પૂરજોશમાં પ્રચારમાં જોડાયા છે.

Gujarat Election 2022: રાજકોટમાં દર્શિતા શાહના સમર્થનમાં યોજાઈ વીરાંગના રેલી
રાજકોટ પશ્ચિમ બેઠક પર દર્શિતા શાહનો પ્રયાર

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: ભાજપના મહિલા મોરચાએ રાજકોટ પશ્ચિમ બેઠકના ઉમેદવાર દર્શિતા શાહના સમર્થનમાં વીરાંગના રેલી યોજી હતી. ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના પ્રમુખ વાનાથી શ્રીનિવાસન સહિતના હોદ્દેદારોની આગેવાનીમાં વીરાંગના રેલીનું આયોજન થયું છે. આ દરમિયાન ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતમાં મહિલા સશક્તિકરણ માટે કામ થયું હોવાનું અને રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત હોવાનું જણાવી ભાજપના ઉમેદવાર દર્શિતા શાહની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો  હતો.

દર્શિતા શાહના દાદા અને પપ્પા સંઘ સાથે જોડાયેલા

ડો. દર્શિતા શાહનો પરિવાર સંઘ સાથે સંકળાયેલો છે. તેમના  દાદા ડો.પી.વી. દોશી સૌરાષ્ટ્રમાં પપ્પાજીના નામથી જાણીતા  હતા. ડો.પી.વી. દોશી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રાંત સંઘચાલક હતા. જ્યારે ડો.દર્શિતા શાહના પિતા ડો.પ્રફુલભાઈ દોશી પણ સંઘમાં સાથે જોડાયેલા હતા. રાજકોટની સૌથી હાઈપ્રોફાઈલ ગણાતી રાજકોટ પશ્ચિમ બેઠકની જો વાત કરવામાં આવે તો આ સૌરાષ્ટ્રની સૌથી મહત્વપૂર્ણ અને મોટી બેઠક કહી શકાય.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીંથી ચૂંટણી લડીને જીત્યા જંગી બહુમતી સાથે જીત્યા હતા. આ વખતે આ બેઠક પર ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે. ડૉ. દર્શિતાના પરિવારજનોને સંઘ સાથે બહુ જુનો નાતો રહ્યો છે. તેમના દાદા સંઘના પાયાના કાર્યકર જનસંઘના સમયથી રહ્યા છે. તેમના પિતા પણ સંઘ સાથે જોડાયેલા હતા. આથી તેમને આ સીટ પર ઉમેદવાર બનાવ્યા હોવાનું અને એ ખુદ પણ ભાજપના સક્રિય કાર્યકર હોવાથી ટિકિટ અપાઈ હોવાનું એક સમીકરણ દેખાઈ રહ્યુ છે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગુજરાત ચૂંટણી 2022: રાજકોટની 4 બેઠક પર  નવા ઉમેદવારોને તક

રાજકોટની 4 બેઠક પર ભાજપે નવા ચહેરાઓેને તક આપી છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજય રૂપાણીના સ્થાને ડૉ. દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ પૂર્વ બેઠક પર OBC સમાજના આગેવાન ઉદય કાનગડને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ પૂર્વમાંથી અરવિંદ રૈયાણીની ટિકિટ કપાઈ છે. રાજકોટ દક્ષિણની બેઠક પર ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

 

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article