Gujarat Election 2022: પરિણામ પહેલા જ સંજય રાઉતે ફરીથી ઉઠાવ્યા ચૂંટણી પંચ અને ઈલેક્શન કમિશન પર સવાલ, PM MODIએ વાળ્યો જડબાતોડ જવાબ

|

Dec 05, 2022 | 4:56 PM

દિલ્હી જતા પહેલા એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, 'PM નરેન્દ્ર મોદીએ વોટ કરવા જતા રોડ શો કર્યો હતો. શું આ ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન નથી? આવી સ્થિતિમાં ભાજપ તમામ બેઠકો જીતે તેવી શકયતા છે.

Gujarat Election 2022: પરિણામ પહેલા જ સંજય રાઉતે ફરીથી ઉઠાવ્યા ચૂંટણી પંચ અને ઈલેક્શન કમિશન પર સવાલ, PM MODIએ વાળ્યો જડબાતોડ જવાબ
Sanjay Raut on Gujarat Election

Follow us on

શિવસેના સાંસદ સંજય રાઉતે ગુજરાત ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલો કરતા જણાવ્યું હતું કે લોકોને EVM અને ચૂંટણી પંચમાં વિશ્વાસ નથી. મોદી એમ કહે છે કે આ ગુજરાત તેમણે બનાવ્યું છે તે પોતે ત્રણ વાર તો સીએમ રહ્યા છે છતા પણ કેન્દ્રના પ્રધાનોથી લઈને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ સુધીના લોકોને ગુજરાતમાં પ્રચાર માટે લાગવું પડે છે તે અલગ વાત છે. સંજય રાઉતે કહ્યું કે લોકો કહી રહ્યા છે કે તેમને ચૂંટણી પ્રણાલીમાં વિશ્વાસ નથી. સરકાર સામે લોકોની લાગણી હોવા છતાં ત્યાં ભાજપના ઉમેદવારો જીતે એ જરૂરી નથી. ભૂલો કર્યા પછી પણ મશીનો કેટલી ભૂલો કરી શકે છે? આવી સ્થિતિમાં રાહ જોવાની જરૂર છે.

સંજય રાઉતે જે રીતે ગુજરાત ચૂંટણીને લઈને ભાજપ અને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે, તે જ રીતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ તેના પર કટાક્ષ કર્યો છે. મમતા આજે ચાર દિવસ માટે દિલ્હી જવા રવાના થયા છે. તે જી-20 કાઉન્સિલમાં ભાગ લેવા માટે દિલ્હી આવી રહી છે. દિલ્હી જતા પહેલા એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, ‘PM નરેન્દ્ર મોદીએ વોટ કરવા જતા રોડ શો કર્યો હતો. શું આ ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન નથી? આવી સ્થિતિમાં ભાજપ તમામ બેઠકો જીતે તેવી શકયતા છે. પરંતુ શું આ પદ્ધતિ યોગ્ય છે?

ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાને લગતી 93 બેઠકો છે. પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગુજરાતની ચૂંટણીમાં જ્યારે વડાપ્રધાન મોદીએ પણ મતદાન કર્યું છે ત્યારે વડાપ્રધાનના માતા હીરા બાએ પણ ગાંધીનગરના રાયસણ ખાતે મતદાન કર્યું હતું. તેઓ વ્હિલચેરમાં બેસીને રાયસણ મતદાન મથક ખાતે પહોંચ્યા હતા. હીરા બા પુત્ર પંકજ મોદી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે સવારે અમદાવાદના રાણીપની નિશાન શાળા ખાતે મતદાન સંપન્ન કર્યું હતું. નોંધનીય છે કે હીરા બા 100 વર્ષના છે અને તેઓએ પોલિંગ બૂથ ઉપર પહોચીને મતદાન કર્યું હતું.

Published On - 4:56 pm, Mon, 5 December 22

Next Article