Gujarat Election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડના નાના પોંઢાથી કરશે પ્રચારના શ્રીગણેશ, ભાવનગરમાં સમૂહ લગ્નમાં રહેશે ઉપસ્થિત

TV9 GUJARATI

|

Updated on: Nov 06, 2022 | 8:45 AM

વિધાનસભાની ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ ગઇ છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) વલસાડના નાનાપોંઢા અને ભાવનગરથી ધૂંઆધાર પ્રચાર કરશે.

Gujarat Election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડના નાના પોંઢાથી કરશે પ્રચારના શ્રીગણેશ, ભાવનગરમાં સમૂહ લગ્નમાં રહેશે ઉપસ્થિત
PM Modi Gujarat Visit

ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને વલસાડ જિલ્લાના નાના પોંઢાથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. વડાપ્રધાન મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરવા માટે દક્ષિણ ગુજરાતથી શરૂ કરવાનુ નક્કી કર્યું છે. જેના ભાગરૂપે વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે. અને વલસાડના નાના પોંઢાથી પ્રચાર શરૂ કરશે.  તેઓ બપોરે 3 વાગે નાનાપોંઢામાં જનસભા સંબોધશે.આ સભામાં 50 હજારથી વધુ લોકો હાજર રહેવાની ધારણા છે.

વડાપ્રધાનનો સમગ્ર કાર્યક્રમ

12:20 વાગ્યે દિલ્લી એરપોર્ટથી પ્રયાણ
01-55 વાગ્યે સુરત એરપોર્ટ ખાતે પહોંચશે
02 -00 વાગ્યે સુરત એરપોર્ટથી નાના પોંઢા જવા હેલિકોપ્ટર દ્વારા પ્રયાણ
02- 40 વાગ્યે નાના પોંઢામાં આગમન
02-45 વાગ્યે નાના પોંઢા હેલિપેડ ગ્રાઉન્ડથી સભા સ્થલે જવા રવાના
03-00 વાગ્યે નાના પોંઢા સભા સ્થળે આગમન

3- 00 વાગ્યાથી 4-00 વાગ્યા દરમિયાન કપરાડામાં જનમેદનીને સંબોધશે
4-10 વાગ્યે નાના પોંઢાથી ભાવનગર જવા રવાના
5-30 વાગ્યે ભાવનગરમાં આગમન
05-45 વાગ્યે જવાહર ગ્રાઉન્ડ ખાતે પાપની પરી સમૂહલગ્નોત્સવમાં આપશે હાજરી
7-10 વાગ્યે જવાહર ગ્રાઉન્ડથી વિદાય લેશે
7-20 વાગ્યે ભાવનગર એરપોર્ટથી વિદાય લેશે

 

રાજ્યમાં બે તબક્કામાં યોજાશે મતદાન

વિધાનસભાની ચૂંટણીની તારીખ પણ જાહેર થઇ ગઇ છે.ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડના નાનાપોંઢા અને ભાવનગરથી ધૂંઆધાર પ્રચાર કરશે. આદિવાસી વિસ્તાર એવા કપરાડા તાલુકાના નાનાપોંઢાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે બપોરે 3 વાગે નાનાપોંઢામાં પીએમ મોદી સભાને સંબોધન કરશે આ સભામાં 50 હજારથી વધુ લોકો હાજર રહેશે.તો પીએમ મોદીની સુરક્ષાની વાત કરીએ તો, સભાસ્થળ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  13 Dy SP, 23થી વધુ PI અને 130 PSI સાથે 1 હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

ભાવનગરમાં સમૂહ લગ્નમાં આપશે હાજરી

કપરાડાના નાનાપોંઢામાં સભા સંબોધ્યા બાદ ભાવનગરમાં આયોજીત સમૂહલગ્નમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે.. જવાહર મેદાનમાં માતા-પિતાની છત્ર છાયા ગુમાવી ચૂકેલી 551 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પીએમ મોદી સાંજે 5.45 કલાકે ઉપસ્થિત રહેશે. સાંજે 5.45 કલાકે એરપોર્ટ ખાતે PM મોદીનું આગમન થશે અને ત્યારબાદ એરપોર્ટથી કાફલા સાથે PM મોદી જવાહર મેદાનમાં પહોંચશે, દીકરીઓને આશીર્વાદ આપશે. સમૂહલગ્નમાં PM મોદી દોઢ કલાક જેટલો સમય વિતાવશે. આ લગ્નમાં 4 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેવાના છે.લાખાણી પરિવાર દ્વારા પિતા વિહોણી કન્યાના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. દીકરીઓને અંદાજે બે લાખ ઉપરાંતનો કરીયાવર આપવામાં આવશે..

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati