Gujarat Election 2022 : રાહુલ ગાંધીએ કહ્યું ભારત જોડો યાત્રાની પ્રેરણા ગુજરાતમાંથી મળી, મહાત્મા ગાંધીનો વિચાર

|

Nov 21, 2022 | 7:33 PM

ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દિગ્ગજ નેતાઓ ગુજરાત ખુંદી રહ્યા છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આજે ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની શરૂઆત સુરતથી કરી અને તેની બાદ હવે તેવો રાજકોટ પહોંચ્યા હતા. જેમાં રાહુલ ગાંધીએ કોંગ્રસે શરૂ કરેલી ભારત જોડો યાત્રાને ગુજરાત સાથે સાંકળી હતી.

Gujarat Election 2022 : રાહુલ ગાંધીએ કહ્યું ભારત જોડો યાત્રાની પ્રેરણા ગુજરાતમાંથી મળી, મહાત્મા ગાંધીનો વિચાર
Rahul Gandhi Rajkot

Follow us on

ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દિગ્ગજ નેતાઓ ગુજરાત ખુંદી રહ્યા છે. જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ આજે ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની શરૂઆત સુરતથી કરી અને તેની બાદ હવે તેવો રાજકોટ પહોંચ્યા હતા. જેમાં રાહુલ ગાંધીએ કોંગ્રસે શરૂ કરેલી ભારત જોડો યાત્રાને ગુજરાત સાથે સાંકળી હતી. તેમજ કહ્યું હતું કે ભારત જોડો યાત્રાની પ્રેરણા અમને  ગુજરાતથી મળી છે. મહાત્મા ગાંધીમાંથી અમને પ્રેરણા મળી છે. તેમજ મને એ વાતનું દુખ છે કે ભારત જોડો યાત્રા ગુજરાતમાંથી પસાર નથી થતી.

ભારત જોડો યાત્રા કન્યા કુમારીથી શ્રીનગર સુધી જશે

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રા અમે ખેડૂતો, યુવાનો અને મહિલા તથા નાના વેપારીઓ સાથે મુલાકાત કરીએ છીએ. જેમાં તેવો પોતાની સમસ્યાઓ અંગે જણાવે છે. ભારત જોડો યાત્રા કન્યા કુમારીથી શ્રીનગર સુધી જશે. તેમજ કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવવામાં આવશે. આ યાત્રા 3500 કિલોમીટરની યાત્રા છે. જેમાં અનેક લોકો ખેડૂતો, નાના વેપારી અને મહિલાઓ સાથે ચર્ચા થઇ રહી છે. ટીવી પર પર આટલું બતાવવામાં આવતું નથી. સવારે 6 વાગે યાત્રા શરૂ થાય છે અને રાત્રે 8. 30 વાગે સમાપ્ત થાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મોરબી દુર્ઘટના પર રાહુલ ગાંધીએ આખરે મૌન તોડ્યું

આ ઉપરાંત રાહુલ ગાંધીએ મોરબી ટ્રેજડી ભાજપ સરકાર પર વાર કર્યો હતો.મોરબી દુર્ઘટના પર રાહુલ ગાંધીએ આખરે મૌન તોડ્યું છે. રાજકોટની સભામાં રાહુલ ગાંધીએ મોરબી દુર્ઘટનાને લઈ સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો.. તેમણે સવાલ કર્યો કે, 150 લોકો મર્યા તેના પર રાજનીતિ ન થવી જોઈએ પરંતુ પુલ બનાવનારા આજદિન સુધી પકડાયા નથી.ચોકીદારોને પકડીને અંદર કર્યા, પણ જવાબદારોના ભાજપ સાથે સારો સંબંધ, એટલે શું કંઈ નહીં થાય..?

Published On - 7:17 pm, Mon, 21 November 22

Next Article