Gujarat Election 2022 : પીએમ મોદી 27 અને 28 નવેમ્બરે ફરી ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચારમાં જોડાશે

|

Nov 26, 2022 | 11:43 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા તમામ પાર્ટીઓ એડીચોટીના જોર સાથે પ્રચાર પ્રસાર કરી રહી છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકોની ફૌજે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારમાં રોડ શો અને જંગી જનસભા ગજાવી હતી.પીએમ મોદી 27 અને 28 તારીખે ફરી ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચારમાં જોડાશે અને મતદારોના મત જીતવા પ્રયાસ કરશે.

Gujarat Election 2022 : પીએમ મોદી 27 અને 28  નવેમ્બરે ફરી ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચારમાં જોડાશે
PM Modi Gujarat

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા તમામ પાર્ટીઓ એડીચોટીના જોર સાથે પ્રચાર પ્રસાર કરી રહી છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકોની ફૌજે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારમાં રોડ શો અને જંગી જનસભા ગજાવી હતી. ત્યારે પીએમ મોદી 27 અને 28 તારીખે ફરી ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચારમાં જોડાશે અને મતદારોના મત જીતવા પ્રયાસ કરશે. પીએમ મોદી ભરૂચના નેત્રાંગમાં બપોરે 1 વાગે વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરશે. જ્યારે બપોરે 3.30 વાગે ખેડામાં અને સાંજે 6.30 વાગે સુરતમાં જાહેર સભાને સંબોધશે.


ઉલ્લેખનીય છે કે, શનિવારે અમિત શાહે સૌરાષ્ટ્રમાં 3 સભા યોજી હતી. તો જેપી નડ્ડા, CM યોગીએ જાહેર સભા યોજી પ્રચારનો દૌર આગળ ધપાવ્યો હતો. આ વચ્ચે ભાજપે ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કર્યો હતો. જેમાં યોજનાઓની ભરમાર અને ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાના વાયદા કર્યા હતા.મતદારોને રીઝવવા નેતાજીઓના પણ અવનવા રંગ સામે આવ્યા હતા. ઉદય કાનગડે આરતીમાં નગારા વગાડ્યા તો પરસોત્તમ સોલંકીએ સત્સંગમાં મંજીરાના તાલે ઝુમ્યા હતા. આ સાથે અન્ય કેટલાક નેતાઓએ વિરોધીઓ પર શાબ્દિક પ્રહારો કરતા એકબીજા પર વાર-પલટવાર પણ જોવા મળ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહુધામા જાહેરસભાને સંબોધિત કરી હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સભા સંબોધતા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ગામડાઓમાં વીજળી આપવાનું કામ ભાજપે કર્યું કોંગ્રેસે નહિ. તેમણે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવલ પર પણ શબ્દો નો આકરો પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની યાત્રામાં મેઘા પાટેકર જોડાઈ છે. મેધા પાટકરે ગુજરાતને નર્મદાના પાણીથી વંચિત રાખવાનું કામ કર્યું છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

 

Published On - 6:59 pm, Sat, 26 November 22

Next Article