Gujarat Election 2022: વડોદરામાં પોલીસ કર્મચારીઓએ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન

|

Nov 27, 2022 | 4:50 PM

મકરપુરા ખાતે આવેલી ભારતીય વિદ્યા ભવન્સ સ્કૂલ તેમજ લાલબાગ ખાતેના પોલીસ તાલીમ શાળા ખાતેના ફેસિલિટેશન સેન્ટર પર મોટાભાગના પોલીસ (Police) જવાનો, અધિકારીઓ, કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મત આપીને એક જાગૃત નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી હતી.

Gujarat Election 2022: વડોદરામાં પોલીસ કર્મચારીઓએ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન
Vadodra ballot paper voting

Follow us on

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાત વિધાનસભાની 2022 ની આવનાર સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી વડોદરા જિલ્લા તથા શહેરમાં ચૂંટણી દરમ્યાન મતદાર સુવિધા તથા બંદોબસ્ત જેવી અગત્યની ફરજ બજાવનાર પોલીસ જવાનો તેમજ અન્ય ચૂંટણી કર્મીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી વડોદરા શહેર તેમજ સમગ્ર જિલ્લામાં લગભગ 10  જેટલી ફાળવેલ વિવિધ ફેસિલિટેશન સેન્ટર પર પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેર તેમજ જિલ્લામાં ચૂંટણી કર્મીઓના મતદાન માટે થનાર ફેસિલિટેશન સેન્ટર અંતર્ગત મકરપુરા ખાતે આવેલી ભારતીય વિદ્યા ભવન્સ સ્કૂલ તેમજ લાલબાગ ખાતેના પોલીસ તાલીમ શાળા ખાતેના ફેસિલિટેશન સેન્ટર પર મોટાભાગના પોલીસ જવાનો, અધિકારીઓ, કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મત આપીને એક જાગૃત નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી હતી. લાલબાગ ખાતેના ફેસિલિટેશન સેન્ટર પર વડોદરા જિલ્લાના મોટાભાગના તમામ તાલુકાઓ તેમજ મોટાભાગના શહેરી વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.

Gujarat Election 2022:  પોસ્ટલ બેલેટ કેમ ભરવા તે અંગે અપાઈ માહિતી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ફેસિલિટેશન સેન્ટર ખાતે ફોર્મ કઈ રીતે ભરવું અને પોસ્ટલ બેલેટથી મત આપતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો પણ સમજાવવામાં આવતી હતી. જેથી કરીને કોઈને પણ ફોર્મ ભરવા કે મત આપવામાં કોઇપણ પ્રકારની અડચણ થાય નહીં. જેમકે કવર – બી કે જેને નાનું કવર પણ કહી શકીએ તેમજ 13- એ ના એકરાર મતપત્રનો ક્રમાંક લખવો, મતદાતાની સહી કરવી તેમજ ગેઝેટેડ અધિકારીની સહી કરાવવી. ત્યારબાદ મત કુટિરમાં જઈને પોતાની પસંદગીના નેતાને પોતાનો મત આપવો, કવર – બી માં મતપત્ર મૂકીને કવર બંધ કરવું, કવર – બી તેમજ એકરાર પત્રને મોટા ગુલાબી કવરમાં મૂકીને સિલબંધ કરીને છેલ્લે મતપેટીમાં નાખી આખી પ્રક્રિયા પૂર્ણ કરવી. આ ઉપરાંત ફેસિલિટેશન સેન્ટર પર મત આપવા આવનાર દરેક મતદાતા માટે સુંદર વ્યવસ્થા કરાઇ હતી.

Gujarat Election 2022 :પોસ્ટલ બેલેટના નોડલ ઓફિસર નયના પાટડિયાએ જણાવ્યું  હતું કે આજની આ પોસ્ટલ બેલેટની પ્રક્રિયા સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી અવિરતપણે ચાલુ રહશે. અંતે એ દરેક મતપેટીઓને સ્ટ્રોંગ રૂમ ખાતે સિક્યોરીટી સાથે લઈ જવામાં આવશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા  કર્મચારી માટે બેલેટ પેપરથી મતદાન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Published On - 4:47 pm, Sun, 27 November 22

Next Article