Gujarat Election 2022: વ્યારા અને સોનગઢમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા પોલીસ કર્મચારીઓએ કર્યું મતદાન

|

Nov 26, 2022 | 4:53 PM

તાપી (Tapi) જિલામાં યોજાનાર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ફરજ પર હોય તેવા પોલીસ જવાનો, જીઆરડી જવાનો અને હોમગાર્ડના જવાનોએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું, જેમાં ચૂંટણી સાથે સંકડયેલ અધિકારીઓ હાજર રહ્યા હતા, વ્યારા વિધાનસભા મત વિસ્તારના પોલીસ કર્મીઓનું મતદાન કેન્દ્ર વ્યારા પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યું હતું.

Gujarat Election 2022: વ્યારા અને સોનગઢમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા પોલીસ કર્મચારીઓએ કર્યું મતદાન
તાપીમાં પોલીસ કર્મચારીઓએ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન

Follow us on

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન  2022: વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાની ચૂંટણીને પગલે ચૂંટણીમાં ફરજ બજાવતા તાપી જિલ્લાના 1418 જેટલા પોલીસ કર્મીઓ, જીઆરડી જવાનો અને હોમગાર્ડના જવાનો દ્વારા વ્યારા અને સોનગઢ એમ બે જગ્યાઓ પર બેલેટ પેપર થી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જે કર્મચારીઓ તાપી જિલામાં યોજાનાર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ફરજ પર હોય તેવા પોલીસ જવાનો, જીઆરડી જવાનો અને હોમગાર્ડના જવાનોએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું, જેમાં ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ હાજર રહ્યા હતા, વ્યારા વિધાનસભા મત વિસ્તારના પોલીસ કર્મીઓનું મતદાન કેન્દ્ર વ્યારા પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યું હતું.

જ્યારે નિઝર વિધાનસભા મત વિસ્તારના પોલીસ કર્મીઓ તારીખ 26 નવેમ્બરે સોનગઢ કોલેજ ખાતે મતદાન કરશે, મતદાનની પ્રક્રિયા સવારે નવ કલાકથી લોકશાહી ઢબે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી અને સવારે નવ કલાકથી પોલીસના જવાનો અને હોમગાર્ડ, જીઆરડીના જવાનો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું, આ મતદાનની પ્રક્રિયા તા.25 અને 26 નવેમ્બર એમ બે દિવસમાં સંપન્ન્ કરવામાં આવી હતી.  25 નવેમ્બરે વ્યારા બેઠકના પોલીસ વિભાગના કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. તેમજ જ્યારે 26મી નવેમ્બરે નિઝર બેઠક સાથે સંકળાયેલ પોલીસ જવાનોએ સોનગઢ કોલેજ અને શાળા ખાતે મતદાન પૂર્ણ કર્યું હતું.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વિથ ઇનપુટ ક્રેડિટ, નિરવ કંસારા , તાપી ટીવી9

ઈલેક્શનને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article