Gujarat Election 2022: શતાયુ હીરા બા વ્હિલચેરમાં બેસીને પહોચ્યા મતદાન મથકે, રાયસણમાં કર્યું મતદાન

|

Dec 05, 2022 | 2:38 PM

ગુજરાતની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન કર્યું છે ત્યારે વડાપ્રધાનના 100 વર્ષના માતા હીરા બાએ પણ ગાંધીનગરના રાયસણ ખાતે મતદાન કર્યું હતું.

Gujarat Election 2022: શતાયુ હીરા બા વ્હિલચેરમાં બેસીને પહોચ્યા મતદાન મથકે, રાયસણમાં કર્યું મતદાન
Hira baa voting At raisan Gandhinagar

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:   ગુજરાતની ચૂંટણીમાં જ્યારે વડાપ્રધાન મોદીએ પણ મતદાન કર્યું છે ત્યારે વડાપ્રધાનના માતા હીરા બાએ પણ ગાંધીનગરના રાયસણ ખાતે મતદાન કર્યું હતું. તેઓ વ્હિલચેરમાં બેસીને રાયસણ મતદાન મથક ખાતે પહોંચ્યા હતા. હીરા બા પુત્ર પંકજ મોદી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે સવારે અમદાવાદના રાણીપની નિશાન શાળા ખાતે મતદાન સંપન્ન કર્યું હતું. નોંધનીય છે કે હીરા બા 100 વર્ષના છે અને તેઓએ પોલિંગ બૂથ ઉપર પહોચીને મતદાન કર્યું હતું.

 

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ગુજરાત ચૂંટણી 2022: કુલ 2 કરોડ 51 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર એટલે કે આજે થઈ રહ્યું છે.  ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠક ઉપર આજે ખરાખરીનો જંગ જામ્યો છે. બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો મતદાન કરવાના છે. આ કુલ મતદારોમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો  છે. બીજા તબક્કાની 93 બેઠકઉ પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. તો કુલ 285 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યુ છે. કુલ 833માંથી 69 મહિલા અને 764 પુરૂષ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાવાનો છે.

બીજા તબક્કામાં કેટલા ઉમેદવાર ?

બીજા તબક્કામાં 13 હજાર 319 મત કેન્દ્રો પર વેબ કાસ્ટિંગ થશે. તો પાટણમાં 2 બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. નરોડા, બાપુનગર, અમરાઈવાડીમાં 2 BU (બેલેટ યુનિટ)નો ઉપયોગ કરવામાં આવશે. કુલ 833 ઉમેદવારોના ભાવિનો ફેંસલો છે. સૌથી વધુ બાપુનગરમાં 29 ઉમેદવારો છે. તો સૌથી ઓછા ઇડરમાં માત્ર 3 ઉમેદવારો છે. સૌથી નાનો મત વિસ્તાર બાપુનગર છે. સૌથી મોટો મત વિસ્તાર ઘાટલોડિયા છે. વડોદરામાં સૌથી વધુ 226 ત્રીજી જાતિના મતદારો છે.

બીજા તબક્કામાં કુલ 26 હજાર 409 મત કેન્દ્રો પર મતદાન યોજાયું છે.. મતદાન માટે 8,533 શહેરી અને 17,876 ગ્રામ્ય મતદાન કેન્દ્રો તૈયાર કરાયા છે. 37,432 બેલેટ અને 36,157 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થશે. તો 40 હજારથી વધુ VVPATનો મતદાન પ્રક્રિયામાં ઉપયોગ કરવામાં આવશે. મતદાન પ્રક્રિયામાં કુલ 1.13 લાખ કર્મચારીઓ જોડાયા છે  અને 29 હજાર પ્રિસાઇડિંગ અને 84 હજાર પોલિંગ સ્ટાફ ફરજ ઉપર છે.

Next Article