Gujarat Election 2022: છોટાઉદેપુરની 3 બેઠક અને સાબરકાંઠાની ચાર બેઠકના મતદાન માટે તૈયારીને આખરી ઓપ અપાયો

|

Dec 04, 2022 | 2:58 PM

Gujarat assembly election 2022: છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર પણ બીજા તબક્કાના મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. છોટાઉદેપુર, પાવી જેતપુર અને સંખેડા બેઠકો પર તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

Gujarat Election 2022: છોટાઉદેપુરની 3 બેઠક અને સાબરકાંઠાની ચાર બેઠકના મતદાન માટે તૈયારીને આખરી ઓપ અપાયો
બીજા તબક્કાના મતદાન માટે તૈયારીને આખરી ઓપ અપાયો

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠકો પર સોમવારે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાનને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ મતદાન મથકો પર ઈવીએમ તેમજ અન્ય ચૂંટણી સામગ્રીઓના ડિસ્પેચની કામગીરી કરવામાં આવી. તમામ મતદાન કેન્દ્રો પર કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે. બીજી તરફ પોલીસ તંત્રએ પણ સંવેદનશીલ બુથ સહિત તમામ મતદાન કેન્દ્રો પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. પોલીસ ઉપરાંત હોમગાર્ડના જવાનો, આર્મી પ્લાટૂન અને બીએસએફની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર પણ બીજા તબક્કાના મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. છોટાઉદેપુર, પાવી જેતપુર અને સંખેડા બેઠકો પર તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તંત્ર દ્વારા EVM અને VVPAT મશીનોની ફાળવણી કરવામાં આવી. શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે તંત્રએ સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે..તો મતદાન માટે 1058 મતદાન મથકનો વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ 7500 જેટલા કર્મચારીઓ મતદાન કામગીરીમાં જોડાશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ તરફ સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર યોજાનારી ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લામાં હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભા બેઠક માટે ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી. જીપીએસ સિસ્ટમથી ટ્રેકિંગ સાથે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો પર ઈવીએમ રવાના કરવામાં આવ્યા.

 

Next Article