Gujarat Election 2022: મહેસાણામાં ચૂંટણીલક્ષી કામગીરીમાં EVMથી માંડીને મતગણતરી સુધીની વ્યવસ્થા અંગે થઈ સમીક્ષા

|

Nov 18, 2022 | 6:35 PM

ચૂંટણી પંચ (election commission) દ્વારા નિમાયેલ ખર્ચ નિરીક્ષકોમાં 22 વિસનગર,23 બેચરાજી, 24 કડી (અ.જા) અને 25 મહેસાણા માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષક એસ.પી.જી મુદલિયાર તેમજ 20 ખેરાલું,21 ઊંઝા અને 26 વિજાપુર માટે ખર્ચ નિરીક્ષક પ્રવિણ શેખરની નિમણુંક કરાઇ છે.

Gujarat Election 2022: મહેસાણામાં ચૂંટણીલક્ષી કામગીરીમાં EVMથી માંડીને મતગણતરી સુધીની વ્યવસ્થા અંગે થઈ સમીક્ષા
Mehsanaa election samiksha

Follow us on

મહેસાણા જિલ્લામાં કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષકો, ખર્ચ નિરીક્ષકો અને પોલીસ નિરીક્ષકોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ઉદિત અગ્રવાલે જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓ અંગે નિરીક્ષકોને માહિતગાર કર્યા હતા. જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સઘન કામગીરી ચાલી રહી છે. આ ચૂંટણીના મતદાન પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થઈ રહેલી ચૂંટણીલક્ષી કામગીરી સમીક્ષા માટે સર્કીટ હાઉસ ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ નોડલ અધિકારીઓ, વિધાનસભાની બેઠકોના ચૂંટણી અધિકારીઓની બેઠક જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ઉદિત અગ્રવાલે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા જનરલ ઓબ્ઝર્વર ખર્ચ નિરિક્ષક અને પોલીસ નિરિક્ષક સાથે આ બેઠક આયોજિત કરવામાં આવી હતી.

જેમાં 23-બેચરાજી, 25 મહેસાણા માટે રમેશકુમાર ગણતા(આઇ.એ.એસ) 20 ખેરાલુ,21 ઊંઝા માટે ડો. ઉદ્ધબા ચંદ્ર માજી (આઇ.એ.એસ) 24 કડી ઋગવેદ મિલિન્દ ઠાકુર (આઇ.એ.એસ) અને 22 વિસનગર, 26 વિજાપુર માટે અશ્વીન અશોક મુદગલ (આઇ.એ.એસ) ની નિમણુંક કરાઈ છે. આ ઉપરાંત  જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંદર્ભે પોલીસ નીરીક્ષક તરીકે જસબીરસિંઘની નિમણુંક કરવામાં આવી છે.

મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી ઉદિત અગ્રવાલે જિલ્લામાં સમાવિષ્ટ 20 ખેરાલુ,21 ઉઝા,22 વિસનગર,23 બેચરાજી,24 કડી,25 મહેસાણા અને 26 વિજાપુર વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પૂર્વેની ચાલી રહેલી ચૂંટણીલક્ષી કામગીરી-તૈયારીઓની વિગતવાર જાણકારી નિરીક્ષકોને આપી હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

પોસ્ટલ બેલેટથી માંડીને મીડિયા મોનિટરિંગ અંગે થઈ સમીક્ષા

જિલ્લામાં પોસ્ટલ બેલેટ, દિવ્યાંગ મતદારો માટે ગોઠવાયેલી વ્યવસ્થા, ઈ.વી.એમ. સ્ટોરેજથી લઈને મત ગણતરી સુધીની વ્યવસ્થા, જિલ્લામાં ચૂંટણી સ્ટાફને અપાયેલી તાલીમ અને આગામી સમયમાં થનારી તાલીમ, મતદાન બૂથ, પોલીસ બંદોબસ્ત, આચાર સંહિતાનો ચુસ્ત અમલ અને ફરિયાદ નિવારણ, મીડિયા મોનીટરીંગ અને સર્ટિફિકેશન કમિટીની કામગીરી, મતગણતરી સંદર્ભે તૈયારી, મતદાન જાગૃતિ માટે સ્વીપ અંતર્ગત ચાલતા પ્રયાસો વગેરે અંગે વિસ્તૃત જાણકારી વિગતવાર નિરીક્ષકોને આપવામાં આવી હતી.

જનરલ નિરીક્ષકો જિલ્લાના સાત વિધાનસભા વિસ્તારની વિગતવાર માહિતી મેળવી ઉપયોગી સૂચનો કર્યાં હતાં. ખર્ચ નિરીક્ષકોએ ઉમેદવારો તથા રાજકીય પક્ષો દ્વારા થતા ખર્ચ પર નજર રાખવા માટે ગોઠવાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. જ્યારે પોલીસ નિરીક્ષક જસબીરસિંઘે કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

Next Article