Gujarat Election 2022: PM Modi ચાલતા વોટ આપવા પહોચ્યા, ચૂંટણી પંચને કહ્યું થેન્ક્યુ

|

Dec 05, 2022 | 11:18 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ કહ્યું કે હું ચૂંટણી પંચને પણ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા માટે અભિનંદન આપવા માંગુ છું. ચૂંટણી પંચે ખૂબ જ અદભૂત રીતે ચૂંટણી યોજવાની ભારતમાં એક મહાન પરંપરા વિકસાવી છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ભારતની લોકશાહીની પ્રતિષ્ઠા વધી છે

Gujarat Election 2022: PM Modi ચાલતા વોટ આપવા પહોચ્યા, ચૂંટણી પંચને કહ્યું થેન્ક્યુ
PM Modi thanks Election Commission

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટેના મતદાનમાં મોટી સંખ્યામાં સવારથીજ મતદારોએ લાઈન લગાડી દીધી છે. VIP, VVIP કે પછી આમ વોટર્સ દ્વારા નતનો ઉપયોગ કરવામાં આવ્યો. આ મતદાનમાં PM MODI પણ બાકાત નથી રહ્યા. અમિત સાહ થી લઈ ભુપેન્દ્ર પેટલ અને નીતિન પટેલ થી લઈ આનંદી બહેન પટેલે પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. આજે બીજા તબક્કાના મતદાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલતા રાણીપની નિશાન શાળા ખાતે પહોચ્યા હતા. તેમણે મીડિયા સાથે ની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના લોકો દ્વારા લોકશાહીના પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. હું દેશની જનતાનો આભાર માનવા માંગુ છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું ચૂંટણી પંચને પણ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા માટે અભિનંદન આપવા માંગુ છું. ચૂંટણી પંચે ખૂબ જ અદભૂત રીતે ચૂંટણી યોજવાની ભારતમાં એક મહાન પરંપરા વિકસાવી છે, જેનાથી સમગ્ર વિશ્વમાં ભારતની લોકશાહીની પ્રતિષ્ઠા વધી છે. ચૂંટણી પંચને સારી વ્યવસ્થા બદલ અભિનંદન. લોકશાહી ઉત્સવ માટે હું લોકોને તેમના ઉત્સાહ માટે અભિનંદન આપું છું.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે આઠ વાગ્યે એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે, “હું તમામ નાગરિકોને, ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કરવા વિનંતી કરું છું.” તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોતાનો મત આપવા અમદાવાદના ગાંધીનગર રાજભવનથી રાણીપની નિશાન પબ્લિક સ્કૂલ પહોંચ્યા હતા.

રસ્તામાં પીએમ મોદીએ લોકોને શુભેચ્છા પાઠવી હતી. વોટ આપ્યા બાદ પીએમ મોદી તેમના મોટા ભાઈ સોમાભાઈ મોદીના ઘરે તેમને મળવા પહોંચ્યા હતા. સોમાભાઈ મોદીનું ઘર મતદાન મથકથી 200 મીટરના અંતરે આવેલું છે. પીએમ મોદી પગપાળા તેમના ઘરે પહોંચ્યા હતા.

Published On - 11:18 am, Mon, 5 December 22

Next Article