Gujarat Election 2022: જામનગરની બેઠકો ઉપર યુવા ઉમેદવારોનો દબદબો, જાણો કોણે કેટલો અભ્યાસ કર્યો અને કોની પાસે છે કેટલી મિલકત?

|

Nov 27, 2022 | 12:39 PM

કોંગ્રેસે  ભાજપ સામે બેઠક પર કબજો મેળવવા માટે ભાજપના યુવા ઉમેદવારોની સામે નવા ઉમેદવારોને પસંદ કર્યા. જેમાં જામનગર (Jamnagar) ઉત્તર બેઠકમાં કોંગ્રેસે બીપેન્દ્રસિંહ જાડેજાને ચૂંટણીના રણમાં ઉતાર્યા છે. જે કોંગ્રેસમાં વર્ષોથી સક્રીય રહ્યા છે, પરંતુ ચૂંટણીના મેદાનમાં પ્રથમ વખત ઉતર્યા છે.

Gujarat Election 2022: જામનગરની બેઠકો ઉપર યુવા ઉમેદવારોનો દબદબો, જાણો કોણે કેટલો અભ્યાસ કર્યો અને કોની પાસે છે કેટલી મિલકત?
Janmnagar yuva umedvar

Follow us on

ગુજરાત વિભાનસભાની ચૂંટણીમાં વધુ બેઠકો મેળવવા રાજકીય પક્ષો દ્રારા શકય તેટલા પ્રયાસો થાય છે. જામનગર શહેરની બે બેઠકો મેળવવા માટે ભાજપ-કોંગ્રેસ બંન્ને યુવા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. બંન્ને પક્ષના બંન્ને બેઠકના ચાર ઉમેદવાર પ્રથમ વખત જ વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે અને તમામ પોતાની જીતનો દાવો કરે છે. જામનગર શહેરની બે બેઠકો છે. જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણ. બંન્ને બેઠકોનો હાલ ભાજપ પાસે કબજો રહેલો છે. ફરી બેઠકોનો કબજો મેળવવામાં ભાજપ પોતાના યુવા ઉમેદવારોને ઉતાર્યા છે. જેમાં જામનગર ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર રીવાબા રવિન્દ્ર જાડેજા. જે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ છે. જેના પ્રચારમાં પણ રવિન્દ્ર જાડેજા રાજકીય પીચમાં ફીલ્ડીંગ કરી રહ્યા છે.

રીવાબા જાડેજા જેવા યુવા અને સેલિબ્રિટી ચહેરાને ભાજપે મેદાને ઉતાર્યા છે. જામનગર દક્ષિણ બેઠક પર 44 વર્ષીય પાટીદાર યુવા નેતા દિવ્યેશ અકબરીને ભાજપે ચૂંટણી લડવા મુકયા છે. દિવ્યેશ અકબરી કોર્પોરેશનની ચૂંટણી લડી ચુકયા છે. વર્ષોથી પક્ષમાં સક્રિય છે. સ્ટેડીંગ ચેરમેન, શાસક પક્ષના નેતા સહીતના હોદામાં રહ્યા હતા. પરંતુ વિભાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મેદાને ઉતાર્યા છે. ભાજપના બંન્ને ઉમેદવારો જીતનો દાવો કરી રહ્યા છે. ત્યારે જાણો કે જામનગરના કયા ઉમેદવાર  પાસ કેટલી મિલકત છે અને તેઓનો અભ્યાસ કેટલો છે.

જામનગર ઉત્તર બેઠક ભાજપના ઉમેદવાર

રીવાબા રવિન્દ્ર જાડેજા

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

32 વર્ષ

ગૃહણી, સામાજીક કાર્યકર.

BE મેકેનિકલ ઈન્જીનીયરીંગ સુધીનો અભ્યાસ

જંગમ મિલકત – 62,35,693

પતિ રવિન્દ્ર જાડેજાની મિલકત

જંગમ મિલકત – 37,42,12,039

સ્થાવર મિલકત – 33,05,00,000

કુલ આશરે 70 કરોડ

જામનગર દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર

દિવ્યેશ અકબરી

44 વર્ષ

બ્રાસપાર્ટનો વેપાર

એસવાય બીકોમ

એક પણ ગુનો નથી નોંધાયેલ

જંગમ મિલકત – 194,67,354

સ્થાવર- 55,08,622

કુલ – અંદાજે અઢી કરોડ

કોંગ્રેસે  ભાજપ સામે બેઠક પર કબજો મેળવવા માટે ભાજપના યુવા ઉમેદવારોની સામે નવા ઉમેદવારોને પસંદ કર્યા. જેમાં જામનગર ઉત્તર બેઠકમાં કોંગ્રેસે બીપેન્દ્રસિંહ જાડેજાને ચૂંટણીના રણમાં ઉતાર્યા છે. જે કોંગ્રેસમાં વર્ષોથી સક્રીય રહ્યા છે, પરંતુ ચૂંટણીના મેદાનમાં પ્રથમ વખત ઉતર્યા છે. તો જામનગર દક્ષિણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર યુવા પાટીદાર અગ્રણી મનોજ કથિરીયાને તક આપી છે. ઉદ્યોગપતિ યુવા સ્થાનિક ઉમેદવારને કોંગ્રેસે મેદાને ઉતારીને બેઠક કબજે કરવા કવાયત શરૂ કરી છે. કોંગ્રેસના બંન્ને ઉમેદવારો જીતનો દાવો કરી રહ્યા છે.

જામનગર ઉત્તર બેઠક કોંગ્રેસના ઉમેદવાર  બીપેન્દ્રસિંહ જાડેજા છે તેમની વિગતો જોઈએ તો તેઓ 54 વર્ષીય છે અને ખેતી, વેપાર સાથે સંકળાયેલા છે અને તેમની  સામે કોઈ કેસ નોંધાયેલો નથી. અભ્યાસ અંગેની વિગતો જોઈએ તો સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે અને બીપીએડ થયેલા છે. તેમની મિલકત આ પ્રમાણે છે.

જંગમ મિલ્કત – 35,98,358

સ્થાવર મિલ્કત – 6450,000

કુલ- અંદાજીત 1 કરોડ

જામનગર દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનોજ કથિરીયા છે તેઓ 43 વર્ષીય છે અને તેઓ ધોરણ 9 પાસ છે. તેમની સામે કોઈ ગુના નોંધાયેલ નથી.

જંગમ મિલકત – 4,57,84,799

સ્થાવર મિલકત- 12,05,03,900

કુલ- સાડા 16 કરોડની મિલકત

જામનગર શહેર વિસ્તારમાં બંન્ને બેઠકો મેળવવા બંન્ને રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનુ જોર લગાવવામાં આવી રહ્યુ છે. બંન્ને સીટ મેળવવા માટે બંન્ને રાજકીય પક્ષો દ્રારા પ્રચારયુધ્ધ પણ ચાલી રહ્યુ છે. ચૂંટણીનુ પરીણામ જે આવે તે પરંતુ આ વખતે શહેર બે યુવા ધારાસભ્ય મળશે. જામનગરની બેઠકો પર ચતુષ્કોણીય જંગ જામવાનો છે ત્યારે જોવું રહ્યું કે જનતા કોના પર પસંદગી ઉતારે છે.

Next Article